ETV Bharat / city

સુરતના કારણે વિદેશના લોકો પહેલી વાર શીખી રહ્યા છે યોગ ગરબા

author img

By

Published : Sep 12, 2022, 1:04 PM IST

સુરતના કારણે અમેરિકામાં વસતા હજારો લોકો નવરાત્રી પહેલા (Navratri in USA) યોગ ગરબા શીખી રહ્યા છે. અમેરિકાના 6 શહેરોમાં રહેતા વિવિધ સમાજના લોકો માટે ખાસ વર્કશોપનું આયોજન કરાયું છે. જેમાં દોઢ હજારથી વધુ લોકોને સુરતના એનિષ રંગરેજ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. USA Yoga Garba Course, Yoga Garba Course Trainer of Surat

સુરતના કારણે વિદેશના લોકો પહેલી વાર શીખી રહ્યા છે યોગ ગરબા
સુરતના કારણે વિદેશના લોકો પહેલી વાર શીખી રહ્યા છે યોગ ગરબા

સુરત અમેરિકાના હ્યુસ્ટન, ન્યુજર્સી, નાસવીલે, ફ્લોરિડા, સેન એન્ટોનિયો, પ્લાનો ડલ્લાસ શહેરના ભારતીયો હાલ ગરબાના (Navratri in USA) રંગમાં રંગાઈ ગયા છે. આ શહેરોમાં મોટાપાયે નવરાત્રીનું આયોજન થતું હોય છે અને આ વખતે નવરાત્રીમાં તેઓ ગરબાની રમત સાથે ફીટ રહેવા પણ માંગે છે. આ જ કારણ છે કે આ શહેરના લોકો હાલ ખાસ યોગ ગરબા શીખી રહ્યા છે. યોગ ગરબાની ટ્રેનિંગ આપવા માટે સુરતના ટ્રેનર પોતે આ શહેરોમાં વર્કશોપ લઈ રહ્યા છે. આમ તો ગરબાના અવનવા (Navratri in Surat 2022) સ્ટેપ જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે જે રીતે સંપૂર્ણ વિશ્વમાં યોગની પ્રસિદ્ધિ થઈ છે. તેના કારણે યોગ ગરબા શીખવાની ડિમાન્ડ હાલ વિદેશોમાં પણ જોવા મળી રહી છે.

સુરતના કારણે વિદેશના લોકો પહેલી વાર શીખી રહ્યા છે યોગ ગરબા

શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણ લાભ એનિષ રંગરેજે સુરત યુનિવર્સિટી ખાતે યોગ ગરબાનો (garba navratri 2022 date) કોર્સ પણ ચલાવે છે અને સાથે ફિઝિયોથેરાપીસ્ટ, બે સાયકોલોજીસ્ટ, સાઇકલો થેરાપીસ્ટ અને એક યોગ થેરાપિસ્ટની સલાહથી તેમને આ યોગ ગરબાનો કોન્સેપ્ટ તૈયાર કર્યો છે. એનિશ રંગરેજે જણાવ્યું હતું કે, યોગ ગરબાના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણ લાભ છે. શારીરિક ફાયદા (Yoga Garba Benefits) જેવા કે, શરીર તંદુરસ્ત રહેવું, બ્લડનું સર્ક્યુલેશન બરાબર થવું, સ્નાયુઓ મજબૂત બનવા, શરીર ફ્લેક્સીબલ થવું અને સાથે માનસિક ફાયદા જેવા કે તણાવ મુક્ત જીવન બનાવવું, હકારાત્મકતા આવવી, એકાગ્રતા વધવી, સર્જનાત્મકતા વધવી અને મુખ્યત્વે રોગમુક્ત જીવન બનાવવામાં મદદરૂપ થઇ શકે છે.(America Navratri 2022)

યોગ ગરબા
યોગ ગરબા

પોતાના સંસ્કૃતિ સાથે જોડાઈ રહ્યા છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે એમાં ભગવાનના શબ્દો અને ભજન વાપરવામાં આવતું હોય છે. જેના કારણે આધ્યાત્મિક રીતે પણ લોકોને લાભ થાય છે જ્યારે અમે અમેરિકામાં એક્ટિવિટી કરાવી રહ્યા છે તો લોકો ખૂબ જ આનંદિત છે કારણ કે, અમેરિકામાં પ્રથમવાર લોકોએ ગરબા અને યોગનો કોમ્બિનેશન જોયું છે. જેના કારણે તેઓ પોતાના સંસ્કૃતિ સાથે જોડાઈ રહ્યા છે તેઓ આ પણ વિચારી રહ્યા છે કે જો આ અમે રોજ કરીએ તો અમારે માટે લાભકારી સિદ્ધ થશે. USA Yoga Garba Course, Yoga Garba Course Trainer of Surat,

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.