નોરતામાં વરસાદ બનશે વિલન, હવામાન ખાતાએ ખેલૈયાઓ માટે માઠા વાવડ આપ્યા

author img

By

Published : Aug 30, 2022, 6:03 PM IST

નોરતામાં વરસાદ બનશે વિલન, ખેલૈયાઓ માટે માથા વાવડની આગાહી

ગુજરાતભરમાં મેઘરાજાએ આ વખતે ભારે બેટિંગ કરી હતી. એવામાં આ વખતે કોરોનાની ઓછી અસરને કારણે ગરબા ખૈલાયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. લોકોએ ગરબા પ્રેકટીસ પણ શરુ કરી દીધી છે. છતાં હજુ આગામી સમયમાં હવામાન વિભાગના નિષ્ણાંતનું શું કેહવું છે અને ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ ધડબડાટી બોલાવી તે જોઈએ આ અહેવાલમાં. Weather forecast Update 2022 Navratri Festival Weather Meteorological Department

અમદાવાદ ગુજરાતમાં નવરાત્રી યોજાવા જઇ રહી છે. આ વખતે નવરાત્રિના ઉત્સાહમાં (Navratri Festival 2022) કોરોના નહીં, પરંતુ વરસાદ હવે વિલન બની શકે છે. કારણ કે, હવામાન નિષ્ણાંત આ વર્ષે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. આ વર્ષે તારીખ 26 સપ્ટેમ્બર 2022 એટલે કે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આસો સુદ એકમના રોજ સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

ગરબા રસિકોમાં એક પ્રકારનો થનગનાટ જોવા મળી રહ્યો છે. અત્યારથી જ લોકોએ ગરબા પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઇને કરેલી આગાહી મુજબ શક્ય છે કે કદાચ મેઘરાજા આ વર્ષે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તો નવાઇ નહીં.

લોકોએ કરી ગરબા પ્રેક્ટિસ શરૂ આ વર્ષના ગરબા રસિકોમાં એક પ્રકારનો થનગનાટ જોવા મળી રહ્યો છે. અત્યારથી જ લોકોએ ગરબા પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. હવામાન વિભાગે (Weather Meteorological Department) વરસાદને લઇને કરેલી આગાહી (Weather forecast Update 2022 ) મુજબ શક્ય છે. મેઘરાજા આ વર્ષે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તો નવાઈ નહીં. કારણ કે, આગામી 4 દિવસ વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો ગુજરાતમાં આ વર્ષે સો ટકા વરસાદ, રાજ્યના જળાશયોમાં પાણીની મોટી આવક

હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં એકવાર ફરી આગામી 4 દિવસ સારો એવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આ આગાહી મુજબ, રાજ્યમાં દક્ષિણ ગુજરાત (South Gujarat and Saurashtra Weather Update ) અને સૌરાષ્ટ્રમાં (Weather forecast in South Gujarat ) સારો એવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે. સારો એવો વરસાદ રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી દક્ષિણ ગુજરાતમાં (Weather forecast in South Gujarat) સુરત, નવસારી, તાપી અને ડાંગમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. એ સિવાય છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે. ગઈકાલે લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાએ પધરામણી કરી હતી.

આ પણ વાંચો વરસાદના ત્રીજા રાઉન્ડ બાદ રાજ્યમાં હવે માત્ર 2 ટકા વરસાદની ઘટ, રાહત કમિશનરે આપી માહિતી

આ વિસ્તારોમાં વરસાદનું આગમન ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયાના વિરામ બાદ ગઇકાલે રાજ્યમાં ફરી મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી હતી. ગઈકાલે વડોદરામાં (Heavy rain in Vadodara) એક સપ્તાહના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. શહેરના કારેલીબાગ, સમા, નિઝામપુરા, સયાજીગંજ, રાવપુરા, અલકાપુરી વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. અઠવાડિયાના વિરામ બાદ વરસાદનું આગમન થતાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.