ETV Bharat / city

નવરાત્રિમાં લવજેહાદ પર પાબંધી, વિધર્મી યુવકોને નથી રમવા મળે રાસ

author img

By

Published : Sep 7, 2022, 3:55 PM IST

Updated : Sep 7, 2022, 5:09 PM IST

સુરતમાં ખોડલધામ સંસ્થામાં આ વખતે ગરબાના આયોજનમાં વિધર્મીઓને પ્રવેશ નહીં મળે. બીજી તરફ ભાજપના કોર્પોરેટરે ગરબા સંચાલકોના ક્લાસમાં વિધર્મીઓ ન આવે તે માટે ચિમકી પણ આપી દીધી છે. Surat Khodaldham organization, Love Jihad in Navratri Festival.

નવરાત્રિમાં લવજેહાદ પર પાબંધી, વિધર્મી યુવકોને નથી રમવા મળે રાસ
નવરાત્રિમાં લવજેહાદ પર પાબંધી, વિધર્મી યુવકોને નથી રમવા મળે રાસ

સુરત રાજ્યમાં લવ જેહાદનો (love jihad) મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં જ ડીસામાં હિન્દૂ સંગઠનોએ લવજેહાદ વિરુદ્ધ રેલી કાઢી પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ હવે લવજેહાદની આગ સુરત પહોંચી ગઈ છે. તો હવે અહીં નવરાત્રિ (navratri festival) ગરબા ક્લાસીસના આયોજકોને સુરતની કેટલીક હિન્દૂ સંસ્થાઓ અને ભાજપના કોર્પોરેટર દ્વારા ખૂલ્લી ચીમકી આપવામાં આવી છે. સાથે જ સુરતમાં પ્રતિષ્ઠિત ખોડલધામ સંસ્થા દ્વારા આ વખતે ગરબાનું આયોજન કરવામાં આવશે. તેમાં વિધર્મીઓને પ્રવેશ નહીં (Love Jihad in Navratri Festival) આપવામાં આવે તે પ્રકારનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.

કોર્પોરેટરે આપી ધમકી

નવરાત્રિ પહેલા શરૂ વિવાદ શહેરમાં આ વખતે નવરાત્રિના (navratri festival) આયોજન પહેલાં જ ગરબાનો વિવાદ શરૂ થઈ ગયો છે. ખોડલધામ સંસ્થાએ ગરબાના આયોજનમાં (Surat Khodaldham organization) હિન્દુ ધર્મ સિવાય વિધર્મીઓને પ્રવેશ નહીં મળે. જે ખેલૈયાઓ ગરબાના આયોજનમાં આવશે તેમના ઓળખ કાર્ડની ચકાસણી કરવામાં આવશે.

સંસ્થાએ ચિંતા વ્યક્ત કરી મહત્વનું છે કે, ખોડલધામ સુરત પાટીદાર સમાજની (Surat Khodaldham organization) એક પ્રતિષ્ઠિત સંસ્થા છે. અગાઉ પણ લવજેહાદ મુદ્દે સંસ્થાના અગ્રણીઓએ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે નવરાત્રિના (navratri festival) આયોજનમાં કોઈ વિધર્મી હિન્દૂ યુવતીને શિકાર ન બનાવે તે માટે ખોડલધામ સુરત દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. આ અંગે ખોડલધામ સુરતના પ્રમુખ ધાર્મિક માલવીયાએ જાણકારી આપી હતી.

ઉદ્દેશ કોઈ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો નથી ખોડલધામ સુરતના (Surat Khodaldham organization) પ્રમુખ ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, નવરાત્રિ એ માતાજીનો પરંપરાગત રીતે ભક્તિભાવ કરવાનો પર્વ છે. આ ઉત્સવમાં વિધર્મીઓ પોતાનું નામ છૂપાવીને આ ઉત્સવમાં સામેલ થઈને હિન્દુ યુવતીઓને લવજેહાદનો શિકાર બનાવે છે. ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેવામાં સુરતમાં ખોડલધામ સમિતિએ (Surat Khodaldham organization) નવરાત્રિ ઉત્સવનું આયોજન કર્યું છે. તો અસામાજિક પ્રવૃત્તિ કરનાર લોકો તેમાં સામેલ ન થઈ જાય તે પ્રકારે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.

સુરક્ષાકર્મીઓ મૂકાશે તો આ આયોજનમાં સુરક્ષાકર્મીઓને મૂકવામાં આવે છે અને જે પણ શંકાસ્પદ લાગશે. તેમનું ઓળખપત્ર ચકાસવામાં આવશે. કારણ કે, અગાઉ પણ અનેક ફરિયાદ મળી ચૂકી છે. હિન્દુ ધર્મની દીકરીઓને વિધર્મી પોતાની વાતમાં ફોસલાવીને લવજેહાદનો શિકાર બનાવે છે. અમારો ઉદ્દેશ કોઈ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો નથી.

વિધર્મીઓ પ્રવેશ મેળવી જાય છે ખોડલધામ (Surat Khodaldham organization) સંસ્થા સાથે અનેક હિન્દુ સંગઠનો પણ આ રીતે આયોજન કરી રહ્યા છે. ત્યારે સુરતના ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે પણ ગરબા ક્લાસિક ચલાવનાર લોકોને ખૂલ્લી ચિમકી આપી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમને ખબર પડશે કે, ગરબા ક્લાસીસમાં કોઈ વિધર્મી પ્રવેશ મેળવી રહ્યો છે. તો ક્લાસીસ ચલાવનારા સંચાલકોની ખેર નથી. તેમણે એ પણ જણાવ્યું હતું કે, ક્લાસીસમાં અનેક વિધર્મીઓ પ્રવેશ મેળવી જાય છે અને હિન્દૂ યુવતીઓને ફોસલાવીને તેમનું શોષણ કરે છે.

કોર્પોરેટરે કરી વિનંતી સુરત ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે (surat bjp corporator) ધમકી આપતા જણાવ્યું હતું કે, સુરતમાં સંચાલકો દ્વારા ગરબા પ્રશિક્ષણ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. અહીં પ્રશિક્ષણ આપનાર જે પણ સંચાલકોમાં કેટલાક અસામાજિક તત્વો પણ આવી ગયા છે, જેની અમને જાણકારી મળી છે.

વિધર્મી જોવા મળે તો તમને ભોગવવું પડશે તેમણે જણાવ્યું હતું કે, આવા સંચાલકોને હું વિનંતી કરું છું કે, જો તમારા ક્લાસમાં કોઈ એક પણ વિધર્મી જોવા મળે તો તમને ભોગવવું પડશે અને વિધર્મીઓને પણ જણાવવા માગીશ કે, જો કોઈ ખોટી રીતે અમારી બહેનો ઉપર નજર નાખી અને બહેનોને ફોસલાવાનો પ્રયાસ કર્યો હતો તો તમારે પણ ભોગવવું પડશે. આ દંડનીય અપરાધ છે અને આ કોઈ પણ કિંમતે સહન કરવામાં આવશે નહીં.

Last Updated : Sep 7, 2022, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.