ETV Bharat / city

Mahendra Faldu Suicide Case: મહેન્દ્ર ફળદુના મોબાઇલમાંથી મળી શંકાસ્પદ સ્યુસાઇડ નોટ, પોલીસે FSLની મદદ લીધી

author img

By

Published : Mar 2, 2022, 10:14 PM IST

મહેન્દ્ર ફળદુ આત્મહત્યા મામલે પોલીસને મોબાઇલ ફોન (Mahendra Faldu Suicide Case)માંથી સ્યુસાઇડ નોટ મળી છે. જો કે ઓરિજિનલ સ્યુસાઇડ નોટને પોલીસ શોધી રહી છે. આ મામલે પોલીસે FSLની મદદ લીધી છે. મોબાઈલમાંથી મીડિયા અને તેમના સ્વજનોને સ્યુસાઇડ નોટ મોકલવામાં આવી હતી. ત્યારે તે મહેન્દ્ર ફળદુએ મોકલી હતી કે કોઇ અન્યએ તેની પણ તપાસ ચાલી રહી છે.

Mahendra Faldu Suicide Case: મહેન્દ્ર ફળદુના મોબાઇલમાંથી મળી શંકાસ્પદ સ્યુસાઇડ નોટ, પોલીસે FSLની મદદ લીધી
Mahendra Faldu Suicide Case: મહેન્દ્ર ફળદુના મોબાઇલમાંથી મળી શંકાસ્પદ સ્યુસાઇડ નોટ, પોલીસે FSLની મદદ લીધી

રાજકોટ: રાજકોટના જાણીતા ઉદ્યોગકાર અને વકીલ એવા મહેન્દ્ર ફળદુએ પોતાની ઓફિસે પહેલા ઝેરી દવા પીધા બાદ ગળેફાંસો ખાઈ આત્મહત્યા (Suicide In Rajkot) કરી લેતા હાહાકાર મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક વિગતમાં જે સ્યુસાઇડ નોટ મળી છે તે મોબાઈલમાં મળી છે. તેમજ ઓરિજિનલ સ્યુસાઇડ નોટ (Mahendra Faldu Suicide Note) પોલીસ દ્વારા શોધવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Rajkot Businessman Suicide case : લલીત કગથરાએ મહેન્દ્ર ફ્ળદુ આત્મહત્યા કેસની ઊંડી તપાસ કરવાની માગ કરી

ફળદુએ પોતાની ઓફિસમાં કરી આત્મહત્યા

સ્યુસાઇડ નોટ મામલે પણ અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. મહેન્દ્ર ફળદુ જાણીતા ઉધોગકાર અને વકીલ હતા. આ સાથે જ તેઓ યુવી ક્લબના ચેરમેન પણ હતા. તેમજ અનેક રાજકીય નેતાઓ સાથે તેમનો ઘરોબો હતો. આજે અચાનક તેમણે 150 ફૂટ રીંગરોડ (150 feet ring road rajkot) પર આવેલા નક્ષત્ર બિલ્ડિંગમાં પોતાની ઓફિસે દવા પીધા બાદ ગળેફાંસો ખાઈ આત્મહત્યા (Mahendra Faldu Suicide Case) કરી લેતા હાહાકાર મચી જવા પામ્યો છે. તેમના મોબાઈલમાંથી સોશિયલ મીડિયા મારફતે મીડિયાના મિત્રો અને કેટલાક તેમના સ્વજનોને સ્યુસાઇડ નોટ પણ મોકલવામાં આવી હતી. આ સ્યુસાઇડ નોટ મહેન્દ્રભાઈએ મોકલી હતી કે અન્ય કોઈએ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Rajkot Businessman Suicide: રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ કરી આત્મહત્યા, સ્યૂસાઇડ નોટ મળી

સ્યુસાઇડ નોટ ગઈકાલે લખી હોવાનું સામે આવ્યું

પોલીસ દ્વારા જ્યારે તેમના આત્મહત્યાના સ્થળે તપાસ કરવામાં આવી ત્યારે મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ મોબાઈલ ફોનમાં સ્યુસાઇડ નોટના ફોટો પણ મળી આવ્યા છે. જેના પરથી માલુમ પડી રહ્યું છે કે, મહેન્દ્રભાઈએ લખેલી સ્યુસાઇડ નોટ 3 પાનાની છે. તેમજ તે ગઇકાલે લખવામાં આવી હતી. પોલીસને હજુ ઓરિજિનલ સ્યુસાઇડ નોટ મળી નથી. આ સ્યુસાઇડ નોટમાં રૂપિયા 33 કરોડ મામલે તેમણે આત્મહત્યા (Suicide Cases In Gujarat) કરી હોવાનું અને તેમને જે લોકોએ ત્રાસ આપ્યો તેનો પણ ઉલ્લેખ કરવા આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.