ETV Bharat / city

Fertilizer price hike 2022 : ખેડૂતોની આવક તો બમણી ન થઈ પણ ખર્ચ ત્રણ ગણાં થઈ ગયા, ખાતરના ભાવ વધારા સામે ભારે રોષ

author img

By

Published : Apr 1, 2022, 9:52 PM IST

આજે વધુ એક વખત સરકાર દ્વારા ખાતરમાં ભાવ વધારો (Fertilizer price hike 2022)ઝીંકતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સુરતના ખેડૂતોમાં (Surat District Khedut Samaj) શી પ્રતિક્રિયા છે તે જૂઓ આ અહેવાલમાં.

Fertilizer price hike 2022 :  ખેડૂતોની આવક તો બમણી ન થઈ પણ ખર્ચ ત્રણ ગણાં થઈ ગયા, ખાતરના ભાવ વધારા સામે ભારે રોષ
Fertilizer price hike 2022 : ખેડૂતોની આવક તો બમણી ન થઈ પણ ખર્ચ ત્રણ ગણાં થઈ ગયા, ખાતરના ભાવ વધારા સામે ભારે રોષ

બારડોલી : ખાતરના ભાવમાં થયેલા વધારાને (Fertilizer price hike 2022 ) કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ ખેત પેદાશના યોગ્ય ભાવ મળી શકતા નથી અને તેની સામે વધી રહેલો ખર્ચ ખેડૂતો માટે પડતાં પર પાટુ સમાન છે. સુરત જિલ્લા ખેડૂત સમાજના (Surat District Khedut Samaj)પ્રમુખે પણ ખાતરમાં વારંવાર થતો ભાવ વધારો ખેડૂત માટે મરણતોલ ફટકો હોવાનું જણાવ્યુ હતું.

આજે વધુ એક વખત સરકાર દ્વારા ખાતરમાં ભાવ વધારો થતાં રોષ ભભૂક્યો છે

ડબલ ઇનકમની વાતો માત્ર હવામાં - 2022માં ખેડૂતોની આવક ડબલ (Double the income of farmers)કરવાની વાત પોકળ સાબિત થઈ રહી છે. આવક તો ડબલ ન થઈ પરંતુ ખેતીનો ખર્ચ 2 થી 4 ગણો વધી ગયો છે. ત્યારે આજે વધુ એક વખત સરકાર દ્વારા ખાતરમાં ભાવ વધારો (Fertilizer price hike 2022 ) ઝીંકતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ પણ વાંચોઃ ભારત હવે ખાતરની આયાત નહી નિકાસ પણ કરશે :દિલીપ સંધાણી

સરકારે DAP અને NPKમાં કર્યો વધારો - સરકાર દ્વારા DAP ખાતરમાં 150 રૂપિયા અને NPK ખાતરમાં 285 રૂપિયાનો જંગી ભાવ વધારો કરવામાં આવ્યો છે. યુરિયા અને પોટાશના ભાવો (Fertilizer price hike 2022 ) આસમાને જતાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. એક તરફ કૃષિની વીજળી સમયસર અને નિયમિત મળતી ન હોય ખેડૂત પોતાનો પાક બચાવવા મહેનત કરી રહ્યો છે ત્યારે સરકારે વધુ એક ફટકો આપતા ખેડૂતની હાલત દયનીય થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: વીરજી ઠુમ્મરે વિધાનસભામાં ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે સરકારને બરાબરની સાણસામાં લીધી

ખેડૂતો માટે માઠા દિવસો આવશે -આ અંગે સુરત જિલ્લા ખેડૂત સમાજના (Surat District Khedut Samaj) પ્રમુખ પરિમલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, ખાતરમાં આવેલો ભાવ વધારો (Fertilizer price hike 2022 ) અસહ્ય છે. ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન છે. જે રીતે બિયારણ, ખાતર, પાણી, દવા વગેરેના ખર્ચામાં વધારો થઈ રહ્યો છે તે જોતાં ખેડૂતોને ખેતી કરવું મુશ્કેલ બન્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ખેડૂતોની આવક તો બમણી નથી થવાની (Double the income of farmers) પરંતુ જે રીતે ખર્ચા વધે છે તે જોતાં ખર્ચા બમણા નહીં પરંતુ ત્રણ ગણા થઈ જશે. ખેડૂતો માટે ખૂબ જ માઠા દિવસો આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.