ETV Bharat / city

જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ

author img

By

Published : Dec 26, 2021, 2:47 PM IST

સુરત શહેરમાં તાપી નદી ઉપર બનાવામાં આવેલા કોઝવે ઉપર આજે રવિવારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel Surat) દ્વારા પૂજન કરી સ્વછતા અંતર્ગત સાથે ઉપસ્થિત તમામ પદાધિકારીઓ સાથે મળી રાજ્યભરમાં સ્વછતા માટે પ્રતિજ્ઞા લીધી હતી.

Chief Minister Bhupendra Patel
Chief Minister Bhupendra Patel

સુરત: શહેરના તાપીનદી ઉપર બનાવામાં આવેલા કોઝવે ઉપર આજે રવિવારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તાપી પૂજન કરી રાજ્યવ્યાપી નદી મહોત્સવમાં (Statewide River Festival) હાજરી આપી હતી, જેમાં કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોષ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ધારાસભ્યો, મેયર કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા તથા કાર્યક્રમ બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel Statement) સાથે તમામ પદાધિકારીઓએ સ્વછતા રાખવા વિશે પ્રતિજ્ઞા લીધી હતી. મુખ્યપ્રધાને શ્રમદાન કરી નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો સંદેશ આપ્યો હતો. ઉપસ્થિત સૌએ નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા હતા.

જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ

જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે: મુખ્યપ્રધાન

રાજ્ય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 'નદી ઉત્સવ' નદીઓના કિનારે વિસરાયેલી ભવ્ય સંસ્કૃતિને સજીવન કરવાનો આ પ્રયાસ છે. નદીઓ, પર્યાવરણ આપણી મહામૂલી સંપત્તિ છે. આપણી નદીઓ રાજ્યના અપ્રતિમ વિકાસની મૂક સાક્ષી છે. માનવજીવન સહિત અનેકવિધ સજીવો માટે નદીઓ શુદ્ધ મીઠા પાણીઓ એકમાત્ર સ્ત્રોત છે. આપણી આવનારી પેઢીઓ સાથે પર્યાવરણની સુરક્ષા માટે જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે.

જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ
જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ

રાજ્ય સરકાર 'સુશાસન સપ્તાહ'ની ઉજવણી કરવા પણ સંકલ્પબદ્ધ: મુખ્યપ્રધાન

ભૂતકાળની સરકારના શાસનમાં જોવા મળતી સુવિધાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એક સમયે સાબરમતી નદીના પટ પર ક્રિકેટના મેદાનો અને સર્કસના ડેરા- તંબુ જોવા મળતા હતા, જ્યારે તત્કાલીન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે આધુનિક સુવિધાઓથી સજ્જ રિવરફ્રન્ટ સાકાર થયો છે. વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર સુશાસનના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીની સ્મૃત્તિમાં દરેક વ્યક્તિને સરળતાથી સરકારી સેવાઓના લાભ આપવા સાથે નાગરિકોની સમસ્યાઓ નિવારવાના અનેકવિધ પ્રયાસો કરી 'સુશાસન સપ્તાહ'ની ઉજવણી કરવા પણ સંકલ્પબદ્ધ છે.

જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ
જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ

આ પણ વાંચો: મુઝફ્ફરપુરમાં કુરકુરે-નૂડલ્સ ફેક્ટરીના બોઈલરમાં બ્લાસ્ટ, પાંચના મૃત્યુ

આ પણ વાંચો: Fire in Vadodara : મોટી કોરલ ગામના આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ, જૂઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.