ETV Bharat / city

આ વર્ષે માર્કેટમાં ચાઈનીઝ પ્રોડક્ટનું વેચાણ 40 ટકા સુધી ઘટ્યું, ચીનને 55,000 કરોડનું નુકસાન થયું : CAIT

author img

By

Published : Nov 2, 2021, 6:22 PM IST

છેલ્લાં એક વર્ષથી ચાઈનીઝ પ્રોડક્ટ સામે કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ( CAIT) દ્વારા ભારતભરમાં અભિયાન છેડવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં ચાઈનીઝ કંપનીઓને 55 હજાર કરોડનું નુકસાન થયું છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ ચાઈનીઝ પ્રોડક્ટ સામે થયેલી ઝુંબેશની અસર જોવા મળી છે.

આ વર્ષે માર્કેટમાં ચાઈનીઝ પ્રોડક્ટનું વેચાણ 40 ટકા સુધી ઘટ્યું, ચીનને 55,000 કરોડનું નુકસાન થયું : CAIT
આ વર્ષે માર્કેટમાં ચાઈનીઝ પ્રોડક્ટનું વેચાણ 40 ટકા સુધી ઘટ્યું, ચીનને 55,000 કરોડનું નુકસાન થયું : CAIT

  • તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં ચાઈનીઝ કંપનીઓને 55 હજાર કરોડનું નુકસાન
  • દક્ષિણ ગુજરાતમાં પણ ચાઈનીઝ પ્રોડક્ટ સામે થયેલી ઝુંબેશની અસર જોવા મળી
  • દેશભરમાં ચાઈનીઝ વસ્તુઓના વપરાશ સામે ઝૂંબેશ છેડી હતી

સુરત : ગત વર્ષની સરખામણીએ 40 ટકા ઓછું ચાઈનીઝ પ્રોડક્ટનું વેચાણ થયાનો મત વ્યક્ત કરવામાં આવ્યો છે. સર્વે બાદ પરિણામ જાહેર કરવામાં CAITના પ્રતિનિધિઓએ આ મત વ્યક્ત કર્યો છે. કોરોનાની મહામારીના કારણે ગુજરાતમાં ચાઈનીઝ વસ્તુઓની સુરત અને દક્ષિણ ગુજરાતમાં ઓછી ખરીદી થઈ હોવાનું સામે આવ્યું છે.ચીનના ઉદ્યોગોને મોટી અસર થઈ છે.

ચાઈનીઝ પ્રોડક્ટ સામે ઝુંબેશ ચલાવાઈ હતી

CAIT ના ગુજરાત ચેપ્ટરના સેક્રેટરી બરકત પંજવાનીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં વડાપ્રધાન મોદી દ્વારા આત્મનિર્ભર ખરીદી અને ચાઈનીઝ પ્રોડક્ટ સામે ઝુંબેશ ભારતનું સૂત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પણ કૈટની નેશનલ ટીમે હજારો વેપારીઓને મોટો લાભ થયો હતો તેના દ્વારા દેશભરમાં ચાઈનીઝ વસ્તુઓના વપરાશ સામે ઝુંબેશ છેડી હતી.

દક્ષિણ ગુજરાતમાં પણ ચાઈનીઝ પ્રોડક્ટ સામે થયેલી ઝુંબેશની અસર જોવા મળી

CAIT ની ઝુંબેશની અસરથી ખરીદી ઘટી

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે પણ દક્ષિણ ગુજરાતમાં CAITની ઝુંબેશથી મોટી અસર પડી છે. ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, લાઈટિંગ, રમકડા, ફટાકડા, ફર્નિશિંગ અને હાર્ડવેર વસ્તુઓમાં ચાઈનીઝ કંપનીઓની વસ્તુઓ વધુ ખરીદી થતી હતી. તેમાં આ વખતે સીધી 40 ટકા ઓછી ખરીદી થઈ છે. આ વખતે 55 હજાર કરોડ રૂપિયાનું નુકસાન ચાઇનાને થયું છે. દિવાળીના તહેવાર માટે થતી ખરીદીનો સીધો લાભ સુરતના વેપારીઓ પૂરતો મેળવી શક્યાં છે.

આ પણ વાંચોઃ આ વખતે ભારતીયો ઉજવશે ચીન ફ્રી દિવાળી, ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાની સરકારની વિચારણા

આ પણ વાંચોઃ CAIT દ્વારા ચીનના સામાનની બહિષ્કારની જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.