ETV Bharat / city

મહાદેવ મંદિરે શીશ નમાવી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રાજકીય પ્રવાસના કર્યા શ્રી ગણેશ

author img

By

Published : Jun 5, 2022, 7:19 AM IST

મહાદેવ મંદિરે શીશ નમાવી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રાજકીય પ્રવાસના કર્યા શ્રી ગણેશ
મહાદેવ મંદિરે શીશ નમાવી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રાજકીય પ્રવાસના કર્યા શ્રી ગણેશ

રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) ગલતેશ્વર મહાદેવના દર્શન કરી કામરેજ વિધાનસભાના રાજકીય પ્રવાસના શ્રી ગણેશ કર્યા હતા. ભાજપ સંગઠનના જુના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.

સુરત: રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) ગલતેશ્વર મહાદેવના દર્શન કરી કામરેજ વિધાનસભાના રાજકીય પ્રવાસના શ્રી ગણેશ કર્યા હતા. ભાજપ સંગઠનના જુના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. ગળતેશ્વર મહાદેવ મંદિરે ગૃહ પ્રધાનએ કામરેજ વિધાનસભામાં રાજકીય પ્રવાસ શરૂ કર્યો હતો.

મહાદેવ મંદિરે શીશ નમાવી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રાજકીય પ્રવાસ કર્યો શ્રી ગણેશ

આ પણ વાંચો: સુરત: પાંડેસરા GIDCમાં કાપડની મિલમાં આગ, 14 ફાયર ફાઈટર્સે કર્યું પાણીનું ફાયરિંગ

તમામ રાજકીય પક્ષો સક્રિય : વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે અને અલગ અલગ કાર્યક્રમો યોજી રહ્યા છે, ત્યારે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી કામરેજ તાલુકાની મુલાકાતે આવ્યા હતા અને ગલતેશ્વર મહાદેવના દર્શન કરી કામરેજ વિધાનસભાના રાજકીય પ્રવાસના શ્રીગણેશ કર્યા હતા.

મહાદેવ મંદિરે શીશ નમાવી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રાજકીય પ્રવાસ કર્યો શ્રી ગણેશ
મહાદેવ મંદિરે શીશ નમાવી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રાજકીય પ્રવાસ કર્યો શ્રી ગણેશ

ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કામરેજના વિહણ ગામની મુલાકાત લીધી : ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કામરેજના વિહણ ગામની મુલાકાત લીધી હતી, ત્યાં આરોગ્ય કેન્દ્ર નજીક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને જાતે સફાઈ કરી લોકોને ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બાદમાં તેઓએ કામરેજ ગામની મુલાકાત કરી હતી જ્યાં સેવણી ગામમાં ચાલતા શ્રી સેવણી સહકારી મંડળી અને શ્રી સેવણી ખેતી પાક રૂપાંતર અને વેચાણ કરનારી સહકારી મંડળી દ્વારા સંચાલિત કિસાન મુલાકાત લીધી હતી

મહાદેવ મંદિરે શીશ નમાવી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રાજકીય પ્રવાસ કર્યો શ્રી ગણેશ
મહાદેવ મંદિરે શીશ નમાવી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રાજકીય પ્રવાસ કર્યો શ્રી ગણેશ

મલ્ટી ફેસીલીટી કિસાન મોલ : હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કામરેજના સેવણી ગામે સહકારી ધોરણે ચાલતાં મલ્ટી ફેસીલીટી કિસાન મોલ અન્ય કામો માટે પ્રેરણારૂપ બની રહેશે, ત્યાર બાદ ગૃહ પ્રધાન સેવણી ગામના રામજી મંદિર ખાતે મહિલાઓ દ્વારા સંચાલિત વિવિધ દેશોની મુલાકાત કરી મોટી સંખ્યામાં હાજર થયેલ મહિલાઓને જણાવ્યું હતું કે, દીકરીઓ પણ થતી દૂર જવાની ઘટનાઓ અને સામાજિક પ્રશ્ન છે આ બાબતે દીકરીની ટીકા કરવાને બદલે સમાજ દ્વારા તુરંત પોલીસને જાણ કરવા આગળ આવવું જોઈએ. ગુજરાત દેશનો સૌથી સુરક્ષિત રાજ્ય છે જ્યાં આ પ્રકારની એક પણ અનિચ્છનીય ઘટના ન બને એ જોવાની જવાબદારી આપણા સૌની છે.

મહાદેવ મંદિરે શીશ નમાવી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રાજકીય પ્રવાસ કર્યો શ્રી ગણેશ
મહાદેવ મંદિરે શીશ નમાવી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રાજકીય પ્રવાસ કર્યો શ્રી ગણેશ

આ પણ વાંચો: GSEB Results 2022 : શિક્ષિત રિક્ષાચાલકના પુત્ર સચિનની A1 ગ્રેડ મેળવી સિક્સર, ઘરમાં કોઈ અશિક્ષિત નહીં

હર્ષ સંઘવી કહ્યું ભવિષ્યમાં કોઈ આંખ ઊંચી કરતા પણ ડરશે : ગૃહ પ્રધાન વધુમાં જણાવ્યું હતું કે, સમાજનું દૂષણ બની ગયેલા ટપોરીઓને સીધા કરવાની જવાબદારી અમારી છે. આપ સૌના સહકારથી બહેનો સામેના કિસ્સામાં ભવિષ્યમાં કોઈ આંખ ઊંચી કરતા પણ ડરશે તેવી આપ સૌને ખાતરી આપું છું. આપણા સામાજિક દુષણો દૂર કરવા માટે પણ સંજયે માતા બહેનોને આગળ આવવા માટે આહ્વાન કર્યું હતું. કોરોનામાં લોકોની સેવામાં રહેલા ભાજપના કાર્યકરોને આશીર્વાદ આપી આગામી દિવસોમાં વિકાસને વેગવંતો બનાવવાનું સમર્થન માંગ્યું હતું.

મહાદેવ મંદિરે શીશ નમાવી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રાજકીય પ્રવાસ કર્યો શ્રી ગણેશ
મહાદેવ મંદિરે શીશ નમાવી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રાજકીય પ્રવાસ કર્યો શ્રી ગણેશ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.