ETV Bharat / city

Epidemic Rises in Rajkot: રાજકોટમાં કોરોનાની વચ્ચે તાવ અને ઉધરસના કેસ વધ્યા, એક અઠવાડિયામાં 900 કેસ

author img

By

Published : Feb 5, 2022, 11:34 AM IST

Updated : Feb 5, 2022, 1:38 PM IST

રાજકોટમાં કોરોનાની વચ્ચે (Corona Cases in Rajkot ) તાવ, ઉધરસ અને શરદીના કેસ પણ સતત વધી રહ્યા છે. અહીં એક અઠવાડિયામાં આવા 900 કેસ (Epidemic Rises in Rajkot) નોંધાયા છે.

Epidemic Rises in Rajkot: રાજકોટમાં કોરોનાની વચ્ચે તાવ, ઉધરસના કેસ વધ્યા, એક અઠવાડિયામાં નોંધાયા 900 કેસ
Epidemic Rises in Rajkot: રાજકોટમાં કોરોનાની વચ્ચે તાવ, ઉધરસના કેસ વધ્યા, એક અઠવાડિયામાં નોંધાયા 900 કેસ

રાજકોટઃ રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસમાં સતત વધારો (Corona Cases in Rajkot) જોવા મળ્યો છે. તેવામાં કોરોનાની સાથે રોગચાળામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી, ઉધરસના 900 જેટલા કેસ (Epidemic Rises in Rajkot) મહાનગરપાલિકાના ચોપડે નોંધાયા છે.

સામાન્ય તાવ, શરદી, ઉધરસના 900 કેસ નોંધાયા

રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો, સામાન્ય તાવના 359 કેસ નોંધાયા છે. જ્યારે શરદી અને ઉધરસના કુલ 532 કેસ નોંધાયા છે. આ સાથે જ ઝાડા ઉલ્ટીના 38 અને ટાઈફોઈડનો 1 કેસ સામે (Epidemic Rises in Rajkot) આવ્યો છે.

આ પણ વાંચો- Corona Update in Gujarat :24 કલાકમાં 6097 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 12,105 દર્દીઓ કોરોનાને માત આપી, 35 દર્દીના મૃત્યુ

એક સપ્તાહમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો એક પણ કેસ નથી નોંધાયો

જોકે, શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યૂ, મેલેરિયા, ચિકનગુનિયા તેમ જ મરડો અને કમળાના તાવના એક પણ કેસ નોંધાયા નથી. શહેરમાં એક તરફ કોરોનાના કેસ (Corona Cases in Rajkot) વધી રહ્યા છે. તેવામાં સામાન્ય તાવ શરદી અને ઉધરસના કેસમાં (Epidemic Rises in Rajkot) પણ ઉછાળો આવતા તંત્રમાં દોડધામ મચી છે.

આ પણ વાંચો- Mosquito epidemic in Rajkot: રાજકોટમાં એક અઠવાડિયામાં શરદી-તાવ- ઉધરસ, તાવના કેસોમાં વધારો

6,093 ઘરોમાં પોરાનાશક કામગીરી

રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ સતત (Health Department Team Alert in Rajkot) કામગીરી કરી રહી છે, જેમાં એક સપ્તાહમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં અંદાજિત 6,093 જેટલા ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત 1,196 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. જ્યારે મચ્છર ઉત્તપ્તિ સબબ 285 આસામીઓને નોટિસ ફટકારીને દંડ પણ વસૂલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો ઘટ્યો છે.

Last Updated : Feb 5, 2022, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.