ETV Bharat / city

COVID-19 Vaccines: સુરતમાં વેક્સીનનો બીજો ડોઝ લેનારને SMC 1 લીટર તેલ નિઃશુલ્ક આપશે

author img

By

Published : Nov 25, 2021, 7:52 PM IST

COVID-19 Vaccines માટે મહત્વનું ચરણ એવા બીજા ડોઝને લઇ લોકોની ઉદાસીનતા છે. ત્યારે સુરત શહેરમાં વેક્સીનનો બીજા ડોઝ ( 2nd dose of covid 19 vaccines ) 100 ટકા પૂર્ણ કરવા માટે SMC સતત મહેનત કરી રહી છે. હવે સુરતમાં વેક્સીનનો બીજો ડોઝ લેનાર વ્યક્તિને હવે 1લીટર જેટલું OIL નિઃશુલ્ક આપશે. એનજીઓ સાથે મળીને સુરત મહાનગરપાલિકા આ પ્રયોગ કરી રહી છે.

COVID-19 Vaccines: સુરતમાં વેક્સીનનો બીજો ડોઝ લેનારને SMC 1 લીટર તેલ નિઃશુલ્ક આપશે
COVID-19 Vaccines: સુરતમાં વેક્સીનનો બીજો ડોઝ લેનારને SMC 1 લીટર તેલ નિઃશુલ્ક આપશે

  • SMCના દાવા પ્રમાણે શહેરમાં 100 ટકા લોકોને વેક્સીનનો પહેલો ડોઝ અપાઈ ગયો
  • SMC એ નોક ધ ડોર અભિયાન પણ શરુ કર્યું હતું
  • એનજીઓ સાથે મળીને SMC આ નવતર પ્રયોગ કરી રહી છે

સુરત : સુરતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડી હતી અને ત્યારબાદ SMC એ વેક્સીનેશન ( COVID-19 Vaccines ) ઝડપી કરવા પણ ખુબ જ ધ્યાન આપ્યું હતું. મહાનગરપાલિકાના દાવા પ્રમાણે શહેરમાં 100 ટકા લોકોને વેક્સીનનો પહેલો ડોઝ અપાઈ ગયો છે. પરંતુ હજુ પણ અંદાજીત 6 લાખ લોકો એવા છે કે જેઓનો બીજા ડોઝનો સમય થઇ ગયો હોવા છતાં બીજો ડોઝ લીધો નથી. લોકો બીજો ડોઝ પણ લઇ લે અને સંક્રમણ વધે નહીં તે માટે પાલિકાએ નોક ધ ડોર અભિયાન પણ શરુ કર્યું હતું.

લોકોમાં બીજો ડોઝ લેવા માટે ઉદાસીનતા

સુરત મહાનગરપાલિકાની ( SMC ) કચેરી, બાગબગીચા, મોલ, બસ સ્ટેન્ડ સહિતની જગ્યાઓ પર વેક્સીનનો બીજો ડોઝ (2nd dose of covid 19 vaccines ) નહીં લીધો હોય તેવા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત ઝડપી વેક્સીનેશન થાય તે માટે અલગ અલગ સેન્ટર પર વેક્સીનની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.પરંતુ સુરતમાં હજુ પણ લોકો વેક્સીનનો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. ત્યારે હવે સુરતમાં મનપા એક નવતર પ્રયોગ કરી રહી છે. આવતીકાલથી વેક્સીનનો બીજો ડોઝ લેનાર વ્યક્તિને મનપા એક લીટર OIL નિઃશુલ્ક આપશે. આ નવતર પ્રયોગ એનજીઓ સાથે મળીને કરવામાં આવી રહ્યો છે.

COVID-19 Vaccines નું લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે SMC નો પ્રયોગ
6 લાખ લોકોનો વેક્સીનનો બીજો ડોઝ લેવાનો બાકી SMC આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે સુરતમાં વેક્સીનેશન ( COVID-19 Vaccines ) અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. 110 ટકા લોકોને વેક્સીનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 30 લાખ લોકો પૈકી 24 લાખ લોકોએ વેક્સીનનો બીજો ડોઝ પણ લઇ લીધો છે. પણ હજુ 6 લાખ લોકોનો વેક્સીનનો બીજો ડોઝ (2nd dose of covid 19 vaccines ) લેવાનો બાકી છે. ખાસ કરીને ઉધના અને લીંબાયત ઝોનમાં લોકો વેક્સીનનો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. જેથી પ્રોત્સાહનના ભાગરૂપે હાલમાં આવતીકાલથી વેક્સીનેશનની તમામ સાઈટ પર 1 લીટર તેલ ( OIL ) આપવાનું નક્કી કર્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વહેલા તે પહેલાના ધોરણે અને જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી તેલ લોકોને નિઃશુલ્ક આપવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરતમાં 84 દિન વીતી ગયા છતાં 85 હજાર લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો નહીં

આ પણ વાંચોઃ Russian Vaccine Registration: અન્ય રાજ્યોના લોકોએ સુરતમાં કરાવ્યું રજિસ્ટ્રેશન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.