Water Services Development Plan : પાંચ નગરપાલિકાઓમાં શહેરી વિકાસ યોજનામાં પાણી પુરવઠાની યોજનાઓને મંજૂૂરી

author img

By

Published : Nov 29, 2021, 7:41 AM IST

Water Services Development Plan : પાંચ નગરપાલિકાઓમાં શહેરી વિકાસ યોજનામાં પાણી પુરવઠાની યોજનાઓને મંજૂૂરી

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) દ્વારા શહેરી વિકાસ યોજનામાં પાણી પુરવઠાની (water services development plan) કુલ 29.80 કરોડની (Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana) યોજનાઓ મંજુર કરવામાં આવી છે. રાજ્યના કેટલાક શહેરોમાં પાણી વિતરણ વ્યવસ્થા, હયાત નેટવર્કમાં સુધારા, ભૂગર્ભ સમ્પ-ઉંચી ટાંકી, નળ કનેક્શન અને પમ્પીંગ મશીનરી સહિતના વિવિધ કામો માટે રકમ ફાળવાઈ છે. આ કામો માત્ર 1 વર્ષમાં પુર્ણ કરવાના રહેશે.

  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા શહેરી પાણી વિકાસની મંજુરી આપી
  • પાણી પુરવઠા વિકાસના કામો 1 વર્ષમાં પૂર્ણ કરવાના રહેશે
  • ચોટીલા, દ્વારકા, માંડવી, શિહોર અને ગારીયાધાર નગરપાલિકાઓને આપી મંજૂરી

ગાંધીનગર : રાજ્યની પાંચ નગરપાલિકાઓમાં સ્વર્ણિમ જયંતી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) દ્વારા શહેરી વિકાસ યોજનામાં પાણી પુરવઠાની(water services development plan) કુલ 29.80 કરોડની યોજનાઓ (Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana) મંજુર કરવામાં આવી છે. ચોટીલા, દ્વારકા, માંડવી (કચ્છ), શિહોર અને ગારીયાધાર નગરપાલિકાઓને પાણી વિતરણવ્ય વસ્થા, હયાત નેટવર્કમાં સુધારા, ભૂગર્ભ સમ્પ-ઉંચી ટાંકી, નળ કનેક્શન અને પમ્પીંગ મશીનરી સહિતના વિવિધ કામો માટે રકમ ફાળવાઈ છે. આ કામો 1 વર્ષમાં પૂર્ણ કરવાના રહેશે.

ગારીયાધારમાં 8.73 કરોડ રૂપિયાના ખર્ચે પાણી પુરવઠાના વિવિધ કામો હાથ ધરાશે

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્યના નગરો, ગામો અને શહેરોમાં નાગરિકોને પીવાનું શુધ્ધ અને પુરતું પાણી મળી રહે તેવા આયોજન સાથે પાંચ નગરપાલિકાઓમાં રૂપિયા 29.80 કરોડના પાણી પુરવઠાના કામોને સૈધ્ધાંતિક મંજુરી આપી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યપ્રધાન શહેરી વિકાસ (Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana) યોજના અંતગર્ત આ કામો મંજુર કરવામાં આવ્યા છે. તેમાં ચોટીલા નગરપાલિકામાં 4.47 કરોડ, દ્વારકામાં 6.94 કરોડ, કચ્છના માંડવીમાં 3.74 કરોડ તેમજ ભાવનગરના શિહોરમાં 5.91 કરોડ અને ગારીયાધારમાં 8.73 કરોડ રૂપિયાના ખર્ચે પાણી પુરવઠાના વિવિધ કામો હાથ ધરાશે.

વહીવટી મંજુરી પ્રકીયાઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે

CM ભુપેન્દ્ર પટેલે આ નગરોમાં પાણી પુરવઠાના (Water supply in gujarat) કામો માટે મંજુરી આપી છે. તેમાં રાઈઝીંગ મેઈન, વિતરણ વ્યવસ્થા, પમ્પીંગ મશીનરી, ઉંચી ટાંકી, નળ કનેક્શન તેમજ સમ્પ, ફિલ્ટર પ્લાન્ટ અને છેવાડાના વિસ્તાર સુધી પૂરતા પ્રેશરથી નિયમિત પાણી આપવાના તેમજ ગ્રેવીટી વિતરણ વ્યવસ્થા અને હયાત નેટવર્કમાં સુધારા જેવા વિવિધ કામોનો સમાવેશ થાય છે. મુખ્યપ્રધાને એવું પણ સૂચવ્યું છે કે જે યોજનાઓને તેમણે સૈધ્ધાંતિક મંજુરી આપી છે તેની તાંત્રિક, વહીવટી મંજુરી પ્રકીયાઓ ઝડપથી પૂર્ણ કરી આ યોજનાઓના કામો 1 વર્ષમાં પૂરા કરી દેવાનો રહેશે.

આ પણ વાંચોઃ ગાંધીનગરના નાગરિકોને 24 કલાક પાણી મળશે, અમિત શાહના હસ્તે યોજનાનું ખાતમુહૂર્ત

આ પણ વાંચોઃ નવસારીમાં પાણી કાપ : શહેરીજનોને એક ટાઈમ જ પાણી મળશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.