ETV Bharat / city

પ્રથમ વખત દેશના સૌથી મોટા લૂઝ ડાયમંડ એક્સીબિશનમાં રશિયાના હીરાની ગેરહાજરી

author img

By

Published : May 28, 2022, 6:39 PM IST

સુરત હીરાનું એક એવું હબ છે જ્યાં પ્રકારના હીરા તૈયાર થાય છે. જયારે સુરતમાં આયોજિત થનાર ડાયમંડમાં પ્રથમવાર રશિયાના એક પણ ડાયમંડ જોવા મળશે(Loose Diamond Exhibition) નહીં. જેની સીધી અસર સુરતના ડાયમંડ ઉદ્યોગમાં જોવા(Russia bans mines) મળે છે.

પ્રથમ વખત દેશના સૌથી મોટા લૂઝ ડાયમંડ એક્સીબિશનમાં રશિયાના હીરાની ગેરહાજરી
પ્રથમ વખત દેશના સૌથી મોટા લૂઝ ડાયમંડ એક્સીબિશનમાં રશિયાના હીરાની ગેરહાજરી

સુરત: દેશનું સૌથી મોટા લુઝ ડાયમન્ડ એક્સીબિશનમાં પ્રથમ વાર રશિયાના ડાયમન્ડ(No Russia diamonds in Exhibition) હશે નહીં. સુરતમાં 30 ટકા રફ ડાયમંડ રશિયાના અલઝોરા કંમ્પનીથી(Alzora Company of Russia) આવે છે. અમેરીકાના પ્રતિબંધના(due to US No Russian Diamonds) કારણે આ વખતે રશિયાના એક પણ ડાયમન્ડ એક્સીબિશનમાં રહેશે નહીં.

સુરત માં આયોજિત થનાર ડાયમંડ માં પ્રથમવાર રશિયાના એક પણ ડાયમંડ જોવા મળશે નહીં.

યુદ્ધના કારણે રશિયાના માઇન્સ ઉપર પ્રતિબંધ - સુરત ડાયમંડ એસોસિયેશનના મંત્રી(Minister of Surat Diamond Association) ધામજી મવાણી એ જણાવ્યું હતું કે, જુલાઈ માસમાં સુરતમાં આયોજિત થનાર ડાયમંડમાં પ્રથમવાર રશિયાના એક પણ ડાયમંડ જોવા મળશે નહીં. સુરત ડાયમંડ એસોસીએશન(Surat Diamond Association) દ્વારા આયોજિત આ એક્ઝિબિશનમાં રશિયાથી ડાયમંડ પ્રથમવાર સામેલ રહેશે નહી. કારણ કે, અમેરિકાએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના(War between Russia and Ukraine) કારણે રશિયાના માઇન્સ ઉપર પ્રતિબંધ(Russia bans mines) મૂક્યા છે જેની સીધી અસર સુરતના ડાયમંડ ઉદ્યોગમાં જોવા મળે છે.

આ પણ વાંચો: Ministry of Commerce MoU : UAE તેમજ ઓસ્ટ્રેલિયા સાથે થયાં કરાર, સુરતમાં આ વસ્તુના વેપારમાં આવશે મોટો ઉછાળો

કાચા હીરાની અછત સર્જાશે - ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ રફ ડાયમંડની સપ્લાયર કંપની અલરોસા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં પેમેન્ટ ક્રાઈસીસ સહિતના અનેક પ્રશ્નો ઊભા થયા છે.યુક્રેન પર રશિયાના હુમલા બાદ રફ ડાયમંડની સપ્લાયર કંપની અલરોસા પર મૂકાયેલા પ્રતિબંધને કારણે સુરતના હીરા ઉદ્યોગમાં રફ ડાયમન્ડ ની અછત સર્જાઈ છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે હીરા ઉદ્યોગમાં કાચા હીરાનો સપ્લાય ખોરંભાયો હતો, પરંતુ ત્યારબાદ તાજેતરમાં અમેરિકાએ રશિયાની ડાયમંડ સપ્લાયર કંપની અલરોસા પર પ્રતિબંધ મૂકી દેતા સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત સર્જાશે. અમેરિકાએ રશિયન ડાયમંડ માઈનિંગ કંપની નહીંને કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી મૂક્યો છે.

લુઝ ડાયમંડનું B2B - સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા તારીખ 15મી સદીથી 17મી જુલાઇએ 2022 ના રોજ ક્લબ અવધ ઉથોપિયા સુરત ખાતે ત્રીજી વાર કેરેટ સુરત ડાયમંડ એક્સપો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. નાના અને મોટા વેપારીઓ સીધા ખરીદારોના સંપર્ક માં આવે તે માટે વિશ્વમાં પહેલીવાર લુઝ ડાયમંડનું B2B કેરેટ્સ ડાયમંડ એક્સપોનું આયોજન 2018 અને ત્યારબાદ બીજી વધારે 2019 કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: સુરતની કઇ કંપનીએ 17 કેરેટ માંથી બનાવ્યા ગ્રીન ક્રોસ ડાયમંડ

100થી વધુ ડેલિગેટ્સ વિદેશથી આવશે - સુરત ડાયમંડ એસોસિયેશનત્રીજીવાર યોજાનાર આ એક્સપો દેશનું સૌથી મોટો એક્સપો છે. જેમાં 100થી વધુ ડેલિગેટ્સ વિદેશથી આવશે. આ એક્ઝિબિશનમાં નેચરલ ડાયમંડની સાથોસાથ સીવીડી ડાયમંડ લેબગ્રોન, બેટરી મેન્યુફેક્ચર, જ્વેલરી તેમજ ડાયમંડ ટેકનોલોજીના બુથ રાખવામાં આવેલ છે. આ વર્ષે એક્ઝિબિશનમાં નેચરલ લુક ડાયમંડમાં ગુલાબી કટ પોલકી નેચરલ ફેન્સી રંગીન વગેરે જેવા તમામ પ્રકારના હીરાના કટનું પ્રદર્શન યોજાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.