ETV Bharat / city

Delhi CM Arvind Kejriwal in Rajkot : કેજરીવાલે ટાઉન હોલમાં વ્યાપારીઓ સાથે બેઠક યોજી, આપી 5 ગેરંટી

author img

By

Published : Jul 26, 2022, 8:50 PM IST

Delhi CM Arvind Kejriwal in Rajkot : કેજરીવાલે ટાઉન હોલમાં વ્યાપારીઓ સાથે બેઠક યોજી, આપી 5 ગેરંટી
Delhi CM Arvind Kejriwal in Rajkot : કેજરીવાલે ટાઉન હોલમાં વ્યાપારીઓ સાથે બેઠક યોજી, આપી 5 ગેરંટી

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની (Delhi CM Arvind Kejriwal )આજકાલ ગુજરાતમાં આવનજાવન વધારે છે. આજે કેજરીવાલ રાજકોટના વ્યાપારીઓને મળ્યા (Kejriwal Meets Rajkot Businessman ) હતા. ટાઉન હોલ ખાતે 500 જેટલા વ્યાપારીઓ અને વ્યાપારી સંગઠનના હોદેદારો સાથે ખાસ બેઠક યોજી હતી જેમાં જીએસટી (Kejriwal on GST) બાબતે નિવેદનો કર્યાં.

રાજકોટ: આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal ) ટાઉન હોલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના (Rajkot Engineering Association) 500થી વધુ હોદ્દેદારો સાથે બેઠક (Kejriwal Meets Rajkot Businessman ) યોજી હતી. અહીં તેમણે GST પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકારે વેપારીઓને ડરાવી રાખ્યા છે. આ સરકારે દૂધ, દહીં, છાશ પર GST લગાવ્યો. હવે તો હવા પર પણ GST વસૂલે (Kejriwal on GST) તો નવાઈ નહી.

કેજરીવાલે ગાજર લટકાવ્યું કે અમારી સરકાર આવશે તો...

આ સાથે તેમણે વેપારીઓ અને ઉદ્યોગકારોને 5 ગેરંટી આપી હતી- તેમણે(Delhi CM Arvind Kejriwal ) કહ્યું કે જો અમારી સરકાર ગુજરાતમાં આવશે તો અમે તમને વચન આપીએ છીએ કે આ પાંચ કાર્યો પહેલા કરીશું. જેમાં પ્રથમ તો ભયનું વાતાવરણ ખતમ કરીશું,નીડરતાથી વેપારી-ઉધોગપતિ કામ કરી શકે તેવું વાતાવરણ બનાવીશું, દરેક વેપારી-ઉધોગપતિને ઇજ્જત આપીશું. સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું. GSTના રિફંડ (Kejriwal on GST)છ મહિનામાં આપીશું. GST અંગેની ગૂંચવણોને દૂર કરીશું અને વેપારી-ઉધોગપતિઓને ભાગીદાર બનાવીશું, તેમના સૂચનો લેશું અને સમસ્યાઓનો હલ (Kejriwal Meets Rajkot Businessman )કરીશું.

આ પણ વાંચોઃ Delhi CM Kejrival in Bhavnagar : દારૂબંધીમાં દારૂ પકડાય અને દારૂના નામે ઝેરી દવા પાય એ ગંભીર બાબત

અમને કોલ કરી શકો છો - કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal )કહ્યું કે અમારી સરકારે 1079 નામથી એક નંબર લોન્ચ (Kejriwal Meets Rajkot Businessman )કર્યો છે. તમે કોઈ પણ સમયે અમને કોલ કરી શકો છો. અમે તમારી સમસ્યા સાંભળીશું. 27 વર્ષ થયા છતાં ભાજપ સરકાર સત્તામાં છે. છતાં તેમણે માત્ર વેપારીઓના નિવેદનો જ લીધા, સાંભળ્યા નહીં. આજે તમે બોલશો એટલે મુખ્યપ્રધાન પણ મને સાંભળતા હશે અને સી.આર.પાટીલ પણ મને સાંભળતા હશે. પ્રજા પૈસા આપે છે અને સરકાર GST વધારે (Kejriwal on GST)છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં એક બાજુ કેજરીવાલનો મફત વીજળીનો દાવો અને સુપ્રીમ કોર્ટનો 'ફ્રીબી કલ્ચર' રોકવા માટેનો નિર્દેશ

સરકારે GST અંગે વિનામૂલ્યે સલાહ આપવી જોઈએ- કેજરીવાલે કહ્યું કે (Delhi CM Arvind Kejriwal ) વેપારીઓને GST અંગે સલાહ લેવા માટે ખૂબ જ ખર્ચ કરવો પડે છે. તેમાંય ગુજરાતમાં તો વેપારીઓને ડરાવવામાં (Kejriwal Meets Rajkot Businessman )આવ્યા છે. સુરતમાં એક વર્ષ પહેલાં વેપારીઓને મળ્યો ત્યારે કાર્યક્રમ જ રદ કરાવી નાખ્યો હતો. આજે તમે બધા મોટી સંખ્યામાં આવ્યા તેનાથી મને આનંદ થયો છે. દિલ્હીમાં સરકાર નફામાં ચાલી રહી છે. જ્યારે ગુજરાત સરકાર ખોટમાં છે.

સોલારમાં ઘણા લોકોની સબસિડી ફસાઇ - આજની આ બેઠકમાં વેપારીઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતાં. અહીં વેપારીઓએ GSTમાં ટેક્સ ઘટાડવા, GST પર રિફંડ આપવાની માગ કરી હતી. આ ઉપરાંત સરકારી કામકાજ માટે સરકારી બાબુઓ પૈસા વસૂલતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત સોલારમાં ઘણા લોકોની સબસિડી ફસાઇ હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

GSPC મનમાની કરી રહી છે- આ ઉપરાંત મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વેપારીએ કહ્યું હતું કે, GSPC મનમાની કરી રહી છે, કોઈ પણ સમયે રૂપિયા વધારી દે છે. તમામ ફેકટરીમાં પાણીની વ્યવસ્થાની વાતો કરવામાં આવે પરંતુ ફેક્ટરીમાં તો ઠીક ઘરમાં પણ પાણી મળ્યું નથી. મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સમગ્ર દેશમાં સૌથી વધુ ટેક્સ ભરે છે, છતાં મોરબીમાં આવો ત્યારે ધૂળ સિવાય બીજું કશું નથી મળતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.