ETV Bharat / city

Omicron Entry in Surat: સાઉથ આફ્રિકાથી આવેલા હીરાના વેપારીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો

author img

By

Published : Dec 13, 2021, 10:18 PM IST

સુરતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી (Omicron Entry in Surat) થઇ ગઈ છે. વરાછામાં એમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે. 3 ડિસેમ્બરના રોજ સાઉથ આફ્રિકાથી આવેલા હીરાના વેપારીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ (Omicron positive) આવ્યો છે. આશ્ચર્યની વાત છેે કે, સપ્તાહ પહેલા જયારે આફ્રિકાથી આવેલા પ્રવાસીનો ભારત પરત ફરતાં સમયે દિલ્હીમાં પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં રીપોર્ટ નેગેટિવ આવ્યો. ત્રીજીવાર સુરતમાં કોરોના ટેસ્ટ કરાવતા ઓમિક્રોન પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.પરિવારજનોના ટેસ્ટિંગ કરવામાં આવતા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Omicron Entry in Surat: સાઉથ આફ્રિકાથી આવેલા હીરાના વેપારીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો
Omicron Entry in Surat: સાઉથ આફ્રિકાથી આવેલા હીરાના વેપારીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો

  • ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 42 વર્ષના પુરુષને ઓમિક્રોન પોઝિટિવ
  • 3 તારીખે સાઉથ આફ્રિકાથી આવ્યો હતો શખ્સ
  • લક્ષણ જણાતા સેમ્પલ જીનોમ સિક્વન્સીંગમાં મોકલાયા

સુરત: ગુજરાતના જૂનાગઢમાં એમિક્રોનમાં 3 કેસ બાદ સુરતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી (Omicron Entry in Surat) થઇ ગઈ છે. વરાછામાં એમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે. 3 ડિસેમ્બરના રોજ સાઉથ આફ્રિકાથી આવેલા હીરાના વેપારીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ (Diamond trader from South Africa reports Omicron positive) આવ્યો છે.

લક્ષણ જણાતા સેમ્પલ જીનોમ સિક્વન્સીંગમાં મોકલાયા

સુરતના વરાછા ઝોનમાં અશ્વિની કુમાર રોડ પર રહેતા ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 42 વર્ષના પુરુષ 3 તારીખે સાઉથ આફ્રિકાથી આવ્યો હતો. જેને શંકાસ્પદ કોરોનાના લક્ષણ જણાતા તેના સેમ્પલ જીનોમ સિક્વન્સીંગ માટે મોકલાયા હતા. જેમાં તેને થયેલો કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ (Omicron variant of corona in surat) હોવાનું બહાર આવ્યું છે. તેના કારણે તેંમના સંપર્કમાં આવેલ અને ઘરના તમામ લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

ત્રીજીવાર કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ઓમિક્રોન પોઝિટિવ

આશ્ચર્યની વાત છેે કે, સપ્તાહ પહેલા જયારે આફ્રિકાથી આવેલા પ્રવાસીનો ભારત પરત ફરતાં સમયે દિલ્હીમાં પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં રીપોર્ટ નેગેટિવ આવ્યો, ત્યારબાદ અમદાવાદમાં પણ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો પણ પરત આવ્યા બાદ ત્રીજીવાર સુરતમાં કોરોના ટેસ્ટ કરાવતા ઓમિક્રોન પોઝિટિવ (Omicron positive) હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યુ કે, હાલ આ દર્દી સુરતની ખાનગી હોસ્પિટલમાં છે અને તેની તબિયત સ્થિર હોવાની માહિતી મળી છે.

પરિવારજનોના ટેસ્ટિંગ કરવામાં આવતા તમામના રિપોર્ટ નેગેટિવ

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉ.આશિષ નાયકે જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકાથી પરત આવેલા 42 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા જીનોમ સિક્વન્સીંગ કરાવતા ઓમિક્રોન પોઝિટિવ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે તેના પરિવારના લોકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવતા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

62થી વધુ દર્દીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉ.આશિષ નાયકે કહ્યું કે, સરકારની સૂચના અને કોરોનામાં કયો વોરિયન્ટ છે તે જાણવા માટે કોરોના પોઝિટિવ તમામ દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સીંગ ટેસ્ટ માટે પુના અને અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. ગત દિવસોમાં સિટીમાં કોરોના પોઝિટિવ આવેલા 62થી વધુ દર્દીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેમાં સ્મીમેર હોસ્પિટલમાંથી 36 અને નવી સિવિલ હોસ્પિટલમાંથી 26 દર્દીના સેમ્પલ મોકલાયા છે.

આ પણ વાંચો: Surat Omicron Alert: સુરતમાં આજદિન સુધી કુલ 62 જેટલા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યા

આ પણ વાંચો: Surat Taste Of India Restaurant: પાકિસ્તાનના આ બેનર લાગતા હિન્દૂ સંગઠનો અકળાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.