ETV Bharat / city

Birthday Celebration Viral Video: સુરત શહેરમાં ફરીથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ

author img

By

Published : Jun 15, 2021, 3:02 PM IST

સુરત શહેરમાં ઘણા સમયથી રાત્રી કર્ફ્યુ ( Night curfew ) દરમિયાન જન્મદિવસની ઉજવણી કરતા વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. જોકે જન્મદિવસની ઉજવણી કરતાં લોકોને પોલીસનો ડર નથી તે રીતે રાત્રી કર્ફ્યુ દરમિયાન પણ જાહેરમાં જન્મદિવસની ઉજવણી ( Birthday Celebration Viral Video) કરતા ઘણા સમયથી વીડિયો વાયરલ ( Viral Video ) થઇ રહ્યાં છે. સુરત શહેરમાં ફરીથી રાત્રી કર્ફ્યુ દરમિયાન જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો વાયરલ થયો છે.

Birthday Celebration Viral Video: સુરત શહેરમાં ફરીથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ
Birthday Celebration Viral Video: સુરત શહેરમાં ફરીથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ

  • Night curfew દરમિયાન થઈ જન્મદિવસની ઉજવણી
  • સુરતના જિલાની બ્રિજનો વીડિયો હોવાની શક્યતા
  • પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો



સુરતઃ શહેરમાં ફરીથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી ( Birthday Celebration Viral Video) કરતો વીડિયો વાયરલ ( Viral Video ) થયો છે. આ રીતે જન્મદિવસનો વીડિયો વાયરલ થવો શહેર પોલીસ માટે પણ ઘણા બધા સવાલો ઉભા કરી રહ્યાં છે. જો રાત્રી પેટ્રોલિંગ કરતી હોય તો પોલીસ કેમ કોઈ પગલાં લેતી નથી. આ વીડિયોને જોતાં એવું લાગી રહ્યું છેકે આ વીડિયો સુરતના જીલાની બ્રિજનો વીડિયો છે. જોકે મહત્વની વાત એ છે કે રાત્રિ દરમિયાન જન્મદિવસની ઉજવણી ( Birthday Celebration Viral Video) કરતો વીડિયો વાયરલ થવા માટે પાછળ શહેર પોલીસ જવાબદાર હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રાજ્ય સરકારના આદેશ મુજબ હજી રાજ્યના કેટલાક શહેરોમાં રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ રાજ્ય સરકાર દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે. આવામાં રાત્રી કર્ફ્યુ ( Night curfew ) દરમિયાન જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો વાયરલ ( Viral Video ) થવો શહેર પોલીસ માટે પણ માથાનો દુખાવો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.

જન્મદિવસની ઉજવણી કરતાં લોકોને પોલીસનો ડર નથી

આ પણ વાંચોઃ સુરતમાં તલવાર વડે કેક કાપી બુટલેગરનો Birthday celebrations કરતો વીડિયો વાયરલ


પોલીસની નિષ્ક્રિયતાથી વધ્યાં આવા બનાવ

રાત્રી કર્ફ્યુ ( Night curfew ) દરમિયાન જન્મદિવસની ઉજવણી ( Birthday Celebration Viral Video) કરતો વીડિયો વાયરલ ( Viral Video ) થયા બાદ જે સ્થળે જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે તે સ્થળ જીલાની બ્રિજ બે પાર્ટમાં છે. કહી શકાય કે ચોક બજાર પોલીસ સ્ટેશન લાગે કાં તો પછી રાંદેર પોલીસ સ્ટેશન લાગે. આથી હાલ પોલીસ આ વિશે કોઈ પગલાં લેશે કે નહીં તે જોવાનું રહ્યું.

આ પણ વાંચોઃ Birthday Celebration Viral Video: પોલીસ કર્મીઓની પહેલા બદલી, બાદમાં સસ્પેન્ડ અને હવે પોલીસ ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.