ETV Bharat / state

આખરે બળદગાડા પર વિરોધ કરવા નીકળ્યો જગતનો તાત, પૂરતી વીજળી આપવાની માંગ સાથે રેલી

author img

By

Published : Mar 28, 2022, 10:46 PM IST

Farmers Protest In Surendranagar: પૂરતી વીજળી આપવાની માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ બળદગાડા સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું
Farmers Protest In Surendranagar: પૂરતી વીજળી આપવાની માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ બળદગાડા સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું

ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજળી ન મળતી હોવાને લઇને સુરેન્દ્રનગર જિલ્લા ( Farmers Protest In Surendranagar)ના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બળદગાડા રેલી યોજી ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં લેખિત આવેદન પત્ર આપ્યું હતું. ખેડૂતોએ 24 કલાકમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

સુરેન્દ્રનગર: ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજળી ન મળતા રોષે ભરાયેલા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો (Farmers Protest In Surendranagar)એ બળદગાડા સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ ખોખો રમીને અનોખી રીતે વિરોધ કર્યો હતો. તેમજ સરકાર દ્વારા આ મામલે 24 કલાકમાં યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા રાજ્યવ્યાપી આંદોલન (Farmers Protest In Gujarat) કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

24 કલાકમાં યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી.

બળદગાડામાં રેલી યોજી આવેદન પત્ર આપવામાં આવ્યું- ખેડૂતોને આપવામાં આવતી વીજળીમાં 2 કલાક (Power Supply For Agriculture In Gujarat)નો ઘટાડો કરવાના સરકારના નિર્ણયની સામે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી કિસાન સંગઠન દ્વારા ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજળી આપવાની માંગ (Electricity In Gujarat) સાથે બળદગાડા સાથે રેલી યોજી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતથી કલેક્ટર કચેરી (collector office surendranagar) સુધી બળદગાડામાં રેલી યોજી કલેક્ટર કચેરીમાં લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો: 8 Hours Electricity Demand : ખેતીને લગતા વીજ પુરવઠાના સરકારી દાવાની પોલ ખોલતા જૂનાગઢના ખેડૂતો

ખેડૂતોને 8 કલાકના બદલે 6 કલાક જ વીજળી મળે છે- સરકાર ખેડૂતોને ખોખો રમાડે છે તે માટે કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં ખેડૂતો દ્વારા ખોખો રમી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉદ્યોગોને (Electricity to industries in Gujarat)પુરતા પ્રમાણમાં વીજળી આપવા માટે થઇને ખેડૂતોને આપવામાં આવતી વીજળીમાં કાપ મુકવામાં આવ્યો છે. ત્યારે ખેડૂતોએ ઝાટકા વગર પુરા 8 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

આ પણ વાંચો: Farmers Protest In Banaskantha: અપૂરતી વીજળીના મુદ્દે ડીસામાં ખેડૂતોના ધરણા, પોલીસે ખેડૂતોની કરી અટકાયત

6 કલાક વીજળી આપી 8 કલાકનો ચાર્જ વસૂલવામાં આવે છે- તેમજ ટેરિફ કનેક્શન ધરાવતા ખેડૂતોને 8 કલાકના બદલે 6 કલાક જ વીજળી મળે છે અને ખેડૂતો પાસેથી 8 કલાકનો ચાર્જ વસૂલી અન્યાય કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કિસાન સુર્યોદય યોજના અંતર્ગત તાત્કાલિક ખેડૂતોને વીજળી પુરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સરકાર દ્વારા ખેડૂતોની માંગને લઇને 24 કલાકમાં નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.