ETV Bharat / city

Harsh Sanghavi on Love Jihad: 'પ્રેમના નામે ભોળી છોકરીઓને ફસાવનારને નહીં છોડીએ'

author img

By

Published : Aug 5, 2022, 3:15 PM IST

Updated : Aug 5, 2022, 3:22 PM IST

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghavi Statement in Surat) સુરતમાં eFIR અંગે જાગૃતિ કાર્યક્રમમાં (Awareness program on eFIR) લવજેહાદ અંગે (Harsh Sanghavi on Love Jihad) નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નામ બદલીને કોઈ પણ ભોળી દિકરીઓને ફસાવે તેને પ્રેમ ન કહેવાય.

Harsh Sanghavi on Love Jihad: 'પ્રેમના નામે ભોળી છોકરીઓને ફસાવનારને હવે અમે નહીં છોડીએ'
Harsh Sanghavi on Love Jihad: 'પ્રેમના નામે ભોળી છોકરીઓને ફસાવનારને હવે અમે નહીં છોડીએ'

સુરતઃ શહેરમાં આજે eFIR અંગે જાગૃતિ કાર્યક્રમ (Awareness program on eFIR) યોજાયો હતો, જેમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી વિશેષ (Harsh Sanghavi Statement in Surat) ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે નિવેદન આપતા (Harsh Sanghavi on Love Jihad) જણાવ્યું હતું કે, નામ બદલીને કોઈ પણ ભોળી દિકરીઓને ફસાવી તેને પ્રેમ ન કહેવાય. પ્રેમ શબ્દને કોઈ પણ બદનામ કરશે તો તેનો છોડવામાં નહીં આવે. પ્રેમ કરવાનો હક તમામને છે. આ અંગે કોઈ પણ ફરિયાદ મળશે તો તે બાબતે કડક પગલાં ભરવામાં આવશે તેની હું બાંહેધરી આપું છું.

ગૃહ રાજ્યપ્રધાને સમાજને કરી અપીલ

આ પણ વાંચો- સેલ્વીનના કહેવા પર યુવતી શરીરે બ્લેડના 400 ઘા મારવા તૈયાર થઈ ગઈ, વાંચો પિતાની દર્દભરી કહાણી

તમામ સમાજને ગૃહ રાજ્યપ્રધાનની અપીલ - અહીં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghavi on Love Jihad) જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ નામ કે ઓળખ બદલીને કોઈ પણ સમાજની દિકરીઓને ખોટી રીતે પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કરે તો તેને પ્રેમ ન કહેવાય. જે અહીં તમામ સમાજના લોકો એકઠા થયા છે. એટલે સર્વ સમાજની એક જવાબદારી છે કે, કોઈ પણ વ્યક્તિ પ્રેમના શબ્દને બદનામ ન કરે. જો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજની દિકરીને પ્રેમના નામે ફસાવશે તો તેને અમે નહીં છોડીએ.

આ પણ વાંચો- Love marriage law: લવ જેહાદની ઘટનાઓ પર અંકુશ લાવવા પાટીદાર સમાજની આ માગ

દિકરીઓને છેતરનારને નહીં છોડીએ - સાથે જ ગૃહ રાજ્યપ્રધાને (Harsh Sanghavi on Love Jihad) ઉમેર્યું હતું કે, કોઈ વ્યક્તિ નામ કે ઓળખ છૂપાવી ખોટી રીતે દિકરીઓને ફસાવશે કે પછી સમાજની વ્યવસ્થા બગાડવાનું કામ કરશે. તો આવા લોકોને અમે નહીં છોડીએ. આ વિષય પર કોઈ પણ ફરિયાદ મળશે તો અમે ખૂબ જ ગંભીરતાથી પગલાં લઈશું. તેનો હું વિશ્વાસ અપાવું છું.

Last Updated :Aug 5, 2022, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.