ETV Bharat / city

Pre Budget 2022: કેન્દ્રીય બજેટમાં ખેડૂત સમાજ માટે વિશેષ જાહેરાતો કરવા નાણાંપ્રધાનને પત્ર લખી કરાઈ રજૂઆત

author img

By

Published : Jan 31, 2022, 1:43 PM IST

Updated : Jan 31, 2022, 2:02 PM IST

Union Budget 2022
Union Budget 2022

સુરતના ઓલપાડ ચોર્યાસી તાલુકા સહકારી મંડળી દ્વારા આગામી કેન્દ્રીય બજેટમાં (Union Budget 2022) ખેડૂત સમાજ માટે વિશેષ જાહેરાતો (Special advertisements for the farming community) કરવા નાણાંપ્રધાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

સુરત: ઓલપાડ ચોર્યાસી તાલુકા સહકારી મંડળીના (Olpad Choryasi Taluka Cooperative Society) પ્રમુખ જયેશ પટેલે લખેલા પત્રમાં સંસદમાં રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે કોઈ વિશેષ જાહેરાત કરવામાં આવે, સરકારની યોજનાઓની તારીખ કરવાની સાથે ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં વધુ મજબૂતાઈથી આગળ વધવાની વાત રજૂ કરવામાં આવી છે. કૃષિ ઉપયોગી ઓજારો સાધનો વાહનો રાસાયણિક ખાતરો પર લેવામાં આવતા GSTનું ભારણ નાબૂદ કરવામાં આવે પ્રાથમિક સહકારી મંડળીઓને 80C હેઠળ કરમુક્ત છે પરંતુ સાથે સાથે TDS અને TCS ઘરમાંથી પણ મુક્તિ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

કેન્દ્રીય બજેટમાં ખેડૂત સમાજ માટે વિશેષ જાહેરાતો કરવા નાણાંપ્રધાનને પત્ર લખી કરાઈ રજૂઆત

આ પણ વાંચો: રાજકોટ એન્જીનીયરીંગ ઉદ્યોગને બુસ્ટર આપવા એક્સપોર્ટ ઇનસેન્ટિવ જરૂરી

આ પણ વાંચો: અલગ હીરા ઉદ્યોગ મંત્રાલય સહિતની મહત્ત્વની માગ મૂકતો અમરેલી હીરા ઉદ્યોગ

ક્રેડિટ કાર્ડ અંતર્ગત ધિરાણની મર્યાદામાં વધારો થાય

જયેશ પટેલે વધુમાં જણાવ્યું છે કે, દૂધ સહકારી મંડળીઓને કાયદામાંથી મુક્તિ આપવામાં આવે. કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ધિરાણની મર્યાદામાં વધારો કરવાની સાથે ખેડૂતોને કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોને ખાતામાં વાર્ષિક 6 હજાર આપવાની મર્યાદા વધારીને 10 હજાર કરવામાં આવી જોઈએ.

Last Updated :Jan 31, 2022, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.