ETV Bharat / city

રાજકોટમાં અન્ય રાજ્યની NGO સાથે પોલીસના દરોડા, Human trafficking case?

author img

By

Published : Jun 17, 2021, 3:40 PM IST

રાજકોટમાં અન્ય રાજ્યની NGO સાથે પોલીસના દરોડા, Human trafficking case?
રાજકોટમાં અન્ય રાજ્યની NGO સાથે પોલીસના દરોડા, Human trafficking case?

રાજકોટની સદર વિસ્તારમાં આવેલ ( Rajkot Park Inn Hotel )પાર્ક ઇન હોટેલમાં ગઈકાલે રાતના સમયે રાજકોટ મહિલા પોલીસ ( Rajkot Police Raids ) અને મુંબઈની NGO ( Mumbai NGO ) દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. જ્યાંથી એક સગીરા મળી આવી હતી. આ સગીરાને વેચવા માટે અહીં રાખવામાં આવી હોવાની વાત સામે આવી છે.

  • રાજકોટમાં અન્ય રાજ્યની NGO સાથે પોલીસના દરોડા
  • પાર્કઇન હોટેલમાં દરોડા સમયે મળી આવી સગીરા
  • સગીરાને વેચવા માટે લવાયાંની ચર્ચા

    રાજકોટઃ રાજકોટમાં અન્ય રાજ્યની સગીરાને વેચવા માટે લઈને આવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે આ મામલે પોલીસ અથવા ( Mumbai NGO ) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ રાજકોટની સદર વિસ્તારમાં આવેલ પાર્ક ઇન હોટેલમાં ( Rajkot Park Inn Hotel ) ગઈકાલે રાતના સમયે રાજકોટ મહિલા પોલીસ અને NGO દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. જ્યાંથી એક સગીરા મળી આવી હતી. આ સગીરાને વેચવા માટે અહીં રાખવામાં આવી હોવાની વાત સામે આવી છે. જ્યારે આ સગીરાને જે શખ્સ લઈને આવ્યો હતો તે પણ હાલ ફરાર છે.
    રાજકોટની પાર્ક ઇન હોટેલમાં રાજકોટ મહિલા પોલીસના દરોડા
    રાજકોટની પાર્ક ઇન હોટેલમાં રાજકોટ મહિલા પોલીસના દરોડા


    મુંબઈની NGOએ રાજકોટ પોલીસની લીધી મદદ

    શહેરના સદર વિસ્તારમાં આવેલી પાર્ક ઇન હોટેલમાં ( Rajkot Park Inn Hotel ) ગઈકાલે સાંજના સમયે મુંબઈની એનજીઓની ( Mumbai NGO ) મહિલા ટીમ આવી પહોંચી હતી. જેને રાજકોટ ( Rajkot Police ) મહિલા પોલીસની મદદ લીધી હતી તેમજ આ હોટેલમાં રહેતી સગીરાની પૂછપરછ હાથ ધરી હતી. આ સગીરા છેલ્લા દોઢ મહિનાથી રાજકોટની હોટેલમાં રોકાઇ છે. જ્યારે તેને લઈને આવનાર સંતોષ નામનો ઈસમ આ હોટેલમાં મળી આવ્યો ન હતો, પરંતુ આ સગીરા સાથે સ્થાનિક ઈસમ ઝડપાયો છે. હોટેલમાંથી સગીરા અને એક સ્થાનિક ઈસમ મળતા બંનેને પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સગીરાને રાજકોટમાં વેચાણ અર્થે લઈને આવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ દેહ વેપારના ગુના સાથે સંકળાયેલા 3 આરોપીને સુરત પોલીસે ઝડપી લીધા


સગીરા મેટોડા ખાતે કરતી હતી નોકરી

મુંબઈની એનજીઓનું ( Mumbai NGO ) માનવું છે કે આ સગીરાને સંતોષ નામનો ઇસમ વેચવાના ઈરાદે અહીં લઈને આવ્યો હતો. તેમજ છેલ્લા દોઢ મહિનાથી તે અહીં છે. જ્યારે સંતોષ અને સગીરા છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટના મેટોડા વિસ્તારમાં હાલ નોકરી કરી રહ્યાનું પણ સામે આવ્યું છે. એનજીઓ તેમજ રાજકોટ પોલીસે ( Rajkot Police ) સગીરા અને તેની સાથે એક સ્થાનિકની અટક કરીને આ સમગ્ર મામલે હાલ વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી આ મામલે એનજીઓ કે રાજકોટ પોલીસ ( Rajkot Police ) દ્વારા કોઈ પણ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ માનવ તસ્કરીઃ 45 સગીરાનું રેસ્ક્યૂ કરી દિલ્હીથી ઝારખંડ એરલિફ્ટ દ્વારા ઘરે મોકલવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.