ETV Bharat / city

ખેડૂત સંમેલનની પરવાનગી મામલો, પોલીસ સ્ટેશનમા જ સારૂ કર્યા ધરણા

author img

By

Published : Jan 22, 2021, 11:01 PM IST

રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂત આંદોલન થઇ રહ્યું છે, ત્યારે 22 જાન્યુઆરીના રોજ ખેડૂત આંદોલનની પરવાનગી માંગવા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠીયા સહિત આગેવાનો પહોંચ્યા હતા.પરવાનગી ન આપતા જિલ્લા પંચાયત ચોક ખાતે ધરણા કરવામાં આવ્યા હતા.

ખેડૂત સંમેલનની પરવાનગી મામલો, પોલિસ સ્ટેશનમાજ સારૂ કર્યા ધરણા
ખેડૂત સંમેલનની પરવાનગી મામલો, પોલિસ સ્ટેશનમાજ સારૂ કર્યા ધરણા

  • રાજકોટ ખેડૂત સંમેલનની પરવાનગી મામલો
  • પોલિસ સ્ટેશનમાજ સારૂ કર્યા ધરણા
  • પરવાનગી ન આપતા જિલ્લા પંચાયત ચોક ખાતે ધરણા

રાજકોટઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂત આંદોલન થઇ રહ્યુ છે, 22 જાન્યુઆરીના રોજ ખેડૂત આંદોલનની પરવાનગી માંગવા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠીયા સહિત આગેવાનો પહોંચ્યા હતા. પરવાનગી ન આપતા જિલ્લા પંચાયત ચોક ખાતે ધરણા કરવામાં આવ્યા હતા, ત્યારે ધરણા પર બેસેલા પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને તમામ આગેવાનોને પોલિસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, ત્યારે તમામ આગેવાનો પોલિસ સ્ટેશનમાજ ધરણા પર બેઠા હાતા.

ખેડૂત સંમેલનની પરવાનગી મામલે પોલીસ સ્ટેશનમા જ સારૂ કર્યા ધરણા

ખેડૂત સંમેલન કરવાની મનાઈ

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ખેડૂત સભાની મંજૂરી 16 જાન્યુઆરીના રોજ માંગી હતી અને 22 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે કિસાન આંદોલન યોજવાનું હતું. તે પહેલાં 2 દિવસથી સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનોને નજર કેદ કરવાનું ચાલુ કર્યું હતું. 20 જાન્યુઆરીના રોજ સાંજના સમયથી ખેડૂત આગેવાનોને નજરકેદ કરાયા હતા. નામદાર સુપ્રીમકોર્ટનું માર્ગદર્શન હોવા છતાં ખેડૂતોને ખેડૂત સંમેલન કરવાની મનાઈ શા માટે કરવામાં આવે છે. ખેડૂતોને મુક્ત કરવાની માગ સાથે ઉપવાસમાં બેઠા હતા. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના ડાયાભાઇ ગજેરા, પાલભાઈ આંબલિયા સહિતના ખેડૂત આગેવાનોની અટક કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.