ETV Bharat / city

EXCLUSIVE : સુરતના દર્દીએ હોમ આઇસોલેશનમાં જ ઘાતક Delta Plus Variantને આપી મ્હાત

author img

By

Published : Jun 26, 2021, 4:36 PM IST

કોરોનાના ગંભીર માનવામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (delta plus Variant)નો એક કેસ સુરતમાં નોંધાયો હતો. સ્મીમેર હોસ્પિટલના એક વિદ્યાર્થીને થયેલા કોરોનામાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટ (delta plus variant) હોવાનું જણાયું હતું. WHO જેને સૌથી ઘાતક માને છે તેનો દર્દી હોમ આઈશોલેશન (Home Isolation)માં જ સાજો થઈ ગયો હતો.

Delta Plus in Surat
Delta Plus in Surat

  • WHOએ ઘાતક માની રહેલા તે ડેલ્ટા પલ્સ વેરિયન્ટનો દર્દી હોમ આઇસોલેશનમાં સાજો થઇ ગયો
  • સુરતની સ્મીમેર હોસ્પિટલના વિદ્યાર્થીને થયેલા કોરોનામાં delta plus variant
  • સુરતમાં રોજે 15,000થી 16,000 કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યા છે

સુરત : આખરે સુરતમાં પણ કરોનાના ગંભીર મનાતા ડેલ્ટા પલ્સનો પ્રથમ કેસ અંગે સરકારે માહિતી આપી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને થયેલા કોરોનામાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટ (delta plus variant) હોવાનું બહાર આવ્યું છે. સૌથી અગત્યની વાત એ છે કે, જે વેરિયન્ટને WHO ઘાતક માની રહી છે તે ડેલ્ટા પલ્સ વેરિયન્ટ (delta plus variant)નો દર્દી હોમ આઇસોલેશન (Home Isolation)માં સાજો થઇ ગયો અને તેને ખબર પણ નહોતી કે તે ઘાતક ડેલ્ટા પલ્સ વેરિયન્ટ (delta plus variant) ધરાવે છે.

આ પણ વાંચો : મળો કોરોના વાઈરસ પરિવારના બે ભારતીય સદસ્યોને...

વિદ્યાર્થી ઘરે જ ટ્રીટમેન્ટ લઈ સાજો પણ થઇ ગયો

એપ્રિલ માસમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને સ્મીમેર મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થી કોરોના પોઝિટિવ થયો હતો. હોસ્પિટલની જગ્યાએ તેણે ઘરમાં જ કોરોનાની સારવાર મેળવી 14 દિવસમાં સાજો થઇ ગયો હતો. વિદ્યાર્થીનો સેમ્પલ જીનોમ સિક્વેન્સ (Genome sequence)ની તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થીને ઘાતક ગણાતા ડેલ્ટા પલ્સ વેરિયન્ટ (delta plus variant)વાળો કોરોના વાઈરસ હતો. હાલ વિદ્યાર્થી મેડિકલ કોલેજમાં ભણી પણ રહ્યો છે અને સ્વસ્થ પણ છે. જે વાઈરસને ઘાતક ગણવામાં આવી રહ્યો છે તેનો પ્રથમ કેસ સુરતમાં એપ્રિલ મહિનામાં નોંધાયો હતો. જેની જાણ રિપોર્ટના માધ્યમથી અત્યારે થઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ વિદ્યાર્થી ઘરે જ ટ્રીટમેન્ટ લઈ સાજો પણ થઇ ગયો છે.

EXCLUSIVE : સુરતના દર્દીએ હોમ આઇસોલેશનમાં જ ઘાતક Delta Plus Variantને આપી મ્હાત

આ પણ વાંચો : Delta Plus Variant in Gujarat - રાજ્ય સરકાર એલર્ટ મોડ પર, રોજ 30 સેમ્પલ મોકલાઈ રહ્યા છે તપાસ માટે

લોકો વેક્સિનેશન કરાવે તો તેનાથી આ વાઈરસને માત આપી શકાય : બંછાનિધિ પાની

સુરતમાં પ્રથમ ડેલ્ટા પલ્સ (delta plus) કેસ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વેરિયન્ટ અંગે પ્રથમ કેસ સુરતમાં એપ્રિલ માસમાં નોંધાયો હતો, જેની જાણ થઈ છે. લોકોને આ અંગે ગભરાવાની જરૂર નથી. માત્ર તકેદારીના ભાગરૂપે માસ્કને સોશિયલ ડિસ્ટન્સના નિયમનો પાલન કરવાનું રહેશે. કેસ પાંડેસરાનો છે અને હોમ આઇસોલેશન (Home Isolation)માં જ દર્દી સાજો થઇ ગયો હતો. અમે રોજે 15,000થી 16,000 કોરોના ટેસ્ટિંગ કરી રહ્યા છે. જેમાંથી પાંચ હજારથી વધુ RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. પોઝિટિવિટી રેટ (Positivity rate) ખૂબ જ ઓછું છે તેમ છતાં જે લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે તે તમામનું જીનોમ સિક્વેન્સ (Genome sequence) રિપોર્ટ માટે મોકલવામાં આવે છે. લોકો વેક્સિનેશન કરાવે તો તેનાથી આ વાઈરસને માત આપી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.