ETV Bharat / city

Pre Budget 2022 : રાજકોટ એન્જીનીયરીંગ ઉદ્યોગને બુસ્ટર આપવા એક્સપોર્ટ ઇનસેન્ટિવ જરૂરી

author img

By

Published : Jan 28, 2022, 5:57 PM IST

કેન્દ્રીય બજેટ(Pre Budget 2022 )માં રાહતની રાજકોટના ઉદ્યોગકારોને ઘણી બધી આશા અપેક્ષાઓ છે. આ અંગે વાત કરતાં એન્જીનીયરીંગ એસોસિએશનના પ્રમુખે એકસપોર્ટ ઇન્સેન્ટિવ વધારવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

Pre Budget 2022 : રાજકોટ એન્જીનીયરીંગ ઉદ્યોગને બુસ્ટર આપવા એક્સપોર્ટ ઇનસેન્ટિવ જરૂરી
Pre Budget 2022 : રાજકોટ એન્જીનીયરીંગ ઉદ્યોગને બુસ્ટર આપવા એક્સપોર્ટ ઇનસેન્ટિવ જરૂરી

રાજકોટ: આગામી દિવસોમાં કેન્દ્રીય બજેટ (Central Budget 2022 - 23) જાહેર થવાનું છે. ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીનો સામનો કરતા ઉદ્યોગકારોને આ બજેટથી ઘણી બધી (Pre Budget 2022 ) આશા અપેક્ષાઓ છે. આ અંગે રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશનના પ્રમુખ સાથે વાતચીત (Rajkot Engineering Association Demand) કરવામાં આવી હતી.

જીએસટી સ્લેબ્લ અને એક્સપોર્ટ ઇન્સેન્ટીવ મુખ્ય મુદ્દા

આ પણ વાંચોઃ Pre Budget 2022: ભાવનગરના અલંગ ઉદ્યોગમાં આવનાર બજેટમાં કયા પ્રકારની કરાઇ માગ જાણો તે બાબતે...

GST 12 અને 18 ટકાના સ્લેબમાંથી 15 ટકા કરવો જોઈએ

રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશનના (Rajkot Engineering Association Demand)પ્રમુખ એવા પરેશભાઈ વાસાણીએ (Pre Budget 2022 ) બજેટ અંગે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર (Central Budget 2022 - 23) દ્વારા સૌપ્રથમ ટેક્સમાં રાહત આપવી જોઈએ. જેમાં વિશેષમાં જોઈએ તો નાના ઉદ્યોગો માટે કાચા માલની ખરીદી અને ફિનિશ ગુડસના વેચાણમાં આ બજ્જે સ્લેબ એટલે કે 12 ટકા અને 18 ટકા આવતા હોવાથી ટેક્સ ક્રેડિટ સરકાર પાસે જમા રહે છે. જેના રાવ કેપિટલ મૂડી બ્લોક થવાના કારણે વેપાર ધંધામાં નાણાંની કટોકટી સર્જાય છે. જેના કારણે મોટાભાગના પ્રોડક્ટ સેગમેન્ટને ધ્યાનમાં રાખીને 12 ટકા અને 18 ટકાના સ્લેબને એકીકૃત કરીને 15 ટકા કરવામાં આવે.

આ પણ વાંચોઃ Pre Budget 2022-23: ડાયમંડ જ્વેલરી ઉદ્યોગને વેપારમાં સાનુકૂળ ટેક્ષ માળખું આપવા કેન્દ્રમાં પ્રી-બજેટ રજૂઆત

એક્સપોર્ટ ઇન્સેન્ટીવ વધારવા જરૂરી

હાલમાં એન્જીનીયરીંગ ઉદ્યોગને રાહત આપવા માટે તેમજ એક્સપર્ટ નવા પ્રોત્સાહન આપવા માટે DEPBની જેમ મહત્તમ એક્સપોર્ટ ઇનસેટીવ જેવા કે ડ્યુટી એકસંપશન તેમજ ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ દ્વારા નાણાકીય સહાય જરૂરી છે. તેમજ ઇન્કમ ટેક્સમાં ડિવિડન્ડ આવક ટેક્સ ફ્રી કરવી પણ (Central Budget 2022 - 23) જરૂરી છે. આ સાથે જ MSME એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ઇફેકટિવ પેકેજ પણ કેન્દ્રીય બજેટમાં જાહેર કરવામાં આવે તેવી એન્જીનીયરીંગ એસોસિએશનની (Pre Budget 2022 ) માગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.