ETV Bharat / city

ભરતી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રોકાઈ ગયેલું મહત્ત્વનું કામ ફરી થશે શરુ, કેવી રીતે થશે જાણો

author img

By

Published : May 9, 2022, 9:43 PM IST

ભરતી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રોકાઈ ગયેલું મહત્ત્વનું કામ ફરી થશે શરુ, કેવી રીતે થશે જાણો
ભરતી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રોકાઈ ગયેલું મહત્ત્વનું કામ ફરી થશે શરુ, કેવી રીતે થશે જાણો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતીકાંડ બાદ રદ થઇ ગયેલી ભરતીઓ ફરી શરુ(Saurashtra University suspended recruitment will resume) કરવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે કઇ રીતે કામગીરી થશે તે વિશે ઇન્ચાર્જ V.C. ડો.ગિરીશ ભીમાણીએ (Incharge V.C. Dr. Girish Bhimani) જણાવ્યું હતું.

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત 88 અધ્યાપકોની ભરતી પ્રક્રિયામાં સિન્ડિકેટ સભ્યોએ જ ભલામણોનો ધોધ વહાવતા માનીતાઓને જ લેવા મુદ્દે વિવાદ થયો હતો. આખરે આખી ભરતીપ્રક્રિયા જ રદ કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકાર સાથે પરામર્શ કરી સરકારની મંજૂરીથી ફરી કરાર આધારિત 64 પ્રોફેસરોની ભરતી (Saurashtra University suspended recruitment will resume) કરવામાં આવશે તે પ્રકારની વિગતો સામે આવી છે.

આ પણ વાંચોઃ Appointment of Chancellors Gujarat: કોંગ્રેસના ગુજરાત સરકાર પર પ્રહાર, કહ્યું10 વર્ષમાં લાયકાત વગરના લોકોને આપ્યું યુનિવર્સિટીના કુલપતિનું પદ

UGCના નિયમ મુજબ ભરતી - આ અંગે ઇન્ચાર્જ V.C. ડો.ગિરીશ ભીમાણીએ (Saurashtra University Incharge V.C. Dr. Girish Bhimani ) જણાવ્યું હતું કે, તત્કાલીન કુલપતિ નીતિન પેથાણીના સમયમાં ભરતી પ્રક્રિયા રદ થઈ હતી. પરંતુ હવે UGC ના નિયમ મુજબ ભરતી (UGC Recruitment Rules) પારદર્શકતાથી થશે. એ માટે રાજ્ય સરકારે ફરી ભરતી કરવા માટે મંજૂરી (Saurashtra University suspended recruitment will resume)આપી દીધી છે. જેમાં અધ્યાપકોએ 18 મે સુધીમાં અરજી કરવાની રહેશે અને હવે થનારી આ ભરતીમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, અન્ય યુનિવર્સિટીના જે તે વિદ્યાશાખાના ડીન જોડાશે જેમાં 11 મહિનાના કરાર આધારિત અધ્યાપકોની ભરતી કરવામાં આવશે અને મહિને રૂ. 40,000નું વેતન ચુકવવામાં આવશે તેવું પણ જણાવેલું હતું.

11 મહિનાના કરાર આધારિત અધ્યાપકોની ભરતી કરવામાં આવશે
11 મહિનાના કરાર આધારિત અધ્યાપકોની ભરતી કરવામાં આવશે

આ પણ વાંચોઃ Appointment of Chancellors Gujarat: કુલપતિઓની નિમણૂક UGCના નિયમોનુસાર થવી જોઈએ: કિરીટ પટેલ

સમગ્ર બાબતે વધુમાં તેમણે જણાવ્યું હતું કે કાયમી અધ્યાપકોની ભરતી માટેની પ્રક્રિયા પણ શરૂ (Saurashtra University suspended recruitment will resume)કરી દેવામાં આવી છે. જેમાં હવે 52 જેટલા અધ્યાપકોની કાયમી ભરતી કરવામાં આવશે. સરકારે જાહેર કરેલી ભરતી મુજબ જાહેરાતો પણ આપી દેવામાં આવી છે. ત્યારે આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજ્યપાલ પાસે પ્રતિનિધિની માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણી (Saurashtra University Senate Election) પણ વિવાદાસ્પદ બની છે. જેને પગલે હવે મતદાર યાદી સુધારણા પૂર્ણ થયા બાદ જ ચૂંટણી યોજાશે. જેથી હાલ મતદાર યાદી રિવાઇઝ કરવાની કામગીરી ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.