ETV Bharat / city

Retired army man Fired સુરતના વાવ ગામે નિવૃત આર્મી મેને પુત્ર પર કર્યું ફાયરિંગ શી હતી તકરાર જાણો

author img

By

Published : Aug 19, 2022, 3:29 PM IST

નિવૃત્ત આર્મી મેન દ્વારા ગોળીબારની ઘટના ગત સોમવારે બની હતી. કામરેજના વાવ ગામે પુત્રે પિતાને વાઇપર માર્યું તો પિતાએ પુત્ર પર ફાયરિંગ કરી દીધું હતું. રિટાયર્ડ આર્મીમેન પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપ્યો ત્યારે પુત્રે પોતું કરવા માટે વપરાતું વાઇપર મારી દેતાં પિતાએ ગુસ્સામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. Retired army man Fired Vav village in Surat Retired army man fired two rounds at his son Dinbandhu Hospital Kholawad IPC Section 307 Kamrej Police Father son conflict

Retired army man Fired સુરતના વાવ ગામે નિવૃત આર્મી મેને પુત્ર પર કર્યું ફાયરિંગ શી હતી તકરાર જાણો
Retired army man Fired સુરતના વાવ ગામે નિવૃત આર્મી મેને પુત્ર પર કર્યું ફાયરિંગ શી હતી તકરાર જાણો

સુરત કામરેજના વાવ ખાતે રહેતા આર્મી મેન ધર્મેન્દ્ર ઓમપ્રકાશ સાકીયાએ નવમા ધોરણમાં અભ્યાસ કરતા પોતાના પુત્ર પ્રિન્સને અભ્યાસ બાબતે ઠપકો આપતાં પુત્ર ઉશ્કેરાઇ ગયો હતો. ઉશ્કેરાયેલા પ્રિન્સે તેના પિતાના પોતું કરવાના વાઇપરને પિતાને માથામાં મારી દેતાં લોહીલુહાણ હાલતમાં પિતાએ પણ ઉશ્કેરાટમાં આવી તેમની લાઈસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. પુત્ર પ્રિન્સને જમણા હાથના પંજામાં ગોળી વાગતા ખોલવડની દિનબંધુ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

પુત્રને જમણા હાથમાં ગોળી વાગતા ખોલવડની દિનબંધુ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો

મૂળ યુપીનો પરિવાર પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ યુપીના ઇટાવા જિલ્લાના વતની આર્મી રિટાયર્ડ એવા ધર્મેન્દ્ર ઓમપ્રકાશ સાકીયા તેમની પત્ની સંગીતાબેન તેમજ મોટા પુત્ર પ્રિન્સ અને પુત્રી જાસમીન સાથે કામરેજ તાલુકાના વાવ ખાતે આવેલી ચંદ્ર દર્શન સોસાયટી ખાતે વસવાટ કરે છે. રિટાયર્ડ આર્મી મેન ધર્મેન્દ્ર ઓમ પ્રકાશ સાકીયા સુરત ખાતે પીયૂષભાઈ નામના વ્યક્તિને ત્યાં બોડી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગત સોમવારના રોજ ધર્મેન્દ્ર સાકીયા પોતાની નોકરી પરથી રાતના સમયે પરત ફરી ઘરે આવ્યાં ત્યારે પોતાના પુત્ર પ્રિન્સને અભ્યાસ બાબતે ઠપકો આપતા કહ્યું હતું કે તું મોબાઇલ ફોનનો ઉપયોગ વધુ કરે છે અને અભ્યાસમાં ધ્યાન આપતો નથી.

આ પણ વાંચો યુવકે MP 5 ગનથી કર્યું ફાયરિંગ, વીડિયો થયો વાયરલ

વારંવારના ઠપકાથી તંગ આવ્યો પુત્ર પિતા ધર્મેન્દ્ર સાકીયાની દરરોજના અભ્યાસ બાબતેના ઠપકાથી તંગ આવી ગયેલા પુત્ર પ્રિન્સ ગુસ્સામાં આવી જઈને નજીકમાં પડેલું પોતું કરવાના વાઇપરને પિતાના માથામાં મારી દેતા તે લોહી લુહાણ થઈ જતાં તે પણ ઉશ્કેરાટમાં આવી જતાં પોતાની લાઈસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચો સરથાણામાં ફાયરીંગની ઘટનામાં નવો વળાંક, પતિને ડરાવવા પત્નીના મિત્રએ જ ફાયરીંગ કરાવ્યું

બે રાઉન્ડ ફાયરિંગ કર્યું દરમિયાન પિતાપુત્રના ઝઘડામાં વચ્ચે પડેલા સંગીતાબેને તેમનો હાથ પકડવા છતાં બીજી ગોળી છોડતા પુત્ર પ્રિન્સના જમણા હાથના પંજામાં ગોળી વાગી જતા પત્ની સંગીતા બેને બૂમાબૂમ કરી મુકતા સોસાયટીમાં રહેતા આજુબાજુના લોકો દોડી આવ્યાં હતાં. સોસાયટીના રહીશ રાહુલસિંહ નામના વ્યક્તિએ વચ્ચે પડી ધર્મેન્દ્ર સાકીયા પાસેથી રિવોલ્વર લઈ લેતા જાનહાનિ ટાળી શકાઇ હતી.

ઇજાગ્રત પુત્રને સારવાર માટે ખસેડાયો રાહુલસિંહે 108 એમ્બ્યુલન્સને ફોન કરતા સ્થળ આવી પહોંચી હતી અને ઇજાગ્રત પુત્ર પ્રિન્સને સારવાર અર્થે ખોલવડ ખાતેની દિનબંધુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે સંગીતાબેન ધર્મેન્દ્ર સાકીયાએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસે આઇપીસી કલમ 307 25 1 અ 27 1 મુજબ ગુનો દાખલ કરી આરોપી પિતા ધર્મેન્દ્ર ઓમપ્રકાશ સાકીયાની ધરપકડ કરી હતી. Retired army man Fired Vav village in Surat Retired army man fired two rounds at his son Dinbandhu Hospital Kholawad IPC Section 307 Kamrej Police Father son conflict

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.