ETV Bharat / city

Face To Face Interview : પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાટીલ-રૂપાણી વિવાદ પર બોલ્યા, "કમિશ્નર વિજયભાઈનું માનતા એટલે પાટિલને વાંધો પડ્યો"

author img

By

Published : Feb 18, 2022, 8:58 PM IST

Updated : Feb 19, 2022, 7:24 AM IST

Gujarat Assembly Elections 2022
Gujarat Assembly Elections 2022

રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ Etv Bharat સાથે રૂબરૂમાં વિશેષ ચર્ચાઓ કરી હતી અને આગામી દિવસોમાં તેઓ ચૂંટણી (Gujarat Assembly Elections 2022) લડશે કે કેમ તે અંગે પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

પ્રશ્ન: આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે આપના મતે કોંગ્રેસનું કયા પ્રકારે વલણ જોવા મળી રહ્યું છે?

જવાબ: કોંગ્રેસનું વલણ હંમેશા સ્થિર રહ્યું છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ઘણા વર્ષો સુધી સરકાર ચલાવામાં આવી છે અને કોંગ્રેસના સમયમાં દેશનો સારો એવો વિકાસ થયો છે. જયારે કોંગ્રેસે લોકશાહીને ટકાવી રાખી છે અને લોકશાહી છે તો બધું છે. ત્યારે કોંગ્રેસ સ્થિર છે, પરંતુ લોકોના મન બદલતા હોય છે અને ભરમાતા હોય છે. ભાજપની હિંદુવાદીમાંથી (bjp hindutva ideology) કટ્ટરતાવાદીની નબળી માનસિકતામાં લોકો આવી ગયા છે. જ્યારે કોંગ્રેસ ઊભી હતી ત્યાં જ છે.

Gujarat Assembly Elections 2022: ચૂંટણી લડવાને લઇ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપ્યો જવાબ, પાટીલ-રૂપાણી વિવાદ પર પણ બોલ્યા

પ્રશ્ન: રાહુલ ગાંધી દ્વારકા ખાતે ચિંતન શિબિર યોજવાના છે ત્યારે એવું માની શકાય કે કોંગ્રેસ હવે હિંદુવાદી વલણ અપનાવી રહ્યું છે?

જવાબ: કોંગ્રેસ હિંદુવાદી વલણ (congress soft hindutva) કરી રહ્યું છે એવું નથી, પરંતુ કમનસીબે કોંગ્રેસે હવે લોકોને સમજાવવા પડી રહ્યા છે. જ્યારે ભૂતકાળમાં કોંગ્રેસને લોકોને સમજાવવા પડતા નહોતા કે કોંગ્રેસ માટે હિંદુ હોય કે મુસ્લિમ બન્ને એક સમાન છે. જ્યારે કોંગ્રેસમાં હિંદુઓ જ મુખ્ય શાસન પર છે. તેમજ કોંગ્રેસ મુસ્લિમવાદી નથી કે હિંદુવાદી પણ નથી અને અમે હિંદુ છીએ એનું અમને ગૌરવ છે એ વાત કોંગ્રેસ સ્થાપિત કરવામાં માંગે છે.

આ પણ વાંચો: Stir in Gujarat Politics : આપના તૂટવાનો સીધો ફાયદો કોંગ્રેસને મળે? શું છે અભિપ્રાય જાણો

પ્રશ્ન: કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ છે અને તાજેતરમાં જ જયરાજસિંહે રાજીનામું આપ્યું છે તમે શું માનો છો?

જવાબ: જ્યારે આજે હરઘરમાં વાસણ (Groupism In Congress) ખખડતા હોય છે જ્યારે કોંગ્રેસ એ અમારું ઘર છે અને જ્યાં નાના મોટા વાસણો ખખડવાના જ છે. જેનો મતલબ એ નથી કે કોંગ્રેસનો જે મૂળ વિચાર હોય તે મૂકી દેવો જોઈએ.

પ્રશ્ન: સૌરાષ્ટ્રમાં પણ કોંગ્રેસમાં નાના કાર્યકર્તાઓમાં આંતરિક રોષ જોવા મળી રહ્યો છે શું માનો છો?

જવાબ: સૌરાષ્ટ્રમાં નાના કાર્યકર્તાઓ (Congress Workers Saurashtra)માં આંતરિક રોષ જોવા મળી રહ્યો હોય તેવું મને લાગતું નથી. જ્યારે હવે કોંગ્રેસમાં જે કોંગ્રેસની વિચારધારા સાથે રહ્યા હોય તેવા લોકો જ પક્ષમાં ટકી રહ્યા છે. એવામાં જે લોકોને ધંધો કરવો હોય, કંઈક દબાણ હોય, જ્યારે ક્યાંક પોલિટિકલ પ્રેશરમાં આવી ગયા હોય અને તેમની પર નાના મોટા ગુનાઓ હોય એવા લોકોને ભાજપ દ્વારા ગુનાઓમાં સંડોવીને ભાજપમાં લઈ જવામાં આવે છે.

પ્રશ્ન: તાજેતરમાં જ યોજાયેલી પ્રદેશ કોંગ્રેસની બેઠક યોજાઇ હતી એ બેઠકમાં તમે પણ હતા શું ચર્ચાઓ થઈ હતી?

જવાબ: અમારા કોંગ્રેસના ખૂબ મઢાયેલા લોકો ત્યાં બેઠા છે એટલે બીજી વિષેશ ચર્ચા ન હોય, પરંતુ હું ત્યાં નવા પ્રભારી અને પ્રમુખ નવા આવ્યા આ નેતાઓને મળવા ગયો હતો.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022: ગુજરાત કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાજપની 'બી' ટીમ ગણાવી

પ્રશ્ન: ગત વિધાનસભાની ચૂંટણીમાં રૂપાણી સામે લડ્યા હતા, આ વખતે આવો કોઈ ચૂંટણી લડવાનો વિચાર છે?

જવાબ: જ્યારે આજે રાજકારણી કેમ બગડે છે શું બધા લોકો ખરાબ હોય છે. જેમ કે ડોક્ટરો કે એડવોકેટ આ તમામ લોકો સારા હોય છે. જ્યારે આપણા સમાજ જ મોટી મુશ્કેલી ઊભી થઇ ગઇ છે, જેમાં જેના હાથમાં એના મોંમાં એટલે મારું થઈ જાય એટલે બસ બાકી બધું ભૂલી જવાનું. જ્યારે વિજયભાઈ CM પદે હતા અને મેં એમને હવે અહીંથી (Indranil Rajyaguru vs Vijay Rupani) જ રોકવાનો નિર્ણય કર્યો હતો જેના કારણે કોંગ્રેસને પણ ફાયદો થાય. મેં આ વિચાર સાથે રૂપાણી સામે ચૂંટણી લડી હતી. જે લોકોના મગજમાં હજુ પણ નથી બેઠું.

પ્રશ્ન: ભાજપના જ MLAએ લેટર લખીને પોલીસ કમિશ્નર વિરુદ્ધ આક્ષેપ કર્યા છે શું પક્ષમાં તેમની રજૂઆત નહિ સાંભળતા હોય?

જવાબ: ના ભાજપમાં પક્ષમાં ન માનતા હોય એવું નથી પરંતુ વિજયભાઈનું જ પોલીસ કમિશ્નર માનતા હતા. જેનો પાટીલભાઈ (Dispute between Rupani and Patil)ને વાંધો પડ્યો હતો. જેના કારણે તેમણે ગોવિંદભાઈ અને સાંસદ રામભાઈને કીધું અને કમિશ્નરને ઠેકાણે પાડી દીધો. જ્યારે આ વિવાદ સામે આવ્યો ત્યારે કમિશ્નર 2 દિવસ બહાર હતા. જ્યારે તેઓ ત્યાં જઈને મળી આવ્યા અને સેટલમેન્ટ કરી આવ્યા હશે કે હવે હું વિજયભાઈનું નહીં માનું. વિવાદમાં પ્રશ્ન વિજયભાઈનું માનવું કે પાટીલભાઈનું માનવું એટલો જ હતો. જ્યારે લોકોના ફાયદા માટેનો પ્રશ્ન નહોતો.

Last Updated :Feb 19, 2022, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.