ETV Bharat / city

કોસ્ટગાર્ડે ઈરાનની બે બોટ પકડી પાડી, મોટી એજન્સીઓએ આ મુદ્દે પૂછપરછ શરૂ કરી

author img

By

Published : Jul 24, 2022, 4:25 PM IST

પોરબંદર કોસ્ટ ગાર્ડે ઈરાનની બે બોટને (Boat From Iran) ઝડપી પાડી હતી. જેમાં રહેલા દરેક ખલાસીઓની પૂછપરછ (Interrogation By Porbandar police) કરવામાં આવી છે. સમયાંતરે પાકિસ્તાનની બોટ ભારતીય દરિયાઈ સીમામાંથી (Indian Sea Cost Area) ઝડપાય છે. પણ આ વખતે ઈરાનની બોટ ઝડપાતા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

કોસ્ટગાર્ડે ઈરાનની બે બોટ પકડી પાડી, મોટી એજન્સીઓએ આ મુદ્દે પૂછપરછ શરૂ કરી
કોસ્ટગાર્ડે ઈરાનની બે બોટ પકડી પાડી, મોટી એજન્સીઓએ આ મુદ્દે પૂછપરછ શરૂ કરી

પોરબંદર:ઈન્ડિયન કોસ્ટગાર્ડ પોરબંદર યુનિટે ઈરાનની (Boat From Iran) બે બોટને પકડી પાડી છે. જે ભારતીય દરિયાઈ (Indian Sea Cost Area) સીમામાં ઘુસી ગઈ હતી. આ બન્ને બોટમાં 15 જેટલા સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે બોટ પકડાતા(Interrogation By Porbandar police) તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આખો દિવસ NCB અને કોસ્ટગાર્ડ જેવી મોટી એજન્સીઓએ આ તમામ ખલાસીઓની પૂછપરછ કરી હતી.

આ પણ વાંચોઃ કારગિલ વિજય દિવસ માટે રાજનાથ સિંહ પહોંચ્યા જમ્મુની મુલાકાતે...

ફરિયાદ થઈઃ સમયાંતરે ભારતીય દરિયાઈ સીમમાં માછીમારી કરતી પાકિસ્તાનની બોટ ઝડપાય છે. પણ આ વખતે ઈરાનની બે બોટ ભારતીય જળસીમા વિસ્તારમાંથી પકડાઈ હતી. ઈન્ડિય કોસ્ટગાર્ડે આ બે બોટ પકડીને કાયદેસરની કાર્યવાહી કરી છે. કુલ 15 જેટલા ક્રુ મેમ્બર્સની પૂછપરછ કરવામાં આવી છે. શનિવારે આખો દિવસ આ તમામ સભ્યોની પૂછપરછ ચાલું રહી હતી. આ મામલે નવા બંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની ફરિયાદ નોંધાઈ હતી.

કોસ્ટગાર્ડે ઈરાનની બે બોટ પકડી પાડી, મોટી એજન્સીઓએ આ મુદ્દે પૂછપરછ શરૂ કરી
આ પણ વાંચોઃ પરિવારના સભ્યોએ પાઇ પાઈ ઉમેરીને આપ્યો હતો 'ભાલા માસ્ટર'ને ભાલો, જાણો તેની પાછળની કહાની

સીમા ઉલ્લંઘનની ફરિયાદઃ MZI ACT 1976 કલમ મુજબ નોંધાઇ ફરિયાદ થઈ છે. સીમા ઉલ્લંઘનની ફરિયાદ અંતર્ગત હવે કાયદેસરની કાર્યવાહી થશે. પોરબંદર જિલ્લા પોલીસ વડા તરફથી પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જોકે, તેઓ અહીં સુધી કેવી રીતે પહોંચ્યા અને શું કરવા માટે આવ્યા છે એની જાણ પૂછપરછ બાદ થશે. પોરબંદર કોસ્ટગાર્ડે આ તમામને પોલીસને સોંપ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.