ETV Bharat / city

અમેરિકામાં ચમક્યો સુરતી હીરો, વિશ્વના સૌથી મોટા ડાયમંડને જોતા જ ચોંકી ઊઠશો

author img

By

Published : Jun 13, 2022, 11:25 AM IST

Updated : Jun 13, 2022, 12:33 PM IST

સુરતની ડાયમંડ કંપનીએ બનાવેલો વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ (largest Labgron diamond of world) અત્યારે અમેરિકાના એક્ઝિબિશનમાં મૂકાયો (Diamond of Surat in American Exhibition) છે. આ સાથે જ આ ડાયમંડ ચારે તરફ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો શું છે આ ડાયમંડની વિશેષતા તે અંગે (Specialty of Labgron Diamond) જોઈએ આ અહેવાલ.

અમેરિકામાં ચમક્યો સુરતી હીરો, વિશ્વના સૌથી મોટા ડાયમંડ જોતા જ ચોંકી ઊઠશો
અમેરિકામાં ચમક્યો સુરતી હીરો, વિશ્વના સૌથી મોટા ડાયમંડ જોતા જ ચોંકી ઊઠશો

સુરતઃ સુરતીલાલાઓ માટે ગર્વના સમાચાર આવ્યા છે. કારણ કે, સુરતની ડાયમંડ કંપનીએ બનાવેલો વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ (largest Labgron diamond of world) અત્યારે અમેરિકાના એક્ઝિબિશનમાં મૂકવામાં (Diamond of Surat in American Exhibition) આવ્યો છે. લેબમાં તૈયાર સૌથી વધુ 30.18 કેરેટના આ હીરાને જોઈ લોકો પણ આશ્ચર્યમાં છે. કારણ કે, આ નેચરલ ડાયમંડ નહીં, પરંતુ લેબ્રોરેટરીમાં તૈયાર ડાયમંડ છે. ઈન્ટરનેશનલ જિમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ (International Gemological Institute IGI) દ્વારા વિશ્વના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડનું સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે.

ઈન્ડસ્ટ્રીને વેગ આપવા તૈયાર કરાયો લેબગ્રોન ડાયમંડ

ઈન્ડસ્ટ્રીને વેગ આપવા તૈયાર કરાયો લેબગ્રોન ડાયમંડ - નેચરલ ડાયમંડના કટિંગ અને પોલિશિંગમાં ખ્યાતિપ્રાપ્ત સુરત હવે લેબ તૈયાર લેબગ્રોન ડાયમંડ માટે (largest Labgron diamond of world) પણ વિશ્વ વિખ્યાત થઈ ગયું છે. છેલ્લા 5 વર્ષમાં સુરતથી ડાયમંડની નિકાસમાં (Increase in diamond exports from Surat) 5 ગણો વધારો નોંધાયો છે. તો બીજી તરફ આ ઈન્ડસ્ટ્રીને વધુ વેગ આપવા સુરતના ઉદ્યોગકાર દ્વારા એક ખાસ લેબગ્રોન ડાયમંડ (largest Labgron diamond of world) તૈયાર કરવામાં આવ્યો છે. આ ડાયમંડ સૌથી વધુ 30.18 કેરેટનો છે. સુરતની હીરા કંપનીએ બનાવેલા વિશ્વના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડને 10થી 13 જૂન સુધી અમેરિકાના લાસ વેગસમાં યોજાનારા વેટિકન જેસીકે લાસ વેગાસ શૉમાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે. હીરો વીએસટૂ ક્લેરિટી ધરાવે છે અને IIA રફ ક્રિસ્ટલમાંથી તૈયાર કરાયો છે..

આ પણ વાંચો- Rough prices announced by DTC site : એક તો રફ ડાયમંડની અછત ને બીજીબાજુ ડીટીસી સાઈટે આવા ભાવ જાહેર કર્યાં !

4 અઠવાડિયામાં આ ડાયમંડને તૈયાર કરાયો - હીરા કંપનીના માલિક કિશોર વીરાણીએ આ અંગે જણાવ્યું હતું કે, આ એમરલ્ડ કટ લેબગ્રોન ડાયમંડ છે, જેને વિશ્વના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડનું સર્ટિફિકેટ મળ્યું છે. ઈન્ટરનેશનલ જિમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટે (International Gemological Institute IGI) વિશ્વના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડનું સર્ટિફિકેટ આપ્યું છે. આ ડાયમંડ ગ્રીન ડાયમંડ છે. આ કોઈ હીરાની ખાણમાંથી નહીં, પરંતુ લેબ્રોરેટરીમાં તૈયાર ડાયમંડ છે. અત્યારે ગ્રીન ડાયમંડની ડિમાન્ડ આંતરાષ્ટ્રીય બજારમાં (largest Labgron diamond of world) વધારે છે. જ્યારે આ ડાયમંડને 4 અઠવાડિયામાં તૈયાર કરાયો છે. હીરાને કેમિકલ વેપોર ડિપોઝિશન પ્રોસેસથી તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- પ્રથમ વખત દેશના સૌથી મોટા લૂઝ ડાયમંડ એક્સીબિશનમાં રશિયાના હીરાની ગેરહાજરી

વિશ્વના પ્રથમ 17 કેરેટના ક્રોસ લેબગ્રોન ડાયમંડ - આ પ્રથમ વાર નહીં કે ગ્રીન ડાયમંડ એ (largest Labgron diamond of world) વિશ્વમાં પોતાની નવી ઓળખ ઊભી કરી હોય. અગાઉ પણ સુરતની લેબગ્રોન ડાયમંડ કંપનીએ ખાસ વિશ્વના પ્રથમ 17 કેરેટના ક્રોસ લેબગ્રોન ડાયમંડ કર્યા હતા, જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આશ્ચર્યનો વિષય બન્યો હતો. આવા ડાયમંડ વિશ્વમાં પ્રથમ વખત જોવા મળશે. ખ્રિસ્તી સમાજ માટે ક્રોસ આસ્થાનું પ્રતીક છે. ત્યારે સુરતની લેબગ્રોન ડાયમંડ કંપનીએ ખાસ વિશ્વના પ્રથમ 17 કેરેટના ક્રોસ લેબગ્રોન ડાયમંડ તૈયાર કર્યા હતા. તે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આશ્ચર્યનો વિષય બન્યો હતા. સુરતની લેબગ્રોન ડાયમંડ કંપનીએ ખાસ ડિઝાઈનના લેબગ્રોન ડાયમંડ તૈયાર કર્યા હતા, જે વિશ્વમાં પ્રથમ વખત જોવા મળ્યો હતો. જોકે, ક્રોસ 17 કેરેટ સિંગલ પિસ, એમ્રેલ 14 કેરેટ, ડોલ્ફીન 12 કેરેટ, બટર ફ્લાય 13 કેરેટ અને ફિશ 12 કેરેટ આ લેબગ્રોન ડાયમંડ આકર્ષણના કેન્દ્ર બન્યા હતો.

5 વર્ષમાં નિકાસ 1,400 કરોડથી વધીને 8,500 કરોડ પર પહોંચી - ઉલ્લેખનીય છે કે, વિશ્વના 100માંથી 90 હીરા સુરતમાં કટિંગ અને પોલિશિંગ થાય છે. જોકે, છેલ્લા ઘણા વર્ષોથી હાલ ગ્રીન ડાયમંડ એટલે લેબમાં તૈયાર થનારા ડાયમંડની માગમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં લેબગ્રોન ડાયમંડની નિકાસ (Increase in diamond exports from Surat) 5 વર્ષમાં 1,400 કરોડથી વધીને 8,500 કરોડ પર પહોંચી છે.

Last Updated :Jun 13, 2022, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.