ETV Bharat / city

સુરત જિલ્લાના SP ઉષા રાડાએ સંકટ મોચન બની આત્મહત્યા કરવા જતા 20 લોકોનો બચાવ્યો જીવ

author img

By

Published : Nov 20, 2021, 11:47 AM IST

લૉકડાઉન (Lockdown) દરમિયાન અનેક પોલીસકર્મીઓએ જરૂરિયાતમંદ લોકોને મદદ કરી તેમની સેવા કરી હતી. આમાંથી એક પોલીસકર્મી છે સુરત ગ્રામ્ય પોલીસ વડાં ઉષા રાડા (Surat Rural SP Usha Rada). તેમણે પણ કોરોના કાળમાં (Corona Period) અનેક સેવાકીય પ્રવૃત્તિઓ (Service activity) કરી હતી, જેના કારણે એક સંસ્થાએ તેમને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ (The prestigious Scotch Award) આપ્યો છે. ત્યારે પોલીસ બેડામાં આ અંગે હર્ષની લાગણી ફેલાઈ છે. ઉષા રાડાએ 'થોભો જીવન અમૂલ્ય છે' નામનું અભિયાન પણ શરૂ કર્યું છે. આ અભિયાનના માધ્યમથી અત્યાર સુધી 20 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.

સુરત જિલ્લાના SP ઉષા રાડાએ સંકટ મોચન બની આત્મહત્યા કરવા જતા 20 લોકોનો બચાવ્યો જીવ
સુરત જિલ્લાના SP ઉષા રાડાએ સંકટ મોચન બની આત્મહત્યા કરવા જતા 20 લોકોનો બચાવ્યો જીવ

  • સુરત ગ્રામ્ય પોલીસ વડાં ઉષા રાડાને (Surat Rural SP Usha Rada) મળ્યો એવોર્ડ
  • ઉષા રાડાને એક સંસ્થાએ પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડથી (Scotch Award) કર્યા સન્માનિત
  • ઉષા રાડાએ (Usha Rada) લૉકડાઉન (Lockdown) દરમિયાન જરૂરિયાતમંદોને કરી હતી મદદ
  • ઘરે ઘરે અનાજ અને દવાની કીટ (Grain and medicine kit) પહોંચાડવાની કરી હતી કામગીરી
  • લોકો આત્મહત્યા ન કરે તે માટે 'થોભો જીવન અમૂલ્ય છે' અભિયાન (Thobho Jivan Amulya Chhe Campaign) હાથ ધર્યું
  • આ અભિયાન થકી 20 જેટલા લોકોના જીવ બચાવ્યા

સુરતઃ ગ્રામ્ય પોલીસ વડાં ઉષા રાડા (Surat Rural SP Usha Rada) પોતાના કડક સ્વભાવના કારણે જાણીતા છે, પરંતુ બીજી તરફ તેમણે કોરોના કાળમાં (Corona Period) અનેક સેવાકીય પ્રવૃત્તિ (Service activity) પણ કરી હતી. આ સાથે જ તેમનો લાગણીશીલ સ્વભાવ પણ લોકોની સામે આવી ગયો છે. કોરોના કાળમાં (Corona Period) અનેક લોકોના ધંધા-રોજગાર પડી ભાંગ્યા હતા. તે દરમિયાન અનેક લોકોને ખાવાપીવાની પણ તકલીફ પડી ગઈ હતી. આવા કપરા સમયે લોકોની મદદે આવ્યા હતા ઉષા રાડા. તેમણે જરૂરિયાતમંદોને જીવનજરૂરી ચીજવસ્તુઓ અને દવાની કિટ પહોંચાડી હતી.

ઉષા રાડાએ 'થોભો જીવન અમૂલ્ય છે' નામનું અભિયાન પણ શરૂ કર્યું છે

આ પણ વાંચો- કરમસદમાં પ્રાણવાયું માટે તરફડતા દર્દી માટે 108 એમ્બ્યુલન્સ બની જીવાદોરી

ઉષા રાડાએ અત્યાર સુધી 20 લોકોના જીવ બચાવ્યા

બીજી તરફ લૉકડાઉનમાં (Lockdown) આત્મહત્યાના (Suicide) બનાવો વધી રહ્યા હતા. ત્યારે ગ્રામ્યમાં આત્મહત્યાના કેસ (Suicide Cases) ઘટે માટે ગ્રામ્ય પોલીસ વડાએ 'થોભો જીવન અમૂલ્ય છે' (Thobho Jivan Amulya Chhe Campaign) નામનું અભિયાન હાથ ધર્યું હતું. તેમણે અત્યાર સુધી 20 જેટલા લોકોના જીવ બચાવ્યા છે. તો તેમના આ કાર્યોની નોંધ લઈને એક સંસ્થાએ ઉષા રાડાને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ત્યારે ગ્રામ્ય પોલીસ વડાને એવોર્ડ મળતા ગ્રામ્ય પોલીસમાં (Rural Police) હર્ષની લાગણી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે,જ્યારથી સુરત ગ્રામ્ય પોલીસ વડાનો ચાર્જ ઉષા રાડાએ (Surat Rural SP Usha Rada) લીધો છે. ત્યારથી ગ્રામ્ય વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં (Criminal activities) ધરખમ ઘટાડો થયો છે અને પોલીસનું મોરલ વધ્યું છે.

આ પણ વાંચો- મહીસાગરમાં 108 સેવા દ્વારા સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો

ઉષા રાડાએ અનેક લોકોને નવી રાહ ચીંધી છે

કોરાના કાળમાં (Corona Period) એક પછી એક વાર લૉકડાઉન (Lockdown) થતા લોકોના ધંધા બંધ થઈ ગયા હતા, જેના કારણે ઘરેલુ હિંસા (Domestic violence) પણ વધી હતી. આ તમામથી કંટાળી કેટલાક લોકોએ તો આત્મહત્યા (Suicide) પણ કરી લીધી હતી. ત્યારે આત્મહત્યાના કેસ ઘટાડવા માટે જ ગ્રામ્ય પોલીસ વડાંએ 'થોભો જીવન અમૂલ્ય છે'નું અભિયાન (Thobho Jivan Amulya Chhe Campaign) શરૂ કર્યું હતું. આ અભિયાનમાં તેમણે પોતાના તાબાના 4 પોલીસ ઈન્સ્પેક્ટરને પણ કામે લગાવ્યા હતા. આ સાથે જ એન્ટી સ્યુસાઈડ હેલ્પલાઈનમાં (Anti Suicide Helpline) પોતાનો પણ નંબર આપી ગ્રામ્યમાં ઠેર ઠેર બેનરો લગાવી દીધા હતા. જે પણ લોકો આત્મહત્યા (Suicide) કરવાનું વિચારે એ લોકો હેલ્પલાઈન નંબર પર ફોન કરતા અને તેમનો ફોન ઉષા રાડા જાતે જ ઉપાડતાં હતાં. ત્યારબાદ તેઓ તેમની સમસ્યાનો નિવારણ લાવતાં હતાં. આમ, આ અભિયાન થકી તેમણે ઘણાના જીવ બચાવ્યા અને ઘણા લોકોને નવી રાહ ચીંધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.