ETV Bharat / city

રાજકોટમાં આજથી સિનેમાઘર ખુલ્યા, સાંજે 7 વાગે છેલ્લો શો

author img

By

Published : Jul 30, 2021, 1:03 PM IST

કોરોના મહામારીમાં ફરવા લાયક સ્થળ, સિનેમાઘર, સ્કૂલ, ઓફિસો બંધ કરવામાં આવી હતી. ત્યારે હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા છૂટછાટ આપવામાં આવી રહી છે. રાજકોટમાં સિનેમાઘરો પણ ખુલવા માંડ્યા છે, કોરોનાની ગાઇડલાઇન્સને અનુસરીને સિનેમાઘરોને છૂટછાટ આપવામાં આવી છે. જેમાં છેલ્લો શો સાંજે 7 વાગ્યાનો રહેશે.

રાજકોટમાં આજથી સિનેમાઘર ખુલ્યા
રાજકોટમાં આજથી સિનેમાઘર ખુલ્યા

  • રાજકોટમાં 7થી 8 સિનેમાઘર આવેલા છે
  • સૌથી જૂનુ ગેલેક્સી સિનેમા અને આઇનોક્સ સિમેના ખુલ્લુ મુકાયું છે
  • કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે સિનેમાઘરમાં પાલન કરવાનું રહેશે

રાજકોટ: કોરોનાની બીજી લહેર દરમિયાન રાજકોટ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને મોટાભાગના ઉદ્યોગ-ધંધા બંધ રાખવા પડ્યા હતા. ત્યારે હવે છેલ્લા દોઢ વર્ષ બાદ રાજકોટ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા સિનેમાઘરો(cinema hall) આજથી ખુલ્યા છે.

રાજકોટમાં આજથી સિનેમાઘર ખુલ્યા

આ પણ વાંચો- જામનગરમાં 6 મહિના બાદ ખુલ્યા સિનેમાઘર, કોવિડ ગાઈડલાઈન પ્રમાણે દર્શકોએ નિહાળી ફિલ્મ

રાજકોટમાં 7થી 8 સિનેમાઘર આવેલા છે

રાજકોટનું સૌથી જૂનું મનાતું એવું ગેલેક્સી સિનેમા (Galaxy Cinema)અને આઈનોક્સ સિનેમા(Inox Cinema) ખુલ્યા છે. જો કે, રાજકોટમાં 7થી 8 જેટલા સિનેમાઘરો (cinema hall) આવ્યા છે. જેમાંથી આજે માત્ર બે જ સિનેમાઘર શરૂ થયા છે. આ સિનેમાઘરો(cinema hall) માં પણ કોરોનાની ગાઇડલાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે.

માત્ર બે જ સીનેમાઘરો થયા છે શરૂ

રાજકોટમાં અંદાજીત 7થી 8 જેટલા સિનેમાઘરો(cinema hall) વિવિધ વિસ્તારમાં આવેલા છે. જેમાં રાજકોટના રેસકોર્સ ખાતે આવેલું ગેલેક્સી અને 150 ફૂટ રિંગરોડ પર આવેલું આઈનોક્સ સિનેમાઘર શરૂ થયું છે. જો કે, આ સિનેમાઘરો(cinema hall) માં હાલ જુના મુવી શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે આજથી સિનેમાઘરો ખુલ્યા હોવાના કારણે દર્શકોની પાંખી હાજરી જોવા મળી હતી. જ્યારે અહીં મુવી જોવા આવતા દર્શકોએ ચુસ્તપણે કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું ફરજીયાત છે.

રાજકોટમાં આજથી સિનેમાઘર ખુલ્યા
રાજકોટમાં આજથી સિનેમાઘર ખુલ્યા

દિવસ દરમિયાન 4શો દર્શાવવામાં આવશે

ગેલેક્સી સિનેમાઘરના મલિક રશ્મિન પટેલે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી રાજકોટમાં બે સિનેમાઘરો શરૂ થયા છે. જેમાં ગેલેક્સી અને આઈનોક્સનો સમાવેશ થાય છે. હાલમાં કોઈ નવી મુવી આવી ન હોવાના કારણે જુના જ મુવી દર્શાવવામાં આવી રહ્યા છે. કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી આ સિનેમાઘર(cinema hall) બંધ હતા, જે આજથી ખુલ્યા છે. સવારે 10.30 કલાકથી પહેલો શો શરૂ થશે અને રાત્રે 7 વાગ્યાનો છેલ્લો શો રહેશે. આમ દિવસ દરમિયાન કુલ 4 શો વિવિધ મુવીના દર્શાવવામાં આવશે.

રાજકોટમાં આજથી સિનેમાઘર ખુલ્યા
રાજકોટમાં આજથી સિનેમાઘર ખુલ્યા

આ પણ વાંચો- કોર કમિટી : કોર્પોરેશન વિસ્તારમાં 9 વાગે કરફ્યુ, બાકી 18 નગરપાલિકામાં કરફ્યુથી મુક્તિ, રાજ્યમાં સિનેમાઘર 50 ટકા કેપેસિટીથી શરૂ

52 વર્ષ જૂનું છે ગેલેક્સી સિનેમાઘર

રાજકોટનું ગેલેક્સી સિનેમાઘર(cinema hall) 23 ફેબ્રુઆરી 1969માં શરૂ થયું છે. જેના અત્યાર સુધીમાં અંદાજીત 52 વર્ષ થયા છે. જ્યારે કોરોનાના સમયમાં રાજ્યમાં તમામ થિયેટરો છેલ્લા દોઢ વર્ષથી બંધ છે, ત્યારે આજથી 20થી 25 જેટલા થિયેટરો રાજ્યમાં એકીસાથે ખુલ્યા છે. ત્યારે થિયેટરમાં મુવી જોવાનો આગ્રહ રાખતા લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સિનેમાઘરો શરૂ થતાં જ અનેક લોકો મુવી જોવા માટે આવી પહોંચ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.