ETV Bharat / city

Corona Update Rajkot: રાજકોટ સિવિલમાં કોરોનાના 9 દર્દીઓ ઓક્સિજન પર, 5 હજારથી વધુ એક્ટિવ કેસ

author img

By

Published : Jan 21, 2022, 4:32 PM IST

Corona Update Rajkot: રાજકોટ સિવિલમાં કોરોનાના 9 દર્દીઓ ઓક્સિજન પર, 5 હજારથી વધુ એક્ટિવ કેસ
Corona Update Rajkot: રાજકોટ સિવિલમાં કોરોનાના 9 દર્દીઓ ઓક્સિજન પર, 5 હજારથી વધુ એક્ટિવ કેસ

રાજકોટમાં કોરોનાના (Corona Update Rajkot) 5,625 જેટલા દર્દીઓ છે. મોટાભાગના દર્દીઓ પોતાના ઘરે જ સારવાર (Corona Treatment Rajkot) લઇ રહ્યા છે. 9 દર્દીઓ ઓક્સિજન પર છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) તેમજ તેની સંલગ્ન હોસ્પિટલોમાં કુલ 4 હજાર જેટલા બેડની ક્ષમતા છે.

રાજકોટઃ રાજકોટમાં હાલમાં દૈનિક કોરોનાના નવા કેસ (Corona Cases In Rajkot) 1 હજારથી વધુ આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)માં પણ કોરોનાના દર્દીઓ દાખલ છે. હાલમાં જે પણ કોરોના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે તેમાં કોરોનાના માઇલ્ડ લક્ષણ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટમાં કોરોના કેસનો આંકડો 50 હજાર (Corona Update Rajkot) ને પાર પહોંચ્યો છે.

કોરોના પોઝિટિવ દર્દીઓમાં કોરોનાના માઇલ્ડ લક્ષણ જોવા મળી રહ્યા છે.

ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ પર ભાર

રાજકોટમાં કોરોનાના 5,625 જેટલા દર્દીઓ છે. રાજકોટમાં કોરોનાના દૈનિક પોઝિટિવ કેસ (Corona In Rajkot) 1 હજારથી વધુ આવી રહ્યા છે, ત્યારે આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં હાલમાં કોરોનાના કેસ પીક પર છે. અમે વધારેમાં વધારે લોકોનું કોરોના ટેસ્ટિંગ (Corona Testing In Rajkot) અને ત્યારબાદ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહ્યા છીએ, જેના કારણે આ નવા પોઝિટિવ કેસ મળી રહ્યા છે. જે આપણા માટે સારી બાબત છે અને આપણને પણ ખ્યાલ આવે છે કે, કેટલા પોઝિટિવ લોકો છે અને તેમની સારવાર (Corona Treatment Rajkot) કરી શકાય.

આ પણ વાંચો: Testing booth in Rajkot : રાજકોટમાં કોરોના ટેસ્ટિંગ બુથ પર લાંબી લાઈનો, 225 કેસ પોઝિટિવ

એક પણ દર્દી વેન્ટિલેટર પર નહીં

રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ તેની સંલગ્ન હોસ્પિટલોમાં કુલ 4 હજાર જેટલા બેડ (Corona Beds In Rajkot Hospitals)ની ક્ષમતા છે, જ્યારે હાલમાં રાજકોટમાં 5 હજાર જેટલા એક્ટિવ કેસ (Corona Active Cases In Rajkot) છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં માત્ર 50 કોરોનાના દર્દીઓ દાખલ છે, જેમાંથી માત્ર 9 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે. મહત્વની વાત છે કે, આટલા મોટા પ્રમાણમાં કોરોનાના કેસ આવી રહ્યા છે છતાં એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી.

આ પણ વાંચો: કોરોનાને કારણે રાજકોટ મનપાનું જનરલ બોર્ડ પ્રશ્નોત્તરી વગર 5 મિનિટમાં પૂર્ણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.