ETV Bharat / city

કોમ્પ્લેક્સ રિજનલ પીડા સિન્ડ્રોમ:માનસિક ક્રિયામાં ગડબડ, લાંબા સમયની તનાવપૂર્ણ પરિસ્થિતિના કારણે થાય છે આ રોગ

author img

By

Published : Aug 26, 2021, 1:48 PM IST

કોમ્પ્લેક્સ રિજનલ પીડા સિન્ડ્રોમ (સીઆરપીએસ) તે સામાન્ય રીતે  હાથ-પગમાં તીવ્ર પીડાનું કારણ બને છે. ઇજા પછી અસરગ્રસ્ત વિસ્તારમાં નસ અથવા પેશીઓમાં આ થઈ શકે છે. કેટલાક બાળકોના અંગોમાં સોજો આવવો, પરસેવો વળવો શકે છે, ત્વચાના રંગમાં ફેરફાર (સફેદ કે જાંબલી ફોલ્લીઓ)વગેરે થઈ શકે છે.

sou
કોમ્પ્લેક્સ રિજનલ પીડા સિન્ડ્રોમ:માનસિક ક્રિયામાં ગડબડ, લાંબા સમયની તનાવપૂર્ણ પરિસ્થિતિના કારણે થાય છે આ રોગ

રાજકોટઃ કોમ્પ્લેક્સ રિજનલ પીડા સિન્ડ્રોમ થવાથી અંગોમાં તીવ્ર પીડા થાય છે, તેની સાથે ત્વચામાં પણ ફેરફાર થાય છે. કેમ કે, મગજ આપણા શરીરના દરેક કાર્યોનું સંચાલન કરે છે. ઊર્જાનો ઉપયોગ મગજના કોષોને તંદુરસ્ત રાખવા અને નર્વ સિસ્ટમના સંચાલન માટે થાય છે. માટે મગજના કાર્યોમાં ગડબડ થવાથી કે માનસિક પ્રક્રિયા મંદ પડવાથી અનેક પ્રકારના રોગના ભોગ બનવું પડે છે. કોમ્પ્લેક્સ રિજનલ પીડા સિન્ડ્રોમ (સીઆરપીએસ) તે સામાન્ય રીતે હાથ-પગમાં તીવ્ર પીડાનું કારણ બને છે. ઇજા પછી અસરગ્રસ્ત વિસ્તારમાં નસ અથવા પેશીઓમાં આ થઈ શકે છે. કેટલાક બાળકોના અંગોમાં સોજો આવવો, પરસેવો વળવો શકે છે, ત્વચાના રંગમાં ફેરફાર (સફેદ કે જાંબલી ફોલ્લીઓ)વગેરે થઈ શકે છે. તેથી બાળકો અસરગ્રસ્ત અંગનો ઉપયોગ કરતા નથી અને તેને અલગ મુદ્રામાં રાખે છે. સાથે વિટામિન સીની ઉણપથી પણ ત્વચાકીય સમસ્યાનો કરવો પડે છે. કારણ કે વિટામિન સી મગજના રસાયણ સેરોટોનિન બનાવવા ખૂબ મજત્વનો ભાગ ભજવે છે. માટે મગજના રસાયણો જળવાય તે ખૂબ જરૂરી છે.પુખ્ત વયના લોકોની સરખામણીમાં બાળકોમાં આ સિન્ડ્રોમ વધુ જોવા મળે છે. આ ઉપરાંત, આ સિન્ડ્રોમથી પીડાતા બાળકો પુખ્ત વયના વ્યક્તિઓ કરતા વહેલા સ્વસ્થ થઇ જાય છે. જો કે, સંપૂર્ણ સ્વસ્થ થવામાં સમય લાગે છે. તેમજ ખાસ કરીને છોકરીઓમાં વધુ જોવા મળે છે.

એક સંશોધન અનુસાર દર વર્ષે વિશ્વભરમાં સામાન્ય રીતે 1 થી 10 લાખ કેસોમાં જોવા મળતા હોય છે.

ખાસ કરીને માનસિક બાબતો જેમ કે તનાવપૂર્ણ પરિસ્થિતિનો લાંબા સમય સુધી સામનો કરવો, ડિપ્રેશન, સ્ટ્રેસ અને માનસિક ક્રિયાને નિયંત્રણ કરતા ન્યુરોટ્રાન્સમીટર્સ માં ગડબડ થવાથી, રાસાયણિક પ્રક્રિયાઓનું સંતુલન ન જળવાય ત્યારે આ સિન્ડ્રોમ થઈ શકે છે. જે અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો.સામાન્ય રીતે, લાંબા સમય સુધી અંગોમાં તીવ્ર પીડા રહે છે, જેની તીવ્રતા વધતી રહે છે. જેમાં હળવા સ્પર્શ જેવી અનુભૂતિ જે સામાન્ય રીતે વધુ દર્દ કરતી નથી છતાંપણ આ સિન્ડ્રોમ ધરાવતા બાળકોમાં તે વધુ પીડાદાયક લાગે છે, તેને "એલોડીનિયા" કહેવામાં આવે છે.

લક્ષણો

  • ત્વચાના તાપમાન, રંગ અથવા બંધારણમાં ભારે ફેરફાર
  • આત્યંતિક ત્વચા સંવેદનશીલતા
  • અસરગ્રસ્ત સાંધામાં સોજો અને જડતા
  • શરીરના અસરગ્રસ્ત ભાગમાં હલનચલનની ક્ષમતા ગુમાવવી
  • પીડા, સોજો, લાલાશ
  • સતત બળતરા અથવા પીડા
  • સ્પર્શ અથવા ઠંડી પ્રત્યે સંવેદનશીલતા
  • વાળમાં ફેરફાર અને નખનો વિકાસ
  • સ્નાયુ ખેંચાણ, નબળાઇ અને નુકશાન

કારણો

  • પેરિફેરલ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં નુકસાન
  • મગજ અને કરોડરજ્જુમાં જાણે અજાણે નુકશાન
  • હેમીપ્લેજિયા
  • અંગવિચ્છેદન
  • શસ્ત્રક્રિયા
  • હદય રોગનો હુમલો
  • કોઈ પણ ચેપ
  • આવેગાત્મક તણાવ
  • તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વધુ સમય રહેવું
  • રાસાયણિક પ્રક્રિયામાં ગડબડ
  • ડિપ્રેશન, સ્ટ્રેસ, હતાશા, કેટલીક ઈચ્છાઓને દમન કરવાથી, કોઈપણ બાબતને દમન(મનમાં ભરી રાખવાથી) કરવાથી અને તેને યોગ્ય સમયે શમનના કરવાથી.

સારવાર

  • આ સિન્ડ્રોમની સારવાર તેના લક્ષણો ઓળખીને કરવામાં આવે છે, તેમજ દર્દી દ્વારા બતાવવામાં આવેલ અને ડોકટર દ્વારા કરવામાં આવેલ નિરીક્ષણના લક્ષણોના સંયોજનના આધારે આ કરવામાં આવે છે.
  • ફિઝીયોથેરાપિસ્ટ અને ઓક્યુપેશનલ થેરાપિસ્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. જરૂર પડે તો મનોરોગ ચિકિત્સાનો ઉપયોગ કરી શકાય છે.
  • પુનર્વસન તાલીમ: દુખાવો કરતો પગ અથવા હાથ ચાલતા રાખવા અને લોહીનું પરિભ્રમણ વધારવા માટે વ્યાયામ ખૂબ ફાયદાકારક છે.
  • ઓટો સજેશન, રિલેક્સેશન ટેક્નિક, બોધાત્મક ઉપચાર, તેમજ માનસિક ક્રિયાના સંતુલનને જાળવી રાખે તેવી કસરતો કરવી.
  • આ રોગને કારણે થતી માનસિક ચિંતા માટે મનોવૈજ્ઞાનિકની સલાહ લેવી તેમના સૂચવ્યા મુજબ થેરાપી અને અન્ય બાબતો પર ધ્યાન આપવું.

કોમ્પ્લેક્સ રિજનલ પીડા સિન્ડ્રોમની સારવાર આ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે

  • અસ્થિ સ્કેન: અસ્થિ ફેરફારો શોધવા માટે
  • સહાનુભૂતિશીલ નર્વસ સિસ્ટમ પરીક્ષણ: સહાનુભૂતિશીલ નર્વસ સિસ્ટમમાં વિક્ષેપ શોધવા માટે
  • એક્સ-રે: હાડકાંમાંથી ખનિજોની ખોટ જોવા માટે
  • મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI): પેશીઓમાં ફેરફારોની તપાસ કરવા માટે
  • ટ્રાન્સક્યુટેનીયસ ઇલેક્ટ્રિકલ નર્વ સ્ટીમ્યુલેશન (TENS): ચેતા અંત પર વિદ્યુત આવેગ લાગુ કરવો
  • કરોડરજ્જુની ઉત્તેજના: કરોડરજ્જુમાં પહોંચાડવામાં આવેલો એક નાનો ઇલેક્ટ્રિક પ્રવાહ પીડાને દૂર કરવા માટે વપરાય છે.

રોજિંદી દિનચર્યા પર થતી અસર

  • બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી તેમજ શિક્ષણ પર પણ તેની અસર થાય છે
  • ખોરાકમાં અસર
  • સ્વભાવ ચીડિયો થઈ જવો
  • એકાગ્રતામાં અસર
  • ખેલકુદ જેવી પ્રવૃત્તિઓમાં ઘટાડો
  • ઊંઘ અનિયમિત થવી

કોમ્પ્લેક્સ રિજનલ પીડા સિન્ડ્રોમ માટે સ્વ સંભાળ

  • પર્યાપ્ત માત્રામાં વિટામિન સી લેવું જોઈએ
  • નિયમિત યોગ ધ્યાન અને પ્રાણાયમ કરવા
  • તનાવપૂર્ણ પરિસ્થિતિથી દુર રહેવું
  • ખુશ રહેવું જેથી રાસાયણિક પ્રક્રિયામાં ગડબડ ના સર્જાય
  • પૌષ્ટિક ખોરાક અને નિયમિત ઊંઘ કરવી
  • ત્વચાનું સંપૂર્ણ ધ્યાન રાખવું
  • પાણી પૂરતા પ્રમાણમાં પીવું
  • ફ્રૂટ્સ, કઠોળ અને જરૂરી ખોરાક નિયમિત લેવો.
  • તમારા મિત્રો અને પરિવાર સાથે વાત કરો જેથી રોગનો સામનો કરવામાં મદદ મળી રહે
  • ખાસ શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.