ETV Bharat / city

કીમ રેલવે સ્ટેશન નજીક અડફેટે આવેલા 14 વર્ષીય સગીરની હત્યાની આશંકા

author img

By

Published : May 25, 2021, 10:18 AM IST

ઓલપાડ તાલુકાના કીમ રેલવે સ્ટેશને ટ્રેન અડફટે 14 વર્ષીય સગીરનું મોત થયું હતું. જેમાં સગીરના પિતાએ પોતાના પુત્રનું અકસ્માતમાં નહિ પણ તેની હત્યા કરાઈ હોવાની આશંકા સુરત રેલવે પોલીસ સમક્ષ વ્યક્ત કરતા પોલીસે આ સંબંધે પિતાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

કીમ રેલવે સ્ટેશન
કીમ રેલવે સ્ટેશન

  • ગયા શનિવારના રોજ કીમ રેલવેમાં હત્યાનો બનાવ
  • રેલવે પર ટ્રેન અડફેટે ભેટેલા 14 વર્ષીય સગીરની હત્યાની આશંકા
  • પિતાની ફરિયાદ લઈ પોલીસે તપાસ હાથ ધરી

સુરત: ગયા શનિવારના રોજ કીમ રેલવે સ્ટેશન નજીક કિ.મી 289/15-17 પાસે કીમ સાંઈરામ કોમ્પ્લેક્સ બાજુમાં રહેતા જયકીશન નન્હેલાલ તિવારી (ઉ.વ 14 ,રહે જલારામ કોમ્પલેક્ષ કીમ)નું ટ્રેન અડફટે મોત થયું હતું. કીમ રેલવે સ્ટેશને દક્ષિણ રેલવે અપલાઈન પર ટ્રેન નં-09093 પોરબંદર એક્સપ્રેસ ટ્રેન અડફટે ઉપરોક્ત સગીરને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું.

આ પણ વાંચો: સુરતના કીમ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત

મૃતકના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ

કોસંબા રેલવે હેડ કોન્સ્ટેબલ ભૂપતસિંહ ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના બાદ મૃતક સગીર જયકીશન નન્હેલાલ તિવારીના પિતાએ સદર ઘટનામાં તેના પુત્રની હત્યા કરાઈ હોવાની આશંકા રેલવે પોલીસ સમક્ષ કરી હતી.

આ પણ વાંચો: કોરોના ગાઇડલાઇનો ભંગ કરતા 7 લોકોની જૂનાગઢ રેલવે સ્ટેશનથી અટકાયત

પરિવાર સહિતની વિગતો મેળવી તપાસ હાથ ધરી

સુરત રેલવે PSI ડાંગી સાહેબે મૃતકના પિતાના નિવેદન લઈ પરિવાર સહિતની વિગતો મેળવી તપાસ હાથ ધરી છે. મળતી વિગત મુજબ મૃતકના પિતા ઈન્દ્રજીત ઉર્ફે નન્હેલાલ તિવારી(રહે,કીમ જલારામ કોમ્પ્લેક્ષ) પોલીસ સમક્ષ શકમંદ વ્યક્તિઓના નામ આપ્યા હોવાથી તેઓની પૂછપરછ શરૂ કરી પોલીસે સદર દિશામાં તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.