- રાજકોટમાં ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે ઝડપાયા
- પોલીસે રૂ. 20 હજારના જથ્થા સાથે બેની કરી ધરપકડ
- બંને આરોપીઓએ પોલીસ જાહેરનામાનો ભંગ કર્યો
રાજકોટઃ તાલુકા પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે જાહેરનામાના પાલન માટે અનેક ટીમ પણ બનાવી છે. ચાઈનીઝ દોરી પર કડક પ્રતિબંધ હોવા છતાં આ ઝડપાયેલો શખસ ચાઈનીઝ દોરી વેચી રહ્યો હતો. એટલે પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 20 હજારની ચાઈનીઝ દોરી, 40 ચાઈનીઝ દોરીની રિલ ઝડપી પાડી છે. ચાઈનીઝ દોરી વેચતા રાકેશ ગોધાત અને દિનેશ ગુંડિયાની કરી ધરપકડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંનેએ જાહેરનામાનો ભંગ કર્યો છે.