ETV Bharat / state

આ જિલ્લામાં કે 108 એમ્બ્યુલન્સ સૌથી ઓછા સમયમાં પહોંચે છે સ્થળ પર, જાણો કારણ

author img

By

Published : Jul 14, 2022, 2:32 PM IST

108 એમ્બ્યુલન્સ ટીમની સરાહનીય કામગીરી, સૌથી ઓછા સમયમાં પહોંચવા માટે સન્માનિત
108 એમ્બ્યુલન્સ ટીમની સરાહનીય કામગીરી, સૌથી ઓછા સમયમાં પહોંચવા માટે સન્માનિત

જૂનાગઢ જિલ્લા 108એમ્બ્યુલન્સને ઘટના સ્થળ પર (Junagadh 108 Ambulance)સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા સમયમાં પહોંચવા માટે સન્માનિત કરવામાં આવી છે. ઈમરજન્સી સેવામાં ઉપયોગમાં( Emergency 108 in Junagadh)લેવાતી 108 એમ્બ્યુલન્સ વાન સૌથી ઓછા સમયમાં ઘટના સ્થળે પહોંચવામાં સફળ રહી છે. જેનું સન્માન જૂનાગઢ 108ની ટીમને આપવામાં આવ્યું છે.

જૂનાગઢઃ જિલ્લામાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ સેવાઓ તેની વિશેષ (Gujarat 108 Ambulance Service)કામગીરીને લઈને સન્માનિત થઈ છે. જૂનાગઢમાં 16 એમ્બ્યુલન્સ અને 15 ખિલખિલાટ એમ્બ્યુલન્સ (Junagadh 108 Ambulance)મળીને કુલ 31 એમ્બ્યુલન્સ કોઈપણ સમયે મેડિકલ અને ઇમરજન્સીના સમયમાં ખડે પગે જોવા મળે છે. પાછલા દિવસો દરમિયાન અને ખાસ કરીને કોરોના સંક્રમણ જેવા વિકટ સમયમાં 108 એમ્બ્યુલન્સના ( Emergency 108 in Junagadh)કર્મચારીઓએ જે ખંતપૂર્વક મહેનત કરીને લોકોને ઓછું નુકસાન થાય તે દૃષ્ટિએ કામ કરી રહી છે.

108 એમ્બ્યુલન્સ

આ પણ વાંચોઃ નવી 108 હશે વધુ સુવિધાસભર, વધુ સ્પેસ સહિત AC જેવી સુવિધાઓમાં કરાયો વધારો

108 ની ટીમને સન્માનિત કરવામાં આવી - આજે સમગ્ર જૂનાગઢ જિલ્લા 108ની ટીમને સન્માનિત કરાઈ છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી જૂનાગઢ જિલ્લાની 108 એમ્બ્યુલન્સ સૌથી ઓછા સમયમાં ઘટના સ્થળે પહોંચીને પોતાની કામગીરી સુપેરે નિભાવી હતી જેના માટે સમગ્ર જિલ્લાની 108 ની ટીમને સન્માનિત કરાઈ છે.

રાજ્યમાં 108એ વગાડ્યો ડંકો - જિલ્લા 108 ટીમને સૌથી ઓછા સમયમાં ઘટના સ્થળે પહોંચવા માટે સન્માનિત કરાય છે. ગ્રામ્યમાં ઘટના સ્થળે પહોંચવા માટે 108 ની ટીમને 20 મિનિટ જેટલો સમય લાગે છે તો જૂનાગઢ શહેરમાં પ્રતિ 11 મિનિટે 108 ની ટીમ તેના પાયલોટ અને તબીબી સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી જાય છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઓછો સમય નોંધવામાં આવ્યો છે. જેને લઈને જુનાગઢ જિલ્લા 108 ની ટીમને સન્માનિત કરાઈ છે.

આ પણ વાંચોઃ 108 Emergency Ambulance: આણંદ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સની વિશિષ્ટ કામગીરી, ગત વર્ષ દરમિયાન 4257 વ્યક્તિના જીવ બચાવ્યા

ઓછા સમયમાં ઘટના સ્થળે પહોંચે - વધુમાં પ્રતિ મહિના દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં અંદાજિત 3200 ની આસપાસ કેસ જૂનાગઢ 108 ટીમ હેન્ડલ કરતી હોય છે જેનુ વાર્ષિક અહેવાલ જોવા જઈએ તો દર વર્ષે 38,400 જેટલા કેસોમાં 108 ની એમ્બ્યુલન્સ તબીબી સ્ટાફ સાથે ખૂબ જ ઓછા સમયમાં ઘટના સ્થળે પહોંચે છે અને કોઈ દર્દી કે અકસ્માતના સમયે ઈજાગ્રસ્ત લોકોને તુરંત નજીકની હોસ્પિટલમાં તબીબી સવલત મળી રહે તે માટે હોસ્પિટલ સુધી પહોંચતા કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.