ETV Bharat / city

ધીરુ ગાજેરાની 'ઘર વાપસી', 200 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે

author img

By

Published : Jul 16, 2021, 1:25 PM IST

સુરત: ગુજરાત રાજકારણમાં એપિસેન્ટર બનેલા સુરતમાં કોંગ્રેસ (Congress)ના નેતા અને પાટીદાર સમાજના અગ્રણી ધીરુ ગજેરા ઘર વાપસી કરશે. પોતાના 200 જેટલા કાર્યકર્તાઓ સાથે તેઓ ભાજપ(BJP)માં જોડાશે. તેઓ વર્ષ 1995થી લઈ વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા હતા અને ધારાસભ્ય પણ બન્યા હતા. સુરત નાના વરાછા બેઠકથી તેઓ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. પાટીદાર સમાજમાં ગજેરા પરિવાર ખૂબ જ મહત્વ ધરાવે છે.

bjp
ધીરુ ગાજેરાની 'ઘર વાપસી', 200 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે

  • ધીરુ ગજેરા ફરી એકવાર ભગવો ધારણ કરશે
  • વર્ષ 1995થી લઈ વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા
  • ધીરુ ગજેરા 200 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં શામેલ થશે


સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections) માટે એક વર્ષથી વધુ સમય બાકી છે પરંતુ ગુજરાતમાં રાજકીય હલચલ થવાની શરૂઆત થઇ ગઇ છે. પાટીદાર સમાજ (Patidar Samaj)ના અગ્રણી અને કોંગ્રેસ(Congress)ના નેતા આ ધીરુ ગજેરા (Dhiru Gajera) પોતાના 200 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપ(BJP)માં જોડાશે અને આ વાતની જાણકારી તેઓએ પોતે આપી છે. સુરતના પાટીદાર વિસ્તારમાં ભાજપ માટે મુશ્કેલીનો સમય ચાલી રહ્યો છે ત્યારે ધીરુ ગજેરાના આગમનથી ભાજપના પાટીદાર સમાજના કાર્યકર્તાઓ માં નવો જોશ આવશે.

આ પણ વાંચો: Congress Slams BJP Govt: રસીકરણ મુદ્દે ગુજરાતના નાગરિકો સાથે રમત રમવાનું બંધ કરો

ભૂતકાળમાં કરી ચૂક્યા મોદીની નીંદા

ચીનું ગજેરા, વસંત ગજેરા અને ધીરુ ગજેરા પાટીદાર સમાજમાં ખૂબ મોટું નામ ધરાવે છે. તમામ ઉદ્યોગપતિઓ છે.વર્ષ 1995 થી વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા હતા અને ધારાસભ્ય પણ બન્યા હતા. એક સમયે અન્ય પાટીદાર ધારાસભ્યો સાથે મળી મોદી સરકાર સામે મોરચો પણ ખોલ્યો હતો અને ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. વર્ષ 2017માં તેમને કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી માટે વરાછા બેઠક પરથી ઉમેદવાર પણ જાહેર કર્યા પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં તેમની હાર થઇ હતી. તેઓ આજે ફરી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેમના નિવેદનો અને ભાષણમાં હંમેશા નરેન્દ્ર મોદીની નિંદા કરતા હતા. હંમેશા પીએમ મોદીને લઈ ટીકાઓ કરનાર ધીરુ ગજેરા હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. જ્યારે ધીરુ ગજેરા ધારાસભ્ય હતા ત્યારે પીએમ મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા.

ધીરુ ગાજેરાની 'ઘર વાપસી', 200 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે

મિત્રોની લાગણીને માન આપીને ભાજપમાં જવું છું

ભાજપમાં જોડાવા અંગે ધીરુ ગજેરાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં મારુ મૂળ ઘર છે અને હું ફરી ત્યાં જવું છું. ભારતીય જનતા પાર્ટી થી હું 15 વર્ષ ધારાસભ્ય રહ્યો છું. પહેલા હું જનસંઘ સાથે જોડાયેલો હતો અને ત્યાર પછી હું ભાજપમાં ગયો હતો. વર્ષ 2007માં હું એકલો ભાજપ છોડીને નથી નીકળ્યો મારી સાથે 30 જેટલા ધારાસભ્ય હતા જેમાં 15 માજી ધારાસભ્ય હતા. કેશુભાઈ કાશીરામ અને સુરેશ મહેતા સહિત અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. ધીરે ધીરે બધા ફરીથી જોડાઈ ગયા. હું બાકી હતો અને ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના મિત્રોનો આગ્રહ હતો કે મારે ભાજપમાં ફરી જોડાવું જોઈએ. તેઓ કહેતા હતા કે કોંગ્રેસમાં ઘણી ચૂંટણી હાર્યા છો હવે ભાજપમાં આવી જાવ. તમારા મૂળભૂત ઘરમાં જતા રહો જેથી હું મારા મિત્રોની લાગણીને માન આપીને ભાજપમાં જવું છું.

આ પણ વાંચો: દાહોદની ઘટનાના પડઘા કેબિનેટમાં, સરકારે કડક કાર્યવાહીની આપી સૂચના, કોંગ્રેસે સરકાર પર સાધ્યું નિશાન

ગુજરતની જનતા ત્રીજી પાર્ટીને નથી જાણતી

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાં અને દેશમાં નિષ્ફળ છે અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સફળ છે. લોકોને વિશ્વાસ છે જેથી મિત્રોના આગ્રહને બાદ હું ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યો છું. ખાસ કરીને સી.આર.પાટીલનો આગ્રહ હતો કે હું ફરીવાર ભાજપમાં જોડાવું, તેથી હુ ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું. પાટીદાર જ નહીં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સમગ્ર સમાજને સાથે લઈને ચાલે છે આ જ કારણ છે કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ભાજપ વિજય થાય છે. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બનીશ અને જે કામ મને સોંપવામાં આવશે તે કરીશ. સંગઠનમાં જે કામ સોંપવામાં આવશે તે કરીશ. આમ આદમી પાર્ટી શૂન્ય છે. કેશુભાઈ પટેલ, ચીમન પટેલ અને શંકરસિંહ વાઘેલા જેવા લોકપ્રિય નેતાઓ જો ગુજરાતમાં નિષ્ફળ ગયા. ગુજરાતની જનતા માત્ર ભાજપ અને કોંગ્રેસને જાણે છે ત્રીજો પક્ષ જાણતી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.