ETV Bharat / city

Ashant Dhara Act Violation: અશાંતધારા કાયદાના ઉલ્લંઘનના વિરોધમાં હવે યોગીની સંસ્થા મેદાનમાં, જૈન સમાજે કરી તપાસની માંગ

author img

By

Published : Jan 3, 2022, 5:09 PM IST

Ashant Dhara Act Violation: અશાંતધારા કાયદાના ઉલ્લંઘનના વિરોધમાં હવે યોગીની સંસ્થા મેદાનમાં, જૈન સમાજે કરી તપાસની માંગ
Ashant Dhara Act Violation: અશાંતધારા કાયદાના ઉલ્લંઘનના વિરોધમાં હવે યોગીની સંસ્થા મેદાનમાં, જૈન સમાજે કરી તપાસની માંગ

સુરતના કોટ વિસ્તારમાં અશાંતધારા કાયદાના ઉલ્લંઘનની (Ashant Dhara Act Violation) અનેક ફરિયાદો આવી રહી છે તેમ છતા કોઈ કાર્યવાહી ન થતી હોવાના કારણે ફરિયાદોને ધ્યાનમાં રાખી પીએમ યોગીની સંસ્થા હિન્દુ યુવા વાહિની આગળ આવી છે. આજે સોમવારે સંસ્થાએ સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને કાયદાનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર વેચવામાં આવી રહેલી મિલકતની તપાસ કરવા માટે માંગ કરી છે.

સુરત : છેલ્લા ઘણા સમયથી સુરતના કોટ વિસ્તારમાં અશાંતધારા કાયદાના ઉલ્લંઘનની (Ashant Dhara Act Violation) અનેક ફરિયાદો આવી રહી છે તેમ છતાં નકકર કાર્યવાહી ન થતી હોવાના કારણે હવે આ ફરિયાદોને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સંસ્થા હિન્દુ યુવા વાહિનીએ કમર કસી લીધી છે. હિન્દુઓની મિલકત બળજબરીથી વિધર્મી ન ખરીદે એ માટે આ તમામ અશાંતધારા વિસ્તારમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે. એટલું જ નહીં આજે સોમવારે સંસ્થાએ સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને કાયદાનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર વેચવામાં આવી રહેલી મિલકતની તપાસ કરવા માટે માંગ કરી છે.

અશાંતધારા કાયદાના ઉલ્લંઘનના વિરોધમાં હવે યોગીની સંસ્થા મેદાનમાં, જૈન સમાજે કરી તપાસની માંગ

અશાંતધારા વિસ્તારમાં હિન્દુઓના મકાન ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, સુરતમાં થોડા દિવસ પહેલા એક જૈન પરિવારના ઘરે બુરખા પહેરેલી મુસ્લિમ મહિલાઓએ પહોંચીને ઘર વેચવવાનું છે કે નહીં એમ કહી જીભાજોડી કરી હતી. આ મામલો એ માટે મોટો થયો હતો કારણ કે, આ વિસ્તાર અશાંતધારા હેઠળ આવે છે. મકાનમાલિક ભાવિન શાહ પોતાની મિલકત વેચવા માંગતા નથી, તેમ છતાં વારંવાર તેના ઘરે લોકો આવીને મિલકત વેચવા માટે પૂછપરછ કરી માનસિક ત્રાસ આપે છે. આ વિસ્તારમાં 30થી વધુ હિંદુ મંદિરો અને જૈન દેરાસરો આવેલા છે, પરંતુ આ વિસ્તારમાં હિન્દુઓ અને જૈનના મકાન ગેરકાયદેસર વેચવામાં આવી રહ્યા છે. જે અંગે પોલીસ કમિશનર સહિત કલેકટર કચેરીમાં અરજી પણ કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી કોઈ ઠોસ કાર્યવાહી થઇ નથી. વિધાનસભામાં પણ આ મુદ્દે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી 1 વર્ષ પહેલા અવાજ ઉઠાવી ચૂક્યા છે.

ગેરકાયદેસર મિલકતના વેચાણ અંગે સરકાર તપાસ કરે

સુરતના અશાંતધારા વિસ્તારમાં ગેરકાયદેસર (Ashant Dhara Area In surat) મિલકતના વેચાણ અંગે સરકાર તપાસ કરે એ માટે આજે જૈન સમાજના અગ્રણીઓએ સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય તપાસની માંગ કરી છે. જૈન સમાજના અગ્રણી અશિત ગાંધીએ જણાવ્યું હતું કે, તેઓ સુરત જિલ્લા કલેકટરને મળવા આવ્યા છે. તેમની પાસે વિડીયોના પુરાવા છે કે કઈ રીતે આ અશાંતધારા વિસ્તારમાં ગેરકાયદેસર હિન્દુ અને જૈન સમાજના લોકોની મિલકત ખરીદવામાં આવતી હોય છે. તેમને માંગ કરી છે કે, સરકાર આ મામલે યોગ્ય તપાસ કરાવે.

અશાંતધારા કાયદાના ઉલ્લંઘનના વિરોધમાં હવે યોગીની સંસ્થા મેદાનમાં, જૈન સમાજે કરી તપાસની માંગ
અશાંતધારા કાયદાના ઉલ્લંઘનના વિરોધમાં હવે યોગીની સંસ્થા મેદાનમાં, જૈન સમાજે કરી તપાસની માંગ

ગુજરાતમાંથી અશાંતધારનો કાયદો નાબૂદ કરવાની માંગ

હાઇકોર્ટમાં જમીયતે ઉલેમા દ્વારા કહેવામાં આવે છે કે, ગુજરાતમાં શાંતિનો માહોલ છે અને કાયદા-વ્યવસ્થાનો ભંગ થઈ રહ્યો નથી, જેથી ગુજરાતમાંથી અશાંતધારનો કાયદો નાબૂદ કરવામાં આવે. પરંતુ અનેક ફરિયાદો બાદ પણ પોલીસ દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવતા નથી. તેમની માંગણી છે કે, ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવે ત્યારે જ ખબર પડશે કે કઈ રીતે આ કાયદા બાદ પણ ગેરકાયદેસર મિલકતનું વેચાણ થઈ રહ્યું છે.

15 ફ્લેટમાંથી 12 ફ્લેટનુ સાતાખત વિધર્મીઓ દ્વારા કરાયું

છેલ્લા ઘણા સમયથી અશાંતધારા વિસ્તારમાં ગેરકાયદેસર મિલકત વેચાણનું (Ashant Dhara Permission) આખું કૌભાંડ ચાલી રહ્યું છે. ભાવિન શાહ જે બિલ્ડિંગમાં રહે છે તેના પ્રમુખ મનીષ મહેતાએ પોતે જણાવ્યું છે કે, બિલ્ડિંગમાં 15 જેટલા ફ્લેટ છે જેમાંથી 12 ફ્લેટનુ સાતાખત વિધર્મીઓ દ્વારા કરી લેવામાં આવ્યું છે.

હિન્દુઓની રક્ષાની વાત કરશે તેમનું જ રાજ રહેશે

સુરત જિલ્લા હિન્દુ યુવા વાહિની પણ આ મામલે એક્શનમાં આવી છે. પીએમ યોગીની આ સંસ્થા હવે સુરતના અશાંતધારા વિસ્તારમાં પોસ્ટર અને બેનર લગાવીને આ કાયદા અંગેની જાગૃતિ લોકોમાં ફેલાવી રહી છે. સુરત હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ ભાવેશ ભગતે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અમે જન જાગૃતિ હેઠળ પોસ્ટર બેનર લગાવ્યા છે, અનેક ફરિયાદો મળી છે આ વિસ્તારમાં જે હિન્દુઓની રક્ષાની વાત કરશે તેમનું જ રાજ રહેશે.

આ પણ વાંચો:

સુરતના આ આઠ પોલીસ મથકમાં અશાંત ધારો લાગુ છે, શું છે નિયમ જાણો...

ગુજરાતમાં અશાંત ધારો શા માટે ? તેનાથી શું થશે ફાયદો ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.