ETV Bharat / city

NPCILના સ્વદેશી ડિઝાઈન કરેલા 700 MWe રિએક્ટર એન્ડ શિલ્ડ રવાના, હરિયાણામાં કરાશે સ્થાપિત

author img

By

Published : Aug 14, 2021, 12:04 PM IST

હેવી એન્જિનીયરિંગ કંપની લાર્સન એન્ડ ટૂબ્રોએ NPCILના સ્વદેશી ડિઝાઈન કરેલા 700MWe પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (PHWR) માટે બીજા એન્ડ શિલ્ડને રવાના કરી હતી, જે હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં ગોરખપુર હરિયાણા અનુવિદ્યુત પરિયોજના (GHAVP)માં સ્થાપિત થશે. આ સમારંભ L&Tના હરિઝા ઉત્પાદન સંકુલમાં NPCIL અને L&Tના મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો.

NPCILના સ્વદેશી ડિઝાઈન કરેલા 700 MWe રિએક્ટર એન્ડ શિલ્ડ રવાના, હરિયાણામાં કરાશે સ્થાપિત
NPCILના સ્વદેશી ડિઝાઈન કરેલા 700 MWe રિએક્ટર એન્ડ શિલ્ડ રવાના, હરિયાણામાં કરાશે સ્થાપિત

  • 700MWe પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર્સ (પીએચડબલ્યુઆર) માટે બીજા એન્ડ-શીલ્ડને રવાના
  • હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં ગોરખપુર હરિયાણા અનુવિદ્યુત પરિયોજના (GHAVP)માં સ્થાપિત થશે
  • રેડિયેશન ક્ષેત્ર (Radiation field)ને અટકાવવા ઉપયોગ થતા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર ન્યૂક્લિઅર પાવર રિએક્ટર્સ (PHWR)નો મહત્વપૂર્ણ ભાગ


સુરતઃ હેવી એન્જિનીયરિંગ કંપની લાર્સન એન્ડ ટૂબ્રોએ NPCILના સ્વદેશી ડિઝાઈન કરેલા 700MWe પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (PHWR) માટે બીજા એન્ડ શિલ્ડને રવાના કરી હતી, જે હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં ગોરખપુર હરિયાણા અનુવિદ્યુત પરિયોજના (GHAVP)માં સ્થાપિત થશે. આ સમારંભ L&Tના હરિઝા ઉત્પાદન સંકુલમાં NPCIL અને L&Tના મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો.

આ પણ વાંચો- સ્ક્રેપ પોલિસી: જૂના વાહનોને ભંગાર જાહેર કરવા પર તેના માલિકને કેટલો ફાયદો થશે?

નિર્ધારિત સમયગાળાના 3 મહિના અગાઉ આ મહત્વપૂર્ણ ઉપકરણની ડિલિવરી

L&T હેવી એન્જિનિયરિંગના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ અને હેડ અનિલ વી. પરબે જણાવ્યું હતું કે, અમે L&Tમાં વિશ્વાસ મૂકવા બદલ NPCILનો આભાર માનીએ છીએ, જેણે ભારતના પરમાણુ કાર્યક્રમ (Nuclear program)ની શરૂઆતથી એનો ભાગ બનવાની તક આપી છે. અમને કોવિડ-19 મહામારી વચ્ચે પણ નિર્ધારિત સમયગાળાના 3 મહિના અગાઉ આ મહત્ત્વપૂર્ણ ઉપકરણની ડિલિવરી કરવાનો ગર્વ છે. L&T સંપૂર્ણપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના ‘આત્મનિર્ભર ભારત’ (Self-reliant India)ના વિઝન પ્રત્યે કટિબદ્ધ છે. કંપનીએ એના નિર્ધારિત સમયગાળા અગાઉ 10x700 MWe PHWR ફ્લિટ પ્રોગ્રામ અંતર્ગત 12 સ્ટીમ જનરેટર્સ રવાના કર્યા છે.
આ પણ વાંચો- સુરતમાં L એન્ડ Tએ વિશ્વના સૌથી ભારે એલસી-મેક્સ રિએક્ટર્સને લીલી ઝંડી આપી

ન્યૂક્લિઅર ઉત્પાદન ઉદ્યોગમાં નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો

L&T હેવી એન્જિનીયરિંગે માર્ચ 2021માં GHAVP ન્યૂક્લિઅર પાવર પ્રોજેક્ટ (Nuclear power project) માટે પ્રથમ 700MWe સ્ટીમ જનરેટર રવાના કર્યું હતું, જેણે 36 મહિનામાં જટિલ ઉપકરણનું નિર્માણ કરીને ન્યૂક્લિઅર ઉત્પાદન ઉદ્યોગમાં નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો હતો. L&T રિફાઈનરી, ઓઈલ એન્ડ ગેસ, પેટ્રોકેમિકલ, ખાતર અને પરમાણુ ઊર્જા ઉદ્યોગમાં વૈશ્વિક કંપનીઓને હેવી એન્જિનિયરિંગ હાઈ ટેકનોલોજી રિએક્ટર્સ અને સિસ્ટમ્સ પૂરી પાડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.