ETV Bharat / city

હર ઘર તિરંગા અભિયાન વચ્ચે ખાદી ભંડારમાંથી તિરંગા અને ખાદીના વેચાણમાં થયો ધરખમ વધારો

author img

By

Published : Aug 13, 2022, 8:49 PM IST

હર ઘર તિરંગા અભિયાન વચ્ચે ખાદી ભંડારમાંથી તિરંગા અને ખાદીના વેચાણમાં થયો ધરખમ વધારો
હર ઘર તિરંગા અભિયાન વચ્ચે ખાદી ભંડારમાંથી તિરંગા અને ખાદીના વેચાણમાં થયો ધરખમ વધારો

આઝાદી કા અમૃત મહોત્સવ Azadi ka Amrit Mohotsav અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન Har Ghar Tiranga Campaign હેઠળ ભારત સરકાર દ્વારા 13 ઓગસ્ટ 2022થી 15 ઓગસ્ટ 2022 દરમિયાન તમામ નાગરિકોને તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. લોકોને સરળતાથી રાષ્ટ્રધ્વજ મળી રહે તે માટે વિવિધ પોસ્ટ ઓફિસ અને ખાદી ભંડારોમાં પણ રાષ્ટ્રધ્વજનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. સુરત ખાદી ભંડારમાંથી ખાદીના અને ત્રિરંગાના વેચાણમાં માત્ર 6 દિવસની અંદર ધરખમ વધારો થયો છે.

સુરત ખાદી ભંડારમાંથી આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન વચ્ચે ખાદી ભંડારમાંથી તિરંગા અને ખાદીના વેચાણમાં Sale of Tiranga and Khadi માત્ર 6 દિવસની અંદર 50 ટકાનો વધારો થયો છે. ખાદી ભંડારમાં અને મુખ્ય હેડ પોસ્ટ ઓફિસ Head Post Office ખાતે રાષ્ટ્રધ્વજનું વેચાણ Sale of National Flags in Khadi Stores રવામાં આવી રહ્યું છે, જેને લઇ રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. દરેક લોકો પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવવા માટે ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે. જેથી સારા એવા પ્રમાણમાં આવક પણ થવા લાગી છે.

હર ઘર તિરંગા અભિયાન વચ્ચે ખાદી ભંડારમાંથી તિરંગા અને ખાદીના વેચાણમાં 6 દિવસની અંદર 50 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો અહીંથી તમે ખરીદી શકો છો રાષ્ટ્ર ધ્વજ, એ પણ એકદમ ઓછી કિંમતમાં

આ વર્ષે 1 જુલાઈથી 12 જુલાઈ સુધી 50 % જેટલું વેચાણ થઈ ગયું છે આઝાદીના 75માં અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન વચ્ચે ખાદી ભંડારમાંથી તિરંગા અને ખાદીના વસ્ત્રો સહીતના વેચાણમાં આ વખતે 50 % જેટલો વધારો જોવા મળ્યો છે. ગતવર્ષ કરતા આ વર્ષે ખાદી ભંડારમાંથી તિરંગા અને ખાદીના વસ્ત્રોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ 40 ટકા જેટલું વેચાણ થયું હતું. આ વર્ષે 1 જુલાઈથી 12 જુલાઈ સુધી 50 ટકા જેટલું વેચાણ થઈ ગયું છે. હર ઘર તિરંગા અભિયાન કારણે લોકો પોતાના ઘરે ઓફિસે, સોસાયટીઓમાં, બિલ્ડીંગ, સરકારી ઓફિસ વગેરે જગ્યાઓ ઉપર તિરંગો લાગવા માટે ખાદી ભંડારમાંથી ધૂમ ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે 13થી 15 ઓગસ્ટ સુધી આવી તમામ જગ્યાઓ ઉપર રાષ્ટ્ર ધ્વજ ફરકવામાં આવશે.

હર ઘર તિરંગા અભિયાન કારણે લોકો પોતાના ઘરે ઓફિસે, સોસાયટીઓમાં, બિલ્ડીંગ, સરકારી ઓફિસ વગેરે જગ્યાઓ ઉપર તિરંગો લાગવા માટે ખાદી ભંડારમાંથી ધૂમ ખરીદી કરી રહ્યા છે.
હર ઘર તિરંગા અભિયાન કારણે લોકો પોતાના ઘરે ઓફિસે, સોસાયટીઓમાં, બિલ્ડીંગ, સરકારી ઓફિસ વગેરે જગ્યાઓ ઉપર તિરંગો લાગવા માટે ખાદી ભંડારમાંથી ધૂમ ખરીદી કરી રહ્યા છે.

આ વખતે સુરત ખાદી ભંડારમાંથી 970 જેટલાં ત્રિરંગાનું વેચાણ થયું છે આ વખતે સુરત ખાદી ભંડારમાંથી Surat Khadi Bhandar 970 જેટલાં ત્રિરંગાનું વેચાણ થયું છે. કારણ કે આ વખતે આઝાદીના અમૃત મોહત્સવને અંતર્ગત સૌથી વધારે ત્રિરંગાનું વેચાણ થયું છે. જેમાં 2 × 2ના ત્રિરંગા કુલ 370 જેટલા વેચાણ કરવામાં આવ્યું છે. 3 × 4ના ત્રિરંગા કુલ 360 જેટલા વેચાણ કરવામાં આવ્યું છે. 4 × 6ના ત્રિરંગા કુલ 180 જેટલાં વેચાણ કરવામાં આવેલા છે. 6 × 9ના ત્રિરંગા કુલ 8 જેટલાં વેચાણ કરવામાં આવ્યા છે. જે મોટી કંપનીઓમાં લગાવામાં આવે છે.

આ પણ વાંચો જો રાષ્ટ્રધ્વજ ફાટી જાય તો શું કરવું? MCDએ જારી કરી સૂચના

આઝાદીના અમૃત મોહત્સવને અંતર્ગત સૌથી વધારે ત્રિરંગાનું વેચાણ વધુમાં જણાવ્યું કે, આ તમામ ત્રિરંગા ચાર મહિના પેહલા જ બનવા લાગે છે અને અમારે ત્યાં જૂન મહિનાથી તેનું વેચાણ શરૂ થઈ જાય છે. અમારે ત્યાં ટેબલ, કાર, ત્રિરંગાનું વેચાણ પણ થયું છે. અમારે ત્યાં સૌથી વધુ તો સ્કૂલ કોલેજો, સરકારી ઓફિસ વાળા લોકો વધારે લેવા માટે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.