ETV Bharat / city

રાજકોટમાં 2008માં કલેક્ટર કચેરીમાં તોડફોડ કેસ, પૂર્વ ધારાસભ્ય સહિત 12 દોષિત

author img

By

Published : Dec 25, 2019, 3:56 AM IST

રાજકોટ: શહેરની કલેક્ટર કચેરીમાં તોડફોડ કેસમાં પૂર્વ ધારાસભ્ય સહિત 12 દોષિત ઠેરવવામાં આવ્યા છે. 11 વર્ષ પૂર્વે કોંગ્રેસ ધારાસભ્ય અને તેના સાથીઓએ મળીને કલેક્ટર કચેરીમાં તોડફોડ કરી હતી. જે બાદ તેમના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ તોડફોડ કેસમાં રાજકોટ કોર્ટે 1 વર્ષની જેલ તથા 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય સહિત કુલ 12 દોષી સાબિત થયા હતા.

judgement on congress violence in collector office
judgement on congress violence in collector office

રાજકોટમાં 11 વર્ષ પહેલાના કેસમાં કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, MLA પીરજાદા સહિત 12 જેટલા આગેવાનોને કોર્ટ દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યા છે. તેમજ તમામ લોકોને 1-1 વર્ષની કેદ સજા અને 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કેસની સમગ્ર વિગત જોઈએ તો, વર્ષ 2008માં જસદણના તે સમયના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાની એક જમીન પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે રાજકોટ કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત માટે રેલી યોજી હતી. જે દરમિયાન કલેક્ટર કચેરી ખાતે ટોળું વિફરતાં તોડફોડ કરાઈ હતી. જે મામલે રાજકોટ પોલીસે 179 જેટલા કોંગી આગેવાનો સહિત 1500 લોકો વિરોધ ગુનો નોંધ્યો હતો.જે મામલે રાજકોટની નામદાર કોર્ટે 12 લોકોને દોષી ઠેરવીને એક-એક વર્ષની સજા સાથે રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો છે.

કલેક્ટર કચેરીમાં તોડફોડ કેસ, પૂર્વ ધારાસભ્ય સહિત 12 દોષિત

દોષિતોમાં સ્વ. વિઠ્ઠલ રાદડિયા, રાજકોટ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર જસવતસિંહ ભટ્ટી, મહેશ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ , ભીખુભાઇ વાડોદરીય ગોવિંદભાઈ રાણપરિયા, દેવજી ફતેપરા, ધારાસભ્ય પીરજાદા જાવેદ, ભીખાભાઇ જોશી, ગોરધન ધામેલીયા અને પોપટભાઇ જીંઝરીયાનો સમાવેશ થાય છે.

Intro:રાજકોટમાં કલેક્ટર કચેરીમાં તોડફોડ કેસ, પૂર્વ ધારાસભ્ય સહિત 12 દોષિત

રાજકોટ: રાજકોટમાં 11 વર્ષ પહેલાના કેસમાં આજે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, MLA પીરજાદા સહિત 12 જેટલા આગેવાનોને કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યા છે. તેમજ તમામ લોકોને 1-1 વર્ષની કેદ સજા અને 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. કેસની સમગ્ર વિગત જોઈએ તો વર્ષ 2008માં જસદણના તે સમયના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવડીયાની એક જમીન પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે રાજકોટ કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત માટે રેલી યોજી હતી. જે દરમિયાન કલેક્ટર કચેરી ખાતે ટોળું વિફરતાં તોડફોડ કરાઈ હતી. જે મામલે રાજકોટ પોલીસે 179 જેટલા કોંગી આગેવાનો સહિત 1500 લોકો વિરોધ ગુન્હો નોંધ્યો હતો. જે મામલે આજે રાજકોટની નામદાર કોર્ટે 12 લોકોને દોષી ઠેરવીને એક એક વર્ષની સજા સાથે રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો છે. દોષીતોમાં સ્વ. વિઠ્ઠલ રાદડિયા, રાજકોટ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર જસવતસિંહ ભટ્ટી, મહેશ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ , ભીખુભાઇ વાડોદરીય ગોવિંદભાઈ રાણપરિયા,બ દેવજી ફાતેપરા , જાવેદ ધારાસભ્ય પીરજાદા, ભીખાભાઇ જોશ ,ગોરધન ધામેલીયા અને પોપટભાઇ જીંઝરીયાનો સમાવેશ થાય છે.

બાઈટ: અશોક ડાંગર, શહેર પ્રમુખ, રાજકોટ કોંગ્રેસBody:રાજકોટમાં કલેક્ટર કચેરીમાં તોડફોડ કેસ, પૂર્વ ધારાસભ્ય સહિત 12 દોષિતConclusion:રાજકોટમાં કલેક્ટર કચેરીમાં તોડફોડ કેસ, પૂર્વ ધારાસભ્ય સહિત 12 દોષિત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.