ETV Bharat / city

MD of PGVCL Rajkot: PGVCLના MDના નામે કર્મચારીને ધમકી આપ્યાનો ઓડિયો વાયરલ, MDએ આપી સ્પષ્ટતા

author img

By

Published : Jan 22, 2022, 6:34 PM IST

રાજકોટના PGVCLના MD (MD of PGVCL Rajkot)ના નામે વીજકર્મીને ફોન કરી ધમકી અને ગાળો આપતો ઓડિયો વાયરલ થયો છે. આ વિશે રાજકોટના PGVCLના MDએ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, આ વાયરલ થયેલા ઓડિયોમાં મારો અવાજ નથી.

MD of PGVCL Rajkot: PGVCLના MDના નામે કર્મચારીને ધમકી આપ્યાનો ઓડિયો વાયરલ, MDએ આપી સ્પષ્ટતા
MD of PGVCL Rajkot: PGVCLના MDના નામે કર્મચારીને ધમકી આપ્યાનો ઓડિયો વાયરલ, MDએ આપી સ્પષ્ટતા

રાજકોટઃ રાજકોટના PGVCLના MD (MD of PGVCL Rajkot)ના નામે વીજકર્મીને ફોન કરી ધમકી આપી બેફામ ગાળો આપવાનો ઓડિયો વાયરલ (Viral Audio Of Rajkot PGVCL MD) થવાનો મામલો સામે આવ્યો હતો. રાજકોટ PGVCLના MD એવા વરૂણકુમાર બરણવાલે આજે આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વાયરલ થયેલા ઓડિયોમાં મારો અવાજ નથી. આ પ્રકારે મને ઓન વીજ કર્મચારી એવા મનીષ પંડ્યાનો ફોન આવ્યો હતો. તેણે મને બદલી કરાવી આપવાની ધમકી આપી હતી. જો કે PGVCLના MDને ખુદ કર્મચારી દ્વારા ફોન કરીને ધમકી આપ્યાનો (PGVCL MD Threatened by Employee) બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

આ વાયરલ થયેલા ઓડિયોમાં મારો અવાજ નથી - રાજકોટ PGVCLના MD

આક્ષેપો તથ્ય વગરના નીકળ્યા

સમગ્ર મામલે રાજકોટ PGVCL ઓફિસ ખાતે આજે MD વરૂણકુમારે મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, PGVCLના કર્મચારીઓનો અંદરોઅંદરનો મામલો છે. અન્ય કર્મચારીઓનું પ્રમોશન થાય ત્યારે બીજા કર્મચારીઓ તેમના વિરુદ્ધ અરજીઓ કરતા હોય છે. આવી રીતે અમરેલીના કાર્યપાલ ઈજનેર (Executive Engineer of Amreli) સામે તેમની જ ઓફિસના સિનિયર આસિસ્ટન્ટ મનીષ પંડ્યા નામના કર્મચારીને વાંધો હતો અને તેને કારણે મનીષ પંડ્યાએ આ મામલે PGVCL ઓફિસમાં અરજી કરી તેમના વિરુદ્ધ અનેક આક્ષેપો કર્યા હતા. આ પ્રકારની અરજી અમારી પાસે આવતા અમે આ મામલે તપાસ કરાવી હતી, પરંતુ અરજીમાં જે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા તે તથ્ય વિનાના હતા. આ અમે કર્મચારી પર કોઈ પગલાં લીધા નહોતા.

MDને ફોન કરીને બદલી કરાવાની ધમકી આપી

MD વરૂણકુમારે જણાવ્યું હતું કે, એક અરજીના સંદર્ભે મને 17 તારીખે રાત્રીના 11 વાગ્યાની આસપાસ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં તેમણે મને કીધું હતું કે, હું એમ.એમ પંડ્યા બોલું છે અને ત્યારબાદ તેમણે મને ફોન પર ધમકાવવાનું શરૂ કર્યું હતું. મારી બદલી કરાવવાની વાત કરી હતી. આ તમામ બાબતો પર વાત થતા મેં ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ મેં મારા પોલીસના મિત્રોને આ નંબર આપીને તપાસ કરવાનું કહ્યું હતું, જેમાં સામે આવ્યું કે આ અમારો જ PGVCLનો અમરેલીનો કર્મચારી છે. ત્યારબાદ અમે PGVCLની એક ટીમ અમરેલી (pgvcl amreli gujarat) ખાતે તપાસ કરવા માટે મોકલી હતી.

આ પણ વાંચો: Fire In Rajkot: સિટીબસમાં અચાનક આગ ભભૂકી ઉઠી, 20 પ્રવાસીઓ હતાં સવાર

PGVCLના કર્મચારીએ ખોટી સ્ટોરી બનાવી

આ અંગે વધુમાં PGVCLના MD વરુણકુમારે જણાવ્યું હતું કે, અમરેલીના કર્મચારી એવા મનીષ પંડ્યાએ મીડિયામાં ખોટી સ્ટોરી આપી કે PGVCLના MDએ તેને ફોન કરીને ધમકી આપી છે. જો કે આ તમામ બાબતો પાયાવિહોણી છે. મનીષ પંડ્યા નામના કર્મચારીએ મને રાત્રીના સમયે ફોન કરીને ધમકી આપી હતી, જે અંગેની જાણ તમામ લોકોને થઈ જતા તેના દ્વારા આવી ખોટી માહિતી ફેલાવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Corona Update Rajkot: રાજકોટ સિવિલમાં કોરોનાના 9 દર્દીઓ ઓક્સિજન પર, 5 હજારથી વધુ એક્ટિવ કેસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.