ETV Bharat / city

રાજકોટમાં સીંગતેલના ભાવના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો, એક મહિનામાં 100 રૂપિયા કિંમત વધે તેવી શક્યતા

author img

By

Published : Sep 2, 2021, 3:42 PM IST

દેશમાં કોરોના મહામારી આવી ત્યારથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે જન્માષ્ટમીના તહેવાર પૂર્વે ખાદ્યતેલના ભાવમાં 10થી 20 રૂપિયાનો વધારો થયો હતો. હવે જન્માષ્ટમી પછી પણ ખાદ્ય તેલના ભાવ સતત વધી જ રહ્યા છે. છેલ્લા 8 દિવસમાં સીંગ તેલના ભાવમાં પ્રતિ ડબ્બા 40થી 50 રૂપિયાનો વધારો થયો છે. રાજકોટના લોકો પણ આ ભાવવધારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

રાજકોટમાં સીંગતેલના ભાવના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો, એક મહિનામાં 100 રૂપિયા કિંમત વધે તેવી શક્યતા
રાજકોટમાં સીંગતેલના ભાવના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો, એક મહિનામાં 100 રૂપિયા કિંમત વધે તેવી શક્યતા

  • દેશમાં કોરોના મહામારી પછીથી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધ્યા
  • જન્માષ્ટમીના તહેવાર પૂર્વે ખાદ્યતેલના ભાવમાં 10થી 20 રૂપિયાનો વધારો થયો હતો
  • જન્માષ્ટમી પછી પણ ખાદ્ય તેલના ભાવ સતત વધી જ રહ્યા છે
  • સીંગતેલના પ્રતિ ડબ્બે 50 રૂપિયા વધ્યા, આગામી એક મહિનામાં 100 રૂપિયા સુધીનો વધારો થવાની શક્યતા

રાજકોટઃ દેશમાં છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી કોરોનાની મહામારી ચાલી રહી છે. આવામાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જન્માષ્ટમીના તહેવારો પૂર્વે ખાદ્યતેલના ભાવમાં 10થી 20 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો હતો. ત્યારે જન્માષ્ટમી બાદ પણ ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 8 દિવસમાં સીંગતેલમાં ડબ્બે રૂપિયા 40થી 50 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે આગામી દિવસોમાં હજી પણ સીંગતેલનો ભાવ 100 રૂપિયાથી 150 રૂપિયા સુધી વધે શક્યતાઓ વેપારીઓ દ્વારા માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Amul Milk Price Hike : 1 જુલાઈથી અમૂલ દૂધ 2 રૂપિયા મોંઘુ મળશે
છેલ્લા 8 દિવસમાં 50 રૂપિયા ભાવ વધ્યો

રાજ્યમાં ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં વરસાદ પાછો ખેંચાયો છે. એવામાં ખાદ્યતેલની ચીજવસ્તુઓ સહિતનો ભાવમાં વધારો નોંધાયો છે. છેલ્લા 8 દિવસમાં સીંગતેલના 15 કિલોના ડબ્બે 40 રૂપિયાથી 50 રૂપિયાનો ભાવવધારો નોંધાયો છે. આ સાથે જ અન્ય તેલમાં પણ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સતત તેલના ભાવવધારાને કારણે સામાન્ય જનતામાં પણ રોષ જોવા મળી રહ્યો છે જ્યારે મધ્યમ અને ગરીબ વર્ગનું બજેટ ખોરવાયું છે.
આ પણ વાંચો- Processing Industriesએ યુટીલિટી ચાર્જમાં 10 ટકાનો કર્યો વધારો, કોલસા અને કલરના ભાવ વધવાની અસર

આગામી માસમાં 100 રૂપિયાથી 150 રૂપિયાનો ભાવ વધારો થવાની શક્યતા

સૌરાષ્ટ્રના મોટા ભાગના યાર્ડમાં મગફળીની આવક ઓછી નોંધાઈ રહી છે. જ્યારે રાજકોટ અને ગોંડલ યાર્ડમાંમાં સાવ ઝીરો ટકા નવી મગફળીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યમાં ચોમાસુ શરુ છે. એવામાં વરસાદ પણ પાછો ખેંચાયો છે, જેના કારણે મગફળીની અછત પણ સર્જાય છે. આ સાથે જ અન્ય રાજ્યોમાંથી આવતી મગફળીઓ પણ હજુ સુધી આવી નથી. ત્યારે સીંગતેલની માંગમાં વધારો થયો છે. બીજી તરફ વેપારીઓ પણ એવું અનુમાન લગાવી રહ્યા છે કે આગામી 1 માસમાં સિંગતેલના ભાવમાં હજી પણ 100 રૂપિયાથી 150 રૂપિયાનો વધારો થવાની શક્યતાઓ છે.

યાર્ડમાં મગફળીની આવક ઓછીઃ વેપારી
આ અંગે ખાદ્યતેલનાં વેપારી ભાવેશ પોપટે જણાવ્યું હતું કે, હાલ કપાસિયા તેલના ભાવો વધતા લોકો ફરી સીંગતેલ તરફ વળ્યા છે. તેમજ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાવ આવક નથી, જેને લઈને મગફળીનાં ભાવમાં વધારો થયો છે. જેની આ બાબતોની સીધી અસર હાલ સીંગતેલનાં ભાવમાં જોવા મળતા એક સપ્તાહમાં જ ભાવમાં 40-50 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ દુષ્કાળની પરિસ્થિતિ હોવાને કારણે મગફળી વેંચવા કોઈ તૈયાર નથી. જેને લઈને આગામી મહિનામાં હજુ ભાવમાં 100-150 રૂપિયાનો વધારો થવાની શક્યતા પણ સેવાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.