ETV Bharat / city

'હું, કોર્પોરેટર બનવા માગુ છું...' પાલિકાની 120 બેઠક માટે માત્ર 7 દિવસમાં કોંગ્રેસી કાર્યકરોએ 525 ફોર્મ ભર્યા

author img

By

Published : Sep 30, 2020, 12:10 PM IST

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. તેને લઈ કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસે ઉમેદવારી ફોર્મ બહાર પાડી દીધા છે. આ સાથે જ 120 કોર્પોરેટર સીટ સામે 525 જેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી છે.

surat
Surat

સુરત: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા તમામ રાજકીય પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો આ વખતે કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવી દીધું છે. કોંગ્રેસ તરફથી ટિકિટ મેળવવા માટે મોટી લાઇન છે. 120 બેઠક માટે માત્ર 7 દિવસમાં કોર્પોરેટર બનવા માટે 525 ફોર્મ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભર્યા છે. હજુ ફોર્મ ભરવાની પ્રક્રિયા 2જી ઓક્ટોબર સુધી ચાલશે.

પાલિકાની 120 બેઠક માટે માત્ર 7 દિવસમાં કોંગ્રેસી કાર્યકરોએ 525 ફોર્મ ભર્યા
સુરત શહેર કોંગ્રેસ દ્વારા આ વર્ષે ઉમેદવારી ફોર્મના રૂપિયા 1000 વસુલી રહ્યા છે. કોઈપણ વ્યક્તિ ગમે તેમ ઉમેદવારી નહીં નોંધાવે તે માટે આ રકમ વસૂલવામાં આવી રહી હોવાનું કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું હતું. તેમ છતાં 7 દિવસમાં 595 જેટલા ફોર્મ લઈ જવામાં આવ્યા છે. જે પૈકી 525 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા છેલ્લા એક સપ્તાહથી કોર્પોરેટરના ઉમેદવાર માટેના ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. 120 કોર્પોરેટર સીટ સામે 525 જેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત આ વખતે કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા ઉમેદવારનું એજ્યુકેશન, કેટલા વર્ષથી કોંગ્રેસમાં કામ કરે છે, સમાજમાં તેનું સ્થાન કયા પ્રકારનું છે, તે તમામ બાબતોનો સર્વે કરી કોર્પોરેટરની ટિકિટ આપવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.