ETV Bharat / city

Rajkot Vaccination Drive: બાળકો ભણાવા હોય તો પહેલા પોતે વેક્સિન મુકાવો...

author img

By

Published : Jan 2, 2022, 5:24 PM IST

Rajkot Vaccination Drive: બાળકો ભણાવા હોય તો પહેલા પોતે વેક્સિન મૂકાવો..
Rajkot Vaccination Drive: બાળકો ભણાવા હોય તો પહેલા પોતે વેક્સિન મૂકાવો..

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જે બાળકોના વાલીઓએ વેક્સિન (Rajkot Vaccination Drive) લીધી હશે તેમના જ બાળકોને ઓફલાઇન શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ખાનગી શાળાઓમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેનું તમામ વાલીઓએ પાલન કરવું પડશે.

રાજકોટઃ હાલ સમગ્ર દેશમાં કોરોના (Corona threat in India)ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. એવામાં દેશના નિષ્ણાતો દ્વારા કોરોનાની ત્રીજી લહેર નજીકમાં જ હોવાનો અભિપ્રાય આપાયો છે, ત્યારે રાજ્યમાં હાલ શાળાઓ ઓનલાઈન અને ઓફલાઇન શરૂ છે. મોટાભાગના બાળકો હાલ ઓફલાઇન શિક્ષણ મેળવવા શાળાઓમાં જઈ રહ્યા છે. એવામાં હવે શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ સંક્રમિત થવા લાગ્યા છે. ત્યારે રાજકોટમાં પણ વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના (Rajkot School Corona)પોઝિટિવ થઈ રહ્યા છે. જેને લઈને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જે બાળકોના વાલીઓએ વેક્સિન (Rajkot Vaccination Drive) લીધી હશે તેમના જ બાળકોને ઓફલાઇન શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Rajkot Vaccination Drive: બાળકો ભણાવા હોય તો પહેલા પોતે વેક્સિન મૂકાવો..

વેક્સિન લીધી હશે તો જ ઓફલાઇન શિક્ષણ

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ખાનગી શાળાઓમાં કોરોનાના વધતા કેસને લઈને નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે કે, જે વાલીઓએ કોરોનાની વેક્સિન (Parents got vaccinated) લીધી હશે તેમના જ બાળકોને ઓફલાઇન શિક્ષણ (Offline education in rajkot) આપવામાં આવશે. જ્યારે જે વાલીઓએ કોરોનાની વેક્સિન લીધી નથી તેમના બાળકોને ઓનલાઈન શિક્ષણ લેવાનું રહેશે. રાજકોટ સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા ખાનગી શાળાઓમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેનું તમામ વાલીઓએ પાલન કરવું પડશે.

વિદ્યાર્થીઓનું ભણતર શરૂ રહેશે: અજય પટેલ

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્ય એવા અજય પટેલે આ અંગે જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એવામાં વિવિધ ભીડવાળી જગયાએ, લગ્નમાં, પસંગોમાં, સામાજિક કાર્યક્રમોમાં વાલીઓ સાથે તેમના બાળકો જતા હોય છે અને આવા સ્થળોએથી કોરોનાનું સંક્રમણ સહેલાઈથી થયું હોય છે, ત્યારે જો વાલીઓએ કોરોનાની વેક્સિન લીધી હોય તો તેમના બાળકોને પણ કોરોનાનું સંક્રમણ થવાનો ભય ઓછો થાય છે. જેને લઈને જે વાલીઓએ વેક્સિન લીધી છે તેમના જ બાળકોને ઓફલાઇન શિક્ષણ આપવામાં આવશે.

આ પણ વાંચો: Rajkot Year Ender 2021: રાજકોટ શહેરમાં 2021માં ઘટેલી મહત્વની ઘટના માત્ર એક ક્લિકમાં...

આ પણ વાંચો: Interstate Air Service In Gujarat: 1 જાન્યુઆરીથી ગુજરાતમાં શરૂ થશે ઇન્ટર સ્ટેટ હવાઈ સેવા, અમદાવાદને મળશે ખાસ ભેટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.