ETV Bharat / city

રક્ષાબંધનના તહેવાર પર બહેને ગુમાવ્યો એકનો એક ભાઇ

author img

By

Published : Aug 11, 2022, 3:46 PM IST

સુરતમાં રક્ષાબંધનની પૂર્વ રાત્રીએ બહેને એકનો એક (Rakshabanghan Festival 2022) ભાઈ ગુમાવતા પરિવારમાં શોકનો માતમ છવાયો છે. રક્ષાબંધનની પૂર્વ રાત્રીએ ભાઈ બહેનની ઘરે મળવા ગયો હતો. પરંતુ રોડ પર ભાઈનો મૃતદેહ પોલીસને મળી આવતા કાર્યવાહી હાથ ધરી છે. શું છે સમગ્ર ઘટના જૂઓ.ગુજરાતમાં (Accident rate in Gujarat) પર અકસ્માત થતાં પોલીસ કેસ નોંધાયો.

રક્ષાબંઘનના તહેવાર પર એકનો એક ભાઈ ગુમાવતા શોકનો માતમ્
રક્ષાબંઘનના તહેવાર પર એકનો એક ભાઈ ગુમાવતા શોકનો માતમ્

સુરત : બારડોલી તાલુકાના ખરવાસા ગામે એક યુવકનું મૃત્યુ નીપજતા પરિવારમાં (Rakshabanghan Festival 2022) શોકનો માતમ છવાયો છે. યુવક રક્ષાબંધનની પૂર્વ રાત્રીએ બહેનની ઘરે મળવા ગયો હતો. બહેનની ઘરેથી પરત ફરતા બારડોલી તાલુકાના ખરવાસા ગામે યુવક સાથે અકસ્માત સર્જાયો હતો. ખરવાસા ગામની સીમમાંથી પસાર થતી વખતે રોડ પર ઉભેલા ટેમ્પો સાથે મોટરસાયકલ અથડાતા મૃત્યુ નીપજ્યુ હતું. પોલીસ પેટ્રોલીંગમાં નીકળી ત્યારે મૃતદેહ રોડ પર મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ આ બહેને એકનો એક ભાઈ ગુમાવતા (Rakshabanghan Festival 2022 Accident) આંખમાંથી આંસુ સુકાતા નથી.

અકસ્માત
અકસ્માત

આ પણ વાંચો ઇસ્કોન મંદિર અમદાવાદ ખાતે ઉજવાઈ બલરામ જયંતિ

કેવી રીતે સર્જાયો અકસ્માત કામરેજ તાલુકાના નગોડ ગામે રહેતો વિપુલ પરમાર (27 વર્ષિય) ગંગાધરા ખાતે આવેલી સિમેન્ટની ફેક્ટરીમાં નોકરી કરતો હતો. બુધવારે રાત્રે નોકરી પરથી પરત ફર્યા બાદ પોતાની બહેનને મળવા ગયો હતો. બહેનને મળીને રાત્રીના 11 વાગ્યાની આસપાસ તે નગોડ જવા નીકળ્યો હતો. મળતી માહિતી મુજબ જ્યાં ખરવાસા ગામની સીમમાં રસ્તા પર ઉભેલા ટેમ્પોમાં રિફ્લેટર કે લાઈટ ન હોવાને કારણે વિપુલને ટેમ્પો દેખાય શક્યો ન હતો. તેથી તેની મોટરસાયકલ ટેમ્પોની પાછળ ધડાકાભેર અથડાય હતી. અકસ્માતમાં વિપુલને ગંભીર ઇજા થતાં તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માત
અકસ્માત

આ પણ વાંચો ગૌ વંશની સુરક્ષા માટે રક્ષાસૂત્ર બાંધીને ગૌ પ્રેમીએ કરી અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી

એકનો એક ભાઈ મોડી રાત્રે પોલીસ પેટ્રોલીંગમાં નીકળી ત્યારે વિપુલનો મૃતદેહ રોડ પર પડેલો જોતા પરિવારજનોને જાણ કરી હતી. બે ભાઈ બહેન પૈકી બહેને રક્ષાબંધનના દિવસે જ એકનો એક ભાઈ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહનો કબજો (Accident 2022 in Gujarat) પરિવારને સોંપ્યો હતો. પરંતુ પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રક્ષાબંધનના દિવસે જ યુવકનું મૃત્યુ થતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. મૃતક યુવક એક બહેનનો એકનો એક ભાઈ હતો. ભાઈ બહેનના પવિત્ર તહેવારે જ ભાઈને અકસ્માતમાં ગુમાવતા પરિવારજનો સહિત ગામમાં માતમ છવાઈ ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.