ETV Bharat / city

મેળાનો અવસર માતમમાં ફેરવાયો, TRB જવાનને બચાવનારનું પણ મૃત્યુ

author img

By

Published : Aug 19, 2022, 8:37 PM IST

Updated : Aug 19, 2022, 10:01 PM IST

Etv Bharatમેળાનો અવસરનો માતમમાં ફેરવાયો, TRB જવાનને બચાવનારનું પણ મૃત્યુ
Etv Bharatમેળાનો અવસરનો માતમમાં ફેરવાયો, TRB જવાનને બચાવનારનું પણ મૃત્યુ

રાજકોટમાં સાતમ આઠમના મેળાની રંગત જામી છે. આખું રાજકોટ જાણે ગોકુળીયું ધામ બન્યું હોય એવું વાતાવરણ છેલ્લા ત્રણ દિવસથી જોવા મળી રહ્યું છે. પણ આ વખતે આઠમના ગોંડલના મેળામાં એક મોટો અકસ્માત થયો છે. જેમાં TRB જવાનની વીજ કરંટ લાગતા તહેવાના દિવસોમાં એમનું મૃત્યું થયું છે. ગોંડલના સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં લોકમેળાનું આયોજન થયું છે. Electric Shock Accident, Electric Shock Accident in Gondal, Electric Shock Accident in Fun Fair

ગોંડલ તહેવારના દિવસોમાં કોઈ મૃત્યુુંના વાવડ આવતા એક પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં (Electric Shock Accident) ફેરવાયો છે. વરસાદી સ્થિતિમાં મેળાનું (Funfair in Gondal 2022) આયોજન થતા પંડાલ પલળી ગયા છે. એવામાં TRB જવાનને (TRB Jawan In Gondal) શોક લાગતા એને બચાવવા ગયેલા ફાયર કર્મચારી પણ શોકની ચપેટમાં આવી ગયા હતા. જેના કારણે આ ઘટનામાં બે વ્યક્તિઓનાં મૃત્યું નીપજ્યા છે. લોકમેળાના મોટાભાગના પંડાલ વરસાદને કારણે ભીંજાઈ ગયા હતા. સાંજના સમયે (Electric Shock Accident in Fun Fair) આ ઘટના બની હતી.

આ પણ વાંચો Retired army man Fired સુરતના વાવ ગામે નિવૃત આર્મી મેને પુત્ર પર કર્યું ફાયરિંગ શી હતી તકરાર જાણો

મેળાના માહોલમાં માતમ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં આઠમના મેળાનો આનંદ છે. એવા સમયે ગોંડલમાંથી માઠા વાવડ સામે આવ્યા છે. ગોંડલમાં રહેતા TRB જવાનને વીજશોક લાગતા યુદ્ધના ધોરણે એને સારવાર હેતું ખસેડાયો હતો. વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનામાં રાજકોટના તબીબોએ તપાસ કર્યા બાદ બન્નેને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો છે. TRB જવાન તરીકે ફરજ બજાવતા ભૌતિક પોપટ નામના યુવાનને વીજ કરંટ લાગતા તે જમીન પર પડી ગયો હતો.

મેળાનો અવસરનો માતમમાં ફેરવાયો, TRB જવાનને બચાવનારનું પણ મૃત્યુ
મેળાનો અવસરનો માતમમાં ફેરવાયો, TRB જવાનને બચાવનારનું પણ મૃત્યુ

બચાવનારનું પણ મૃત્યું આ યુવાનને બચાવવા માટે ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટેશનનાં કર્મચારી નરશીભાઈ ભૂદાજી ઠાકોર જતા હતા ત્યારે તેમને પણ વીજ કરંટ લાગતા સ્થિતિ ગંભીર બની ગઈ હતી. ઘટના બાદ તેઓને સારવાર અપાવવા માટે પાલિકા પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી, કારોબારી ચેરમેન ઓમ દેવસિંહ જાડેજા, બાંધકામ શાખાના ચેરમેન ચંદુભાઈ ડાભી સહિતનાઓ રાજકોટ દોડી ગયા હતા.

આ પણ વાંચો હત્યાના કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજા, 7 આરોપીઓને 10 વર્ષની સજા

મૂળ બનાસકાંઠાના જ્યાં ફરજ નરશીભાઈ એક વર્ષ પહેલા જ ફાયર સ્ટેશનમાં કામે લાગ્યા હતા. જેમાં તે મૂળ બનાસકાંઠા તાલુકાના લાડુલા ગામના વતની છે અને સરકાર દ્વારા તાજેતરમાં જ ભરતી કરવામાં આવી હતી જેમાં તેઓ ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટેશનમાં કર્મચારી તરીકે જોડાયા છે ત્યારે આ ઘટનાને લઈને મેળામાં પાલિકામાં અરેરાટી મચી ગઈ છે અને મૃતકના પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

Last Updated :Aug 19, 2022, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.