ETV Bharat / city

રાજકોટમાં મુખ્યપ્રધાન કરશે લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું લોકાર્પણ, જાણો કેવો છે બ્રિજ

author img

By

Published : Jan 23, 2022, 1:57 PM IST

રાજકોટમાં સોમવારે લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું લોકાર્પણ (inaugurate Laxminagar Under Bridge) કરવામાં આવશે. આ બ્રિજને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel in Rajkot) હસ્તે ઈ-લોકાર્પણ મારફતે ખુલ્લો મુકવામાં આવશે.

Laxminagar Under Bridge in Rajkot
Laxminagar Under Bridge in Rajkot

રાજકોટ: રાજકોટમાં સોમવારે મનપા દ્વારા નિર્માણ પામેલા લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું લોકાર્પણ (Chief Minister will inaugurate Laxminagar Under Bridge) કરવામાં આવશે. આ બ્રિજને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઈ-લોકાર્પણ મારફતે ખુલ્લો મુકવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજકોટ ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે. આ બ્રિજ બનતાની સાથે જ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ હળવી થશે.

રાજકોટમાં મુખ્યપ્રધાન કરશે લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું લોકાર્પણ

5 લાખથી વધુ લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ

શહેરના લક્ષ્મીનગર (Laxminagar Under Bridge in Rajkot) વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 42.38 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ બનવાને કારણે શહેરના અંદાજીત 5 લાખથી વધુ લોકો કે દરરોજ અહીંથી પસાર થાય છે તેમને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. ઉલ્લેખનીય છે કે, અહીં હયાત લક્ષ્મીનગર બ્રિજ ખુબ જ સાંકડો હોવાને કારણે ટ્રાફિક સમસ્યા ખુબ જ રહેતી હતી.

સાઈકલ સવાર માટે અલગથી પાથ વે બનાવવામાં આવ્યો

આ સમસ્યાના નિરાકરણ માટે મનપા દ્વારા રેલ્વે વિભાગ પાસે ડીપોઝીટ વર્કથી ચાર માર્ગીય રેલ્વે અન્ડર બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ બ્રિજની બન્ને બાજુ 7.50 મીટર પહોળાઈ તથા 4.50 મીટર ઊંચાઈ હોવાને કારણે સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનના આવન જાવન માટે સુગમ બનશે. આ ઉપરાંત રાહદારીઓ તથા સાઈકલ સવાર માટે અલગથી પાથ વે બનાવવામાં આવ્યો છે.

આવો હશે લક્ષ્મીનગર બ્રિજ

  • બ્રિજની કુલ લંબાઇ 303.80 મીટર
  • કેરેજ વે 750 મીટર બન્ને તરફ
  • બોક્સની સાઈઝ (બન્ને બાજુ) 50.50 મીટર x 7.50 મીટર x 4.50 મીટર
  • રાહદારીઓ તથા સાઇકલીસ્ટ માટે પાથ વે 2.50 મીટર (ઊંચાઈ 2.90)
  • એપ્રોચ રોડ (નાના મવા તરફ) 137.0 મીટર
  • એપ્રોચ રોડ (ટાગોર રોડ તરફ) 116.30 મીટર
  • વરસાદી પાણીના નિકાલ માટે પમ્પ રૂમ તથા સમ્પ વિરાણી હાઈસ્કૂલ તરફ 250000 લીટર એક સમ્પ તથા પંપ રૂમ તથા રેલ્વે સ્ટેશન તરફ 450000 લીટરનો સમ્પ

આ પણ વાંચો: જામનગરમાં સાંસદ, ધારાસભ્ય બાદ કૃષિપ્રધાન રાઘવજી પટેલ કોરોના પોઝિટિવ

આ પણ વાંચો: ભારત સરકાર દ્વારા સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની જાહેરાત, GIDMને મળ્યું સ્થાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.