ETV Bharat / city

Omicron Cases Rajkot: રાજકોટ શહેરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા હાહાકાર

author img

By

Published : Dec 20, 2021, 7:13 AM IST

Omicron Cases Rajkot
Omicron Cases Rajkot

રાજકોટ જિલ્લામાં કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ (first case of omicron virus rajkot) સામે આવ્યો હતો. મૂળ તાન્ઝાનિયા દેશના 23 વર્ષીય વિદ્યાર્થી કે જે રાજકોટની આર.કે.ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેને કોરોનાનું શંકાસ્પદ સંક્રમણ થતા ત્રણ દિવસ પહેલા નમુના પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાં તેનો એમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટમાં ઓમિક્રોન કોરોના વાઈરસનો (Omicron virus) પ્રથમ કેસ નોંધાતા હાહાકાર મચી છે.

રાજકોટઃ રાજકોટ જિલ્લામાં રવિવારે કોરોના વાઈરસ નવા વોરિયન્ટ એવા ઓમિક્રોન વાઈરસનો પ્રથમ કેસ (first case of omicron virus rajkot) નોંધાયો હતો. જે મામલે રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુએ (Rajkot Collector Arun Mahesh Babu) જણાવ્યું હતું કે, ઓમિક્રોન પોઝિટિવ યુવાનને હાલ રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) દાખલ કરવામાં આવ્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ યુવાનને શંકાસ્પદ ઓમિક્રોન ત્રણ દિવસ પહેલાં જ આવ્યો હતો. જ્યારે તેને ઓમિક્રોનના લક્ષણ જોવા મળતા રાજકોટમાં આ યુવાનનું સેમ્પલ લઈને ઓમિક્રોનનો રિપોર્ટ કરવા માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ આવતા તેમાં ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો.

રાજકોટ શહેરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા હાહાકાર
રાજકોટ શહેરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા હાહાકાર

આ પણ વાંચો: Omicron Cases Gujarat: અમદાવાદ શહેરમાં ઓમિક્રોના 3 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ આંકડો 13 પર પહોંચ્યો

સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડની રચના કરાઈ

આ પણ વાંચો: Omicron Cases In Surat :સુરતમાં દુબઈથી આવેલી ફેશન ડિઝાઈનરનો ઓમીક્રોન રિપોર્ટ પોઝિટિવ

વિશ્વભરમાં જ્યારે કોરોના વાઈરસના નવા વોરિયન્ટ એવા ઓમિક્રોન વાઇરસે (Omicron virus) હાહાકાર મચાવ્યો છે, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) પણ ઓમિક્રોન વાઈરસને પગલે એક અલગ આખા વોર્ડની રચના કરવામાં આવી છે. આ વોર્ડમાં હાલ શંકાસ્પદ ઓમિક્રોન વાઈરસના દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. રવિવારે રાજકોટ જિલ્લામાં ઓમિક્રોન વાઈરસનો પ્રથમ કેસ (first case of omicron virus rajkot) નોંધાતા તે દર્દીને પણ અહીં જ દાખલ કરવામાં આવ્યો છે. તેમજ આ યુવાન પર આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.