ETV Bharat / state

corona case Rajkot: કોરોનાને મકરસંક્રાતિના તહેવારમાં પડી મજા, રાજકોટમાં 734 લોકોને ઝપેટમાં લીધા

author img

By

Published : Jan 16, 2022, 1:17 PM IST

corona case Rajkot: કોરોનાને મકરસંક્રાતમાં તહેવારમાં પડી મજા, રાજકોટમાં 734 લોકોને ઝપેટમાં લીધા
corona case Rajkot: કોરોનાને મકરસંક્રાતમાં તહેવારમાં પડી મજા, રાજકોટમાં 734 લોકોને ઝપેટમાં લીધા

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની (Third wave of corona) શરૂઆત થઇ ગઇ છે, ત્યારે ઉત્તરાયણના તહેવાર દરમિયાન રાજકોટમાં બે દિવસમાં કુલ 734 કોરોનાના પોઝિટિવ (Rajkot corona case) કેસ નોંધાયા છે. તહેવાર દરમિયાન રાજકોટમાં કોરોના વધુ વકર્યો છે. જાણો હાલ રાજકોટમાં કુલ કેટલા કોરોનાના સક્રિય કેસ છે? સાથે કેટલા દર્દીઓ સારવાર લઇ ઘરે પરત ફર્યા છે?

રાજકોટઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની (Third wave of corona) શરૂઆત થઇ ગઇ છે, ત્યારે ઉત્તરાયણના તહેવાર દરમિયાન રાજકોટમાં પણ કોરોનાના કેસમાં જબરો ઉછાળો આવ્યો છે. રાજકોટમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસમાં કુલ 734 કોરોનાના પોઝિટિવ કેસ (Rajkot corona case) નોંધાયા છે. રાજકોટમાં સામાન્ય રીતે દિનપ્રદિન 200 આસપાસ કોરોનાના પોઝિટિવ કેસ મળતા હોય છે, પરંતુ તહેવાર દરમિયાન રાજકોટમાં કોરોના વધુ વકર્યો હોય જેથી પોઝિટિવ કેસમાં પણ વધારો થયો છે.

ઉત્તરાયણના તહેવારમાં અનેક લોકો કોરોનાની ઝપેટમાં

કોરોનાની ત્રીજી લહેરના આંતક વચ્ચે ઉત્તરાયણના તહેવારની રાજકોટવાસીઓએ બિન્દાસ્ત મજા માણી હતી. આ તહેવાર દરમિયાન ઘણી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ થતો જોવા મળ્યો તેમજ તહેવારની મજા માણવામાં માસ્ક પહેરવાનું ભાન પણ ભુલ્યાં હતાં. જેના કારણે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ગત તારીખ 14ના રાજકોટમાં કોરોનાના 296 કેસ નોંધાયા હતા, જ્યારે 15 તારીખે 438 કેસ નોંધાયા છે. આ સાથે બે દિવસમાં કોરાનાના કેસોમાં બમણો વધારો થયો છે.

જાણો કેટલા દર્દીઓ સારવાર હેઠળ?

રાજકોટમાં હાલમાં 2245 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. રાજકોટના કોરોના પોઝિટિવીટી રેટ વિશે વાત કરીએ તો અત્યાર સુધીમાં 2.84 ટકા પોઝિટીવીટી રેટ નોંધાયો છે તથા રિકવરી રેટ 94.85 ટકા સુધી પહોંચ્યો છે. રાજકોટમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 45738 કેસ નોંધાયા છે. જેમાંથી 43299 દર્દીઓ સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ કરાયા છે. રાજકોટમાં કુલ 15,89,668 લોકોના કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.

કોરોના ટેસ્ટિંગ વધારાયું

રાજકોટમાં કોરોનાના વધતા વ્યાપને પગલે રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) સતર્ક થયું છે. રાજકોટમાં તંત્ર દ્વારા બીજી લહેર દરમિયાન કોરોના ટેસ્ટિંગ (Corona testing India) માટે અલગ અલગ જગ્યાએ બુથ (Corona testing Cneter Rajkot) ઉભા કરવામાં આવ્યા હતા જેને ફરી શરૂ કરાયા છે. જેમાં દરરોજ 2 હજારથી વધુ કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ મનપાની આરોગ્ય વિભાગની ટિમ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ સહિત બીઆરટીએસ બસપોર્ટ ખાતે આવતા મુસાફરોનું સત્તત સ્ક્રીનીંગ અને ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ઘરાઇ છે. જેના કારણે શહેરમાં કોરોના સંક્રમણના ફેલાતા વ્યાપ પર રોક લગાવી શકાય.

આ પણ વાંચો:

Corona cases in Gujarat :ડીસાના સબજેલમાં 15 કેદીઓ કોરોના પોઝિટિવ

Corona vaccination Gujarat: બનાસકાંઠામાં કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.