ETV Bharat / city

Amul Milk Price Hike : 1 જુલાઈથી અમૂલ દૂધ 2 રૂપિયા મોંઘુ મળશે

author img

By

Published : Jun 30, 2021, 5:08 PM IST

Updated : Jun 30, 2021, 5:30 PM IST

પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે અમૂલ દૂધ (Amul Milk) ના ભાવમાં પણ વધારો થયો છે. અમૂલે દૂધની કિંમતમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. હાલમાં અમૂલના એક લીટર દૂધની કિંમત 55 રૂપિયા છે. જ્યારે 500 મિલીલીટર દૂધની કિંમત 28 રૂપિયા છે. આવતીકાલે એટલે કે 1 જુલાઈથી નવા ભાવ અમલી બનશે.

Amul Milk Price Hike
Amul Milk Price Hike

  • પેટ્રોલ-ડીઝલની સાથેસાથે દૂધમાં પણ ભાવવધારો
  • અમૂલ દ્વારા તમામ દૂધની કિંમતમાં કરાયો વધારો
  • 1 જુલાઈથી નવો ભાવ લાગુ કરવામાં આવશે

ન્યૂઝ ડેસ્ક : પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વચ્ચે અમૂલ દ્વારા દૂધની કિંમતમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં પ્રતિ લીટર 56 રૂપિયાની કિંમતે વેચાતું અમૂલ દૂધ (Amul Milk) હવે 58 રૂપિયામાં મળશે. આ નવો ભાવ આવતીકાલે એટલે કે 1 જુલાઈથી લાગુ કરી દેવામાં આવશે.

ગુજરાત પંજાબ સહિતના રાજ્યોને પડશે અસર

હાલમાં અમૂલ ગોલ્ડ દૂધ (Amul Gold Milk)ના એક લીટરના પેકેટની કિંમત 56 રૂપિયા છે. જ્યારે 500 મિલીલીટર પેકેટની કિંમત 28 રૂપિયા છે. નવા ભાવ મુજબ એક લીટરના પેકેટની કિંમત રૂપિયા 58 અને 500 મિ.લી.ના પેકેટની કિંમત 29 રૂપિયા થશે. જ્યારે અમૂલ શક્તિ દૂધનો હાલનો ભાવ 50 રૂપિયા પ્રતિ લીટર છે, જે વધીને 52 થશે અને અમૂલ તાજા દૂધની પ્રતિ લીટર કિંમત 44થી વધારીને 46 કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 1 જુલાઈથી લાગુ થનારા આ ભાવવધારાની અસર રાજધાની દિલ્હી સહિત ગુજરાત, પંજાબ તેમજ અન્ય રાજ્યોને પડશે.

Last Updated : Jun 30, 2021, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.