ETV Bharat / city

Negligence of Rajkot PGVCL: ફ્લેટધારકને PGVCLએ રૂપિયા 10.41 લાખનું બિલ ફટકાર્યું

author img

By

Published : Mar 7, 2022, 3:14 PM IST

Negligence of Rajkot PGVCL: રાજકોટમાં 1 BHK ફ્લેટ ધારકને PGVCLએ રૂપિયા 10.41 લાખનું બિલ ફટકાર્યું
Negligence of Rajkot PGVCL: રાજકોટમાં 1 BHK ફ્લેટ ધારકને PGVCLએ રૂપિયા 10.41 લાખનું બિલ ફટકાર્યું

રાજકોટમાં 1 BHK ફ્લેટમાં રહેતાં એક વીજધારકને રૂપિયા 10 લાખથી વધુનું બિલ (Negligence of Rajkot PGVCL) આવતા PGVCLની બેદરકારી સામે આવી હતી. આ મામલે તેમણે PGVCLને જાણ કરી હતી. ત્યારબાદ PGVCL દ્વારા તેમને તાત્કાલિક ઘરે જઈને સુધારેલું બિલ આપવામાં આવ્યું હતું.

રાજકોટ: PGVCLની એક ગંભીર બેદરકારી રાજકોટમાં જોવા મળી છે. જેમાં 1 BHK ફ્લેટ ધારકને PGVCL દ્વારા રૂપિયા 10 લાખથી વધુનું વીજબિલ (Negligence of Rajkot PGVCL) ફટકારવામાં આવ્યું છે. 1 BHK ફ્લેટ ધારકને રૂપિયા 10 લાખનું વીજબિલ (light bill pgvcl rajkot) ફટકારવામાં આવતા તે ચિંતામાં મુકાઇ ગયાં હતાં. આ સમગ્ર મામલે તેણે PGVCLની ઓફિસે રજૂઆત પણ કરી છે.

1 BHK ફ્લેટ ધારકને રૂપિયા 10 લાખનું વીજબિલ.

આ પણ વાંચો: MD of PGVCL Rajkot: PGVCLના MDના નામે કર્મચારીને ધમકી આપ્યાનો ઓડિયો વાયરલ, MDએ આપી સ્પષ્ટતા

બે મહિનાનું રૂપિયા 10,41,368નું બિલ ફટકારવામાં આવ્યું

રાજકોટના રેસકોર્સ (rajkot race course) નજીક ફ્લેટમાં રહેતા જયંત વાડોદરિયા નામના વીજગ્રાહકને PGVCL દ્વારા રૂપિયા 10,41,368નું વીજબિલ ફટકારવામાં આવ્યું હતું. જ્યારે સામાન્ય રીતે રાજકોટમાં PGVCL9 (light bill in rajkot) દ્વારા દર 2 મહિનાનું બિલ આપવામાં આવતું હોય છે. 1BHK ફ્લેટ ધારકને 2 મહિનાનું રૂપિયા 10 લાખ જેટલું બિલ આપવામાં આવતા વીજ ગ્રાહક જયંતભાઈ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ આ મામલે તેમણે PGVCL (PGVCL News Rajkot)ને જાણ કરી હતી.

આ પણ વાંચો: PGVCL Swagat Application : સૌરાષ્ટ્રના વીજ ગ્રાહકો માટે નવી સેવા, QR Code થી બિલ ભરી શકાશે

ભૂલ સામે આવ્યા બાદ સુધારેલું બિલ આપ્યું

સમગ્ર મામલે PGVCLની ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ તેમના દ્વારા તાત્કાલિક જયંતભાઈના ઘરે જઈને સુધારેલુ બિલ આપવામાં આવ્યું હતું. જ્યારે આ મામલે મામલે જયંતભાઈએ જણાવ્યું હતું કે, મારા ફ્લેટની કિંમત રૂપિયા 15 લાખ (Flat Price In Rajkot) જેટલી થાય છે. એવામાં PGVCL દ્વારા રૂપિયા 10 લાખનું બિલ આપવામાં આવતા હું ચિંતામાં મુકાયો હતો. ત્યારબાદ આ PGVCLના અધિકારીએ પંચિંગ મિસ્ટેક્સ હોવાનું કહીને સુધારેલું બિલ મને આપવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.